Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૫-૩-૩૪
૨૦૩
શ્રી સિદ્ધચક્ર સમ્યક્ત્વ પામે તે ભવમાં કદી વ્રતપચ્ચખાણ વગરનો હોય તો પણ બીજા ભવમાં તેમ હોય નહિ. પહેલાના સંસ્કારો, આદતો પડી રહ્યા હોય તે ખશી ન શકે પણ બીજો ભવ મનુષ્યનો આવે તેમાં મોહની જંજીરમાં જકડાયલો તે હોય નહિં, તે શાસ્ત્રકારે નિયમ રાખ્યો છે, પૂર્વ ભવની આદતો, સંસ્કારોને લીધે તે ભવમાં કદી વિરતિ ન મળે પણ બીજો મનુષ્યનો ભવ કદી વિરતિ વગરનો હોય નહિં. ક્યાં તો વિરતિ લે કાં તો સમકિતનું રાજીનામું આપે. અર્થાત્ સમકિત કર્યું હોય તો બીજા મનુષ્યના ભવમાં વિરતિ લેવીજ પડે. ન લે તો વિરતિ ટકેજ નહિ, અવિરતિને મરણ વખતે શું થાય ? વિરતિની નજદીકમાં હું જાઉં છું અને અમુક મોતમાંથી એક ઓછું થયું. વિરતિ, દેશવિરતિ અને સમ્યક્ત્વવાળાને મરણ ઓચ્છવ હોય છે પણ જન્મ ઓચ્છવ હોતો નથી. જન્મ એ કર્મપરિણતિનું ફળ છે. તીર્થંકરનો જન્મ બીજાને ઓચ્છવનું કારણ પણ જીવની પોતાની અપેક્ષાએ જન્મ મહોત્સવ તરીકે ન ગણાય. સમિતિઓ મરણને મહોત્સવ ગણે અને મરણથી નિર્ભય રહે છે.
આત્મસ્વરૂપ વિચારો
હવે વિચારો કે આત્માનાવૈધ પર ભરોસો આવતો નથી અને જડજીવનના બચાવનાર વૈદ્ય તરફ કેટલો ભરોસો છે. કારણકે મરણના સોમાં ભાગે હજી જન્મથી નથી ડર્યો. હજી આત્મા ચીજ પીછાણી નથી. જો તે જાણતો હોત તો મરણ ઓચ્છવ લાગત. ઉપદેશક આપણને મલ્યા છતાં જ્યારે આત્માને પીછાણવાની આટલી મુશ્કેલી તો ન મલ્યા હોત તો કઈ દશા હોત ? તો આ આત્મા અનાદિથી રખડે તેમાં નવાઇ નહિં. આવી ઉંચસ્થિતિમાં ઉપદેશક મલ્યા છતાં પોતાના સ્વરૂપને વિચારવા અવકાશ નથી, તો બીજા ભવમાં તેની અસર કયાંથી હોય ? ને જાણવું કયાંથી હોય? સાધુના સંસર્ગ વગર ધર્મકરણીની કરનારો છતાં મિથ્યાત્વમાં જાય છે. નંદમણીયાર ઉનાળામાં ચોવિહાર અઠ્ઠમ કરી ત્રણે દિવસ પોસહ કરનાર તેવો પણ સાધુ સંસર્ગ વિના મિથ્યાત્વમાં ગયો. જીનેશ્વર દેવોના ઉપદેશને પામ્યા થકા પણ પોતાના આત્મસ્વરૂપનો ખ્યાલ આવવો મુશ્કેલ પડે છે. તો જીનેશ્વરનાં વચનો ન સાંભળ્યા હોય ત્યાં જન્મને ખરાબ ગણવામાં આવે ક્યાંથી ? આ જીવે અનંતી વખતે જીનેશ્વરને દેખ્યા, સાંભળ્યા છતાં જન્મનો ભય લાગ્યો કયારે? મરણથી ભય લાગવો સર્વ સિદ્ધ છે. એ વૈદ્યના વિશ્વાસે નથી. સંજોગો મળ્યા છતાં આપણે કર્મોને તોડી ન શકયા. મિથ્યાત્વ, અવિરતિ, કષાયથી આપણે કર્મ બાંધ્યાં છે. આપણેજ વિરતિ સમ્યક્ત્વ ક્ષમાદિકથી છોડી પણ શકીએ છીએ. માકડો પોતે મુઠ્ઠી ઢીલી ન કરે તો છૂટે યારે ? તે રીતે આપણે કર્મોને ઢીલાં ન કરીએ તો શી રીતે છૂટીએ ? માટે આત્માને ક્ષયોપશમિક કરવાની પ્રથમ જરૂર છે.
ક્રિયા સંસ્કારનું મૂળ છે
આત્માનું યથાસ્થિત જ્ઞાન વધવું ટકવું તે બધું જ્ઞાન અને જ્ઞાનીની આરાધના કરવાથી વિરાધના ટાળવાથી થાય છે. તેમજ સમ્યક્ત્વનું ટકવું વધવું થાય છે. આત્માના શાનને અંગે ક્રિયાની જરૂર છે અને ચારિત્ર તો ક્રિયારૂપ છે એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન બધું ક્રિયા પર આધાર રાખે છે પણ બચ્ચાંઓ ભણે છે તેમને એકજ વખત સાંભળવું જીંદગી માટે યાદ રહી જતું નથી. સેંકડો વખત ભૂલે, પાછા સમજાવો ત્યારે જ ટકવાનો વખત આવે ને સ્થિરતા પ્રાપ્ત થાય, પણ આ બચ્ચું અસંખ્યાત વખત ભૂલે અને ન સમજાવો તો કેમ ઠેકાણે આવે. આ જીવ સમકિત પામીને ભૂલ્યો, આત્માનું ભાન કરીને ભૂલ્યો. પામેલા અસંખ્યાતી વાર ભૂલે તો પણ ઉપદેશકોએ કંટાળવાનું ન હોય. એકજ ભવમાં નવહજાર વખત આવે ને જાય. આથી એકજ વાત સમજવી કે આ જીવને એક ઠેકાણે ટકવું મુશ્કેલ છે, માટે આ જીવનમાં સાર્થક શું ? પણ છોકરાને બીજી ત્રીજી વાર ભૂલ કહીએ છીએ તો પછી ભણેલાના સંસ્કાર સ્મરણમાં રાખે છે અને બીજી વખત મહેનત પડતી નથી. તેમ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારને અંગે ક્રિયા કરનાર થઇએ અને કદાચ તેમાંથી ખસી જઇએ તો પણ નાસીપાસ થવાનું નથી. સમ્યગ્દર્શનાદિ ત્રણની જે આરાધનાની ક્રિયા ક્ષયોપશમિક ભાવની ચાલી જાય તો પણ તેના સંસ્કાર જરૂર રહે છે, છોકરો ભૂલી શકે તેમ ક્ષાયોપશમિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં આવે છે તો પણ પરાવર્તન કરવાથી ભણાય છે તેમ ક્ષાયોપમિક ભાવનાની ક્રિયા ચાલી જાય તો પણ સંસ્કાર રહે છે. જે ભવિષ્યમાં ઘણોજ ફાયદો કરે છે પણ એકલું જ્ઞાન તેટલો ફાયદો કરતું નથી કારણ કે ક્રિયાના ફળ રૂપે જ્ઞાન છે. જ્ઞાન એકલું સાધ્યને મેળવી શકતું નથી પણ ક્રિયા દ્વારાએ જ સાધ્ય સાધી શકાય છે.