Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૩-૪-૩૪
૩૧૦.
શ્રી સિદ્ધચક્ર પુરુષના આરાધ્ય ગુણોનું આરોપવું થાય તે સ્વાભાવિક જ છે. ફક્ત ફેર એટલો જ છે કે સ્થાપનામાં સમાન આકૃતિદ્વારા આરાધ્ય ગુણોનો આરોપ થાય છે અને દ્રવ્યનિક્ષેપમાં નોઆગમ ભેદમાં કારણપણાને લીધે આરોપ કરી સ્મરણાદિ કરાય છે. કોઈપણ મનુષ્ય સ્થાપનામાં કે જ્ઞશરીર નામના દ્રવ્યનો આગમના ભેદમાં સર્વથા અભેદપણે આરાધ્ય પુરુષને માનેલો હોતો નથી, અને તેથીજ અદેવમાં દેવસંજ્ઞાનો અને અજીવમાં જીવસંજ્ઞાનો સદ્ભાવ માન્યો નથી. અને તેથી અદેવને દેવ માનવાનો અને અજીવને જીવ માનવાનો પ્રસંગ આવી મિથ્યાત્વ થવાનો અંશે પણ સંભવ નથી. કારણકે આરોપ કરનાર મનુષ્ય બંનેનું સ્વરૂપ લક્ષમાં રાખી હેતુ અને પ્રયોજનને અંગેજ આરોપ કરે છે. આરોપ બે પ્રકારના હોય છે. એક આરોપ ભ્રમ ઉત્પન્ન કરી જ્ઞાતાને અવળે માર્ગે દોરે છે. જેમ સીપોલીને રૂપાપણે જાણી જે પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાતાને સીપોલીને જ રૂપા તરીકે મનાવી મિથ્યા બુદ્ધિ કરાવે છે અને બીજો આરોપ મિથ્યા બુદ્ધિ ઉત્પન્ન કરતો નથી, પણ જ્ઞાતાને ઈષ્ટ સિદ્ધિના રસ્તામાં જોડે છે. આ આરોપમાં જ કાર્યમાં કારણનો આરોપ, કારણમાં કાર્યનો આરોપ વિગેરે અનેક પ્રકારના આરોપ થાય છે. અહીં દ્રવ્ય નિપાના અધિકારમાં વાસ્તવિક રીતિએ તો દ્રવ્યનિક્ષેપો માનવાથી આરોપ નથી. આરોપ તો ત્યારે જ થાત કે મહાપુરુષના શરીરમાં મહાપુરુષના વિશિષ્ટ જ્ઞાનાદિ ગુણયુક્તપણે માનત અને જો તેવી રીતે આરોપ કરીને જ માત્ર તે પુરુષના શરીરને માનવામાં આવે તો તે ભાવનિપામાં જ જાય પણ નિક્ષેપો કરનાર મનુષ્ય સ્પષ્ટપણે તે મહાપુરુષના શરીરને મહાપુરુષના જ્ઞાનાદિકની ઉત્પત્તિનું કારણ માનીને નોઆગમથકી જ્ઞશરીર નામનો દ્રવ્યભેદ માને છે. અગર મહાપુરુષની સ્થાપના માને છે, પણ નિક્ષેપાની રચના જાણ્યા પછી ભક્તિની તીવ્રતાવાળો મનુષ્ય તે કારણભૂત શરીરની કે તેના આકારની મહત્તા ધ્યાનમાં લે ત્યારે તે સ્થાપનાને તથા તે શરીરને આરાધવા તત્પર થાય છે. તે વખત આરાધના કરનારો તે સ્થાપનાને અચેતન શરીરમાં તે તે મહાપુરુષનો આરોપ જરૂર કરે છે અને તેથીજ શ્રીરાયપશેણી વિગેરેમાં ભગવાનની પ્રતિમાની પૂજાના અધિકારમાં “પુર્વ વાઝા નારંવા' એમ કહી આરાધક પુરુષે સ્થાપનાજીનમાં પણ સાક્ષાત્ જીનપણાનો આરોપ કરેલો સૂચવ્યો છે અને જંબુદ્વીપ પન્નત્તિ વિગેરેમાં કાળધર્મ પામેલા જીનેશ્વર મહારાજના શરીરની શુશ્રુષાને જીનભક્તિ તરીકે જે જણાવવામાં આવેલ છે તે પણ આરાધક પુરુષોની આરોપબુદ્ધિ ધ્વનિત કરે છે; અર્થાત્ આરોપ કરે ત્યારે સ્થાપના અને જ્ઞશરીર બંને ભાવરૂપ થાય છે અને આરોપ ન કરે ત્યારે તે સ્થાપનાને જ્ઞશરીર નામનો દ્રવ્યભેદ રહે છે.
આ બધી હકીકત વિચારતાં ભાવ તરીકે વિવક્ષિત વસ્તુના કારણ તરીકે ગણાતા દ્રવ્યનિપામાં ચેતના રહિત હોવાથી તે ભાવવસ્તુના જાણનારનું શરીર જેને જ્ઞશરીર કહેવામાં આવે છે તે ઉપયોગી છે એમ સ્પષ્ટ માલમ પડશે.