Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૨૦
તા.૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર ચક્રવર્તી સરખો નરકનો દૂત. બીજાને અંગે નરકનો નિયમ નહિ પણ ચક્રવર્તી અને વાસુદેવ નિયમો નરકે જ જાય.
અહીં સહેજે શંકા ઉત્પન થશે કે જો ચક્રવર્તીઓ નિયમા નરકે જ જાય તો ભરત સનકુમારદિ દસ તો દેવલોક કે મોક્ષમાં ગયા છે. નરકમાં તો સુભમ અને બ્રહ્મદત્ત બેજ ચક્રવર્તી ગયા છે. અહીં ચક્રવર્તી માટે નરકનો નિયમ ન રહ્યો. અહીં વિચારવું જોઈએ કે ચક્રવર્તી કોને ગણવા? જેમને ચૌદ રત્નો હોય, ચતુરંગ સેના હોય, છખંડ સાધ્યા હોય, હજારો મુકૂટબદ્ધ રાજાઓ જેમની સેવામાં હાજર હોય, આ સિવાય અનેક પ્રકારના ઐશ્વર્યવાળો હોય તે ચક્રવર્તી. આ બધું ઐશ્વર્યાદિક જેણે છોડી દીધું પછી ચક્રવર્તી ક્યાં રહ્યો? અર્થાત્ ચકવર્તી ચક્રવર્તીપણામાં કદી મોશે અગર દેવલોક જતો નથી.
કોઈકે ૨૫-૫૦ વરસ લગી આરંભ, પરિગ્રહ, વિષયોમાં પ્રવૃત્તિ કરી પછી ત્યાગી થઈ દેવલોક ગયો તો તે ફળ આરંભાદિકનું કે ત્યાગનું? મુખ્યતાએ બાળપણમાં ત્યાગી થાય તે નિર્લેપ. આથમ્યા પછી આહુર શું? લુંટાયા પછી ભો શો? ભલે જગતમાં લુંટાયા પછી ભય નથી પણ અહીં તેમ નથી. પાછલી અવસ્થામાં પણ જેને એ વિવેક જાગે તે સદ્ગતિ મેળવી શકે છે. પાઘડી અને બોતાણું તેમાં ફરક કેટલો? તાલો કસબી હોય છેલ્લો ભાગ આખું સુરત. કસબ માત્ર પાંચ કે છ આંગળમાં, પણ તેને પાઘડી કહીશું, અને કસબ ન હોય તો બોતાણું કહીશું. તેમ અહીં જીંદગીના છેલ્લા ભાગમાં જો ધર્મની આરાધના કરવામાં આવે તો સદ્ગતિ મેળવી શકે. છેલ્લી અવસ્થામાં જાગેલો પણ દુર્ગતિથી જરૂર બચી શકે. અહીં આરંભાદિક જે આગલી અવસ્થામાં કર્યા તેથી સદ્ગતિ નથી પ્રાપ્ત કરતો પણ પાછળ ચેત્યો, ત્યાગ કર્યો તેથી સદ્ગતિ મેળવી શકે છે.
આખો દસ્તાવેજ તૈયાર કર્યો પણ સહી ન કરી તો દસ્તાવેજ ગણાય નહિ તેમ છેવટ સુધી આરંભાદિકમાં રહ્યા તો નરકાદિકનો દસ્તાવેજ તૈયાર થયો છતાં તેમાં સહી ન થઈ છેવટનો ભાગ સુધાર્યો તો સદ્ગતિ મેળવી શકે છે.
બાર બાર વરસ સુધી ઘોર યુદ્ધ કરનારા, રોજ સાત સાત મનુષ્યોના પ્રાણ લેનારા જેવા કે અનમાલી તેમજ બાળ, સ્ત્રી, ગૌ અને બ્રાહ્મણ આવી દુનિયાએ પણ આચાર હત્યા દુષ્ટમાં દુષ્ટ ગણી છે એવા હત્યારા એવા પણ તર્યા. શાથી? રોગનો સદ્ભાવ ઔષધને મનાઈ કરનારો ગણાય ખરો કે?
ઘણા વરસનો રોગ હોય તો ઓસડ સાવચેતીથી કરવું એ અર્થ લેવાય કે ઓસડ નહિ લેવું એ અર્થ લેવાય? જેણે પોતાની જીંદગીમાં વિષયાદિકમાં વધારે પ્રવૃત્તિ કરી હોય તેને પવિત્ર થવાને ધર્મની વધારે જરૂર છે.