Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૧૪
તા.૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર ઉપરના વિવેચનથી સ્પષ્ટપણે સમજી શકાય તેવું છે, પણ ખુદ તે વસ્તુની અપેક્ષાએ જ્યારે દ્રવ્યપણાનો વિચાર કરીએ તો વસ્તુનું ભૂત અને ભવિષ્યનું સ્વરૂપ વિચારવું જોઇએ. તેમજ તે વસ્તુનો ઉત્પાત થવાનાં કારણો તપાસવાં જોઈએ અને જગતના તે રૂપે અને તે નામે કહેવાતા પદાર્થોનો વિચાર કરવો જોઇએ, અને તે સર્વ વિચાર દ્રવ્યથી નોઆગમના ભેદમાંજ કરી શકાય, કારણકે પૂર્વકાળ અને ભવિષ્યકાળના જે પર્યાયો થવાના હોય કે થયા હોય તે પર્યાયોની વિદ્યમાનતા હોય તો તે પદાર્થને દ્રવ્યરૂપ ન ગણી શકીએ પણ ભાવરૂપજ ગણવો પડે. અર્થાત્ દ્રવ્યપણાની વખતે ભૂત ભવિષ્યના પર્યાયો ન હોય પણ પૂર્વકાળે થઈ ગયા હોય કે ભવિષ્યકાળ થવાના હોય અને તેથી જ તેને દ્રવ્ય તરીકે કહેવું પડે.
આ ઉપરથી ભૂતકાળે થયેલા પર્યાયોની અપેક્ષાએ એક ભેદ અને ભવિષ્યકાળ થવાના પર્યાયોની અપેક્ષાએ બીજો ભેદ ગણીને શાસ્ત્રોમાં જે જ્ઞશરીર અને ભવ્યશરીર ભેદ કહે છે તે ભેદો માનવાની જરૂર સમજાશે. mશરીર અને ભવ્ય શરીરનો અર્થ અને તેની ભિન્નતા.
જે વસ્તુ જે પર્યાયના આવવાથી ભાવરૂપે ગણી શકાય છે તે વસ્તુ પૂર્વની વ્યવહારિક અવસ્થાને છોડી દે અને વિવક્ષિત ભાવઅવસ્થાને ન પામે તે વખતે તે વસ્તુને સામાન્ય દૃષ્ટિથી ભાવની નજીકતાની અપેક્ષાએ જ્યારે કારણ તરીકે માની દ્રવ્યપણે માનવી પડે તો તે વિવક્ષિત ભાવ સિવાયના બીજા પર્યાયો છતાં પણ વ્યવહારિક દૃષ્ટિએ તે ભાવની યોગ્યતા શરૂ થાય ત્યાંથી કારણપણું માની દ્રવ્યપણું શા માટે નું માનવું? અને જો તેવી રીતે વ્યવહારિક યોગ્યતા સુધી પૂર્વકાળમાં કારણતાની અપેક્ષાએ દ્રવ્યપણું માનવામાં આવે તો પછી વિવક્ષિત પર્યાયોનો નાશ થયો છતાં પણ વ્યવહારિક વસ્તુ કારણપણે વિદ્યમાન રહેલી હોય ત્યાં પણ દ્રવ્યપણું માનવામાં કોઈ જાતનો બાધ જણાતો નથી અને તેથી ભૂત અને ભવિષ્યમાં જે અવસ્થા હોય તેને દ્રવ્ય તરીકે ગણવામાં કોઈ અડચણ આવે નહિ. જો કે વર્તમાન ભવની અપેક્ષાએ શરીરનું યોનિ બહાર નીકળવું થાય તે વખતથી જ્યાં સુધી તે શરીરવાળો વિવક્ષિત અવસ્થાને ન પામે ત્યાં સુધી ભવિષ્ય પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય તરીકે ગણી શકાય, પણ એકલી શારીરિક દૃષ્ટિ નહિ લેતાં જેઓ ભવના કારણ તરીકે તે તે ભવના આયુષ્યને લે છે તેઓ આયુષ્યના બંધનને પણ દ્રવ્ય તરીકે લઈ પહેલાના ભવને તેમજ તે તે ભવના આયુષ્યના બંધન ને અને યાવતું આયુષ્યવેદનના અભિમુખપણાને ભાવી ભવરૂપી પર્યાયની અપેક્ષાએ દ્રવ્યપણે લઈ એક ભવિક બદ્ધાયુષ્ક અને અભિમુખ નામ ગોત્રપણાને દ્રવ્યપણે લે તેમાં કોઈપણ જાતનો બાધ કહી શકાય નહિ, પણ વ્યવહારિક દૃષ્ટિએ આખા ભવમાં રહેતો પર્યાય ભાવરૂપે ન લેવાય અને ભવના અમુક ભાગમાં થવાવાળો પર્યાય લેવાય ત્યારે વર્તમાન ભવમાં કારણપણે પરિણમવાવાળા શરીરની અપેક્ષાએજ દ્રવ્યપણું લેવું પડે અને તેથી જ શાસ્ત્રકારો નોઆગમથી દ્રવ્યનિપાના ભેદો જણાવતાં શરીરપદને આગળ કરે છે. શરીરપદને આગળ કરીને જ શાસ્ત્રકારો જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા શરીરપદે કરીને સહિત એવા દ્રવ્યથકી નોઆગમના ભેદો જણાવે છે એટલે કે જીવ, આયુષ્ય, ગતિ વિગેરે જો