Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૩-૪-૩૪
૩૧૫
શ્રી સિદ્ધચક્ર કે વિવક્ષિત પર્યાયના કારણો છે પણ વ્યવહારિક દૃષ્ટિ શરીરને આશ્રીને જ વધારે પ્રવર્તતી હોવાથી શરીરની અપેક્ષાએ નોઆગમથી દ્રવ્યનિપાનો વિચાર કરેલો જણાય છે. નિક્ષેપો કરનારના અગર સાંભળનારના પરિણામની ઉન્નતિ માટે કે સમજણ માટે નિક્ષેપાની પ્રરૂપણા જરૂરી ગણાય અને તેમાં મુખ્ય ભાગ તે કરનાર અને સમજનારની બુદ્ધિ જ ભજવે છે અને સામાન્ય રીતે નિક્ષેપો કરનાર કે સમજનાર વ્યવહારિક સ્થિતિએ વધારે પ્રવર્તેલો હોય તેથી તેને વ્યવહારિક સ્થિતિથી જ નિક્ષેપ કરવાનું કે સમજવાનું થાય અને તેથી જો કે આગમથકી ભાવરૂપ ઉપયોગનું કારણ જે જ્ઞાન તે અનુપયોગ છતાં આત્મામાં જ રહેલું હોય, તેમજ નોઆગમ ભાવમાં લેવાતા પર્યાયોનું અનુભવન કરનાર આત્મા હોવાથી તેનું પણ મૂળ કારણ આત્મા હોવો જોઇએ, અને ભૂત અને ભવિષ્ય કારણ તરીકે ભૂત અને ભવિષ્યકાળના પર્યાયમાં રહેલો આત્મા જ લેવો જોઇએ. છતાં એકલા આત્માથી વ્યવહાર નહિ કરતાં શાસ્ત્રકારોએ વ્યવહાર તરફ લક્ષ રાખનારા નિક્ષેપો કરનાર અને સમજનારની અનુકૂળતાએ ભૂત ભવિષ્યના પર્યાયવાળા આત્માની સાથે શરીરપદ આપી ભૂત ભવિષ્યની કારણતારૂપ દ્રવ્યપણું જણાવ્યું છે, અને તેથી જ નોઆગમથકી દ્રવ્યનિક્ષેપામાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા બે ભેદો વ્યતિરિક્તની સાથે રાખેલા છે. જો કે જ્ઞાન પર્યાયના કારણ તરીકે આત્માની માફક શરીર પણ ઉત્પાદન અંગે ઉપયોગી છે. છતાં વાસ્તવિક રીતિએ આત્માનો સ્વભાવજ જ્ઞાન છે, કોઈપણ પ્રકારે જ્ઞાન એ શરીરનો સ્વભાવ થઈ શકતું નથી અને તેથી જ્ઞાનના પૂર્વાપર કારણ તરીકે આત્માને જ લેવો જોઇએ. છતાં પૂર્વે જણાવેલ ઉત્પાદની અપેક્ષાએ શરીર કારણ હોવાથી તેને મુખ્ય ગણવું. નોઆગમ દ્રવ્યનિપામાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા શરીરની મુખ્યતાવાળા ભેદો લેવામાં આવ્યા. ભૂત અને ભવિષ્યના કારણોને નોઆગમ દ્રવ્ય તરીકે સરખા માન્યા છતાં પણ ભૂતપર્યાયની અધિકતા ગણી તેનેજ પ્રથમ સ્થાન આપ્યું હોય તેમાં આશ્ચય નથી અને તેથી જ્ઞશરીરનો ભેદ દ્રવ્ય થકી નોઆગમમાં લેવામાં આવ્યો હશે. ભૂતકાળનો પર્યાય જેણે જેણે જાણ્યો હોય તેને તેને તે પર્યાય ચાલ્યો ગયો હોય છતાં તે પર્યાય વગરની પણ પૂર્વની શરીરઅવસ્થા દેખીને પણ જે ભાવનો ઉલ્લાસ જાગે છે અને શીઘ્રતાએ જ્ઞાન થાય છે તે ભાવોલ્લાસ અને જ્ઞાન ભવિષ્યમાં થવાવાળા પર્યાયના કારણ તરીકે રહેલું સજીવ શરીર હોય તો પણ થતું નથી. એટલેકે તીર્થંકર મહારાજ, આચાર્ય મહારાજ કે સાધુમહારાજની તાત્ત્વિક દશાનો અનુભવ કરનાર મનુષ્ય શરીર આયુષ્યને ક્ષયે અચેતન થઈ ગયું હોય તો પણ તે વસ્તુને યથાસ્થિત રીતે જાણનાર અને માનનાર તે અચેતન શરીરને પણ દેખીને અપૂર્વ ભાવોલ્લાસમાં આવે છે, અને તેથીજ તીર્થંકરાદિના કલેવરોની પણ દેવ, મનુષ્ય અને વિદ્યાધરો વિગેરે અપૂર્વ ભાવોલ્લાસથી ભક્તિ કરે છે. તત્ત્વદૃષ્ટિએ વિચાર કરીએ તો ઉપકારની અપેક્ષાએ પૂજ્ય પુરુષોનું સ્મરણ કરી આરાધન કરનારને ઉપકારી પુરુષના સચેતન, અચેતનપણામાં કંઇપણ ફરક હોતો નથી, અને તેથીજ તીર્થકર મહારાજ વિગેરેની સચેતન અવસ્થામાં જેવી દર્શનીયતા, પૂજ્યતા અને આરાધ્યતા હોય છે તેવીજ દર્શનીયતા, પૂજ્યતા અને આરાધ્યતા મહાપુરુષોની અચેતન અવસ્થામાં પણ હોય છે. આજ કારણથી સમવસરણમાં પણ બારે પર્ષદાની વ્યવસ્થા ચારે ખુણામાં બરોબર થઇ શકે છે. જો