Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
એક સમ્યકત્વનું સ્વરૂપ છે જૈન શાસનરૂપી વૃક્ષના મૂળ તરીકે, શાસનરૂપી મંદિરના દ્વાર તરીકે, શાસનરૂપી મહેલના પાયા તરીકે, શાસનરૂપી ગુણોના આધાર તરીકે અને શાસનરૂપી રત્નોના નિધાન તરીકે કોઈપણ ચીજ સર્વજ્ઞ ભગવાને જણાવી હોય તો તે કેવળ સમ્યકત્વજ છે. સમ્યકત્વનો મહિમા એવો અદ્વિતીય છે કે સત્તર વાપસ્થાનકથી એક પણ અંશથી નહિ વિરમેલો મનુષ્ય થોડા ભવમાં સર્વ પાપ વર્જીને મોક્ષ પામી શકે છે, જ્યારે સમ્યકત્વના અભાવે મિથ્યાદર્શનમાં રહેલો શેષ સત્તર વાપસ્થાનોના વિરમણ અને વિવેકવાળો હોય તો પણ સમ્યકત્વ પામ્યા સિવાય કોઈ કાળે પણ મોક્ષ પામી શક્તો નથી. અર્થાત્ સમ્યકત્વવાળો પુરુષ મહેલને ચણનારા કડીયાની માફક નિયમિત ઉર્ધ્વગામી હોય છે. જ્યારે સમ્યકત્વ વગરનો સત્તર પાપસ્થાનક વર્જનારો છતાં કુવાને ચણનારા કડીયાની માફક અધોગામી હોય છે. તેથી દરેક મોક્ષની ઈચ્છાવાળાઓએ તેમજ ધર્મની ધગશવાળાઓએ સમ્યકત્વને આદિમાંજ આદરવું જોઈએ. આજ કારણથી શ્રાવકના વ્રતોના અબજો ભાંગા છતાં પણ એક પણ ભાંગો સમ્યકત્વ વગરનો ગણ્યો નથી. એટલે કે સમ્યકત્વરહિત કોઈપણ મનુષ્ય કે અન્ય જીવ શ્રાવકપણામાં ગણવાને લાયક હોય નહિ. આ વાત સ્થળ બુદ્ધિથી શાસ્ત્રો જોનારને પણ નવી લાગે તેવી નથી. પૂર્વે જણાવેલું સમ્યકત્વ જેને પ્રાપ્ત થયું હોય તે જીવ હંમેશાં રાગદ્વેષ અને મોહાદિ દૂષણોએ રાહત અનંત એવા શાનદર્શનવીર્ય અને સુખને ધારણ કરવાવાળા સકળ જગતના જીવોને સંસાર સમુદ્રથી તારવારૂપી ઉપકારમાં પ્રવર્તેલા, સર્વથા દૂષણરહિત શુદ્ધ આત્મસ્વરૂપને વિષેજ લીનતાવાળા, એવા પરમ પુરુષનેજ તત્વથી દેવબુદ્ધિએ માને અને ત્રિવિધ ત્રિવિધ તેમની ભક્તિ કરવામાંજ લીન થાય.
વળી એજ પરમાત્માએ યથાસ્થિત પણે પ્રગટ કરેલા જીવાદિક નવપદાર્થોને સત્ય તરીકે, વ્યાપક તરીકે, નિસંદેહ પણે માનવા તત્પર રહે, વળી તેજ પરમાત્માએ કહેલા સમ્યગદર્શન નશાનચારિત્રરૂપી મોક્ષમાર્ગમાં જે બાળ, જુવાન કે વૃદ્ધ, સધન કે નિધન, સ્ત્રી કે પુરુષ, સકુટુંબ કે નિષ્કુટુંબ, જીવો પ્રવર્તે, તેઓનેજ સાધુતાવાળા માની વંદનાલાયક ગુરુપદવાળા માને તેનું જ નામ સમ્યગુદર્શન છે, અર્થાત્ જેઓ ભગવાનની ભક્તિ કરવામાં પ્રતિકૂળતા ધારણ કરનારા, વળી પરમાત્માએ નિરૂપણ કરેલા નવતત્ત્વોની ખામી કલ્પી તેનેજ જોનારા તથા ત્યાગમાર્ગમાં પ્રવર્તતા તેનો ઉપદેશ કર્તા સાધુઓ ગૃહસ્થ સમાજના કાર્યથી વિમુખ રહેનારા અને
(અનુસંધાન ટાઈટલ પા. ૨)