Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩૦-૩-૩૪
ર૦.
શ્રી સિદ્ધચક્ર નથી. એટલે કે ભાવના આગમ ભેદના કારણ તરીકે દ્રવ્ય આગમ હોય અને ભાવ નોઆગમના કારણ તરીકે દ્રવ્ય નોઆગમ હોય તે સહેજે સમજી શકાય તેમ છે. અર્થાત્ દ્રવ્યના આગમ અને નોઆગમ એવા ભેદો માનવા આવશ્યક હોઈ તે ભેદોના સ્વરૂપ તરફ હવે આપણે નજર કરીએ. દ્રવ્ય નિપાના ભેદોનું સ્વરૂપ.
જો કે આગમ શબ્દથી શ્રુતજ્ઞાનજ લેવાય છે અને તેથી જ્ઞાન તે દ્રવ્ય ન હોય અને દ્રવ્ય તે જ્ઞાન ન હોય, એટલે દ્રવ્યનો આગમભેદ ઘટી શકે નહિં. પણ દ્રવ્યશબ્દનો અર્થ દ્રવ્યનિક્ષેપાના અધિકારમાં ગુણપર્યાયવાળો હોય તે દ્રવ્ય કહેવાય એવો કરવામાં આવતો નથી, પણ આગળ જણાવ્યા પ્રમાણે દ્રવ્યનિપાના અધિકારમાં દ્રવ્ય શબ્દનો અર્થ માત્ર ભૂત અને ભવિષ્યનું કારણજ લેવાય છે અને તેથી આગમને દ્રવ્યનો એક ભેદ કહેવામાં અડચણ આવતી નથી. દ્રવ્ય આગમનું સ્વરૂપ.
હવે આગમ અને નોઆગમ એ બે ભેદ દ્રવ્યનિપાના છતાં પણ પહેલા આગમ નામનો ભેદ વિચારવાની જરૂર એટલીજ છે કે ભાવનિપામાં તાત્વિક ભેદ નોઆગમનો હોઈ આગમ નામનો ભેદ સામાન્ય રીતે છે અને તેથી તેમાં આગમ નામનો ભેદ પહેલો કહેવાનો હોઈ નોઆગમ નામનો ભેદ પછીજ કહેવાનો હોય છે, અને તેથી દ્રવ્યનિક્ષેપો કે જે ભાવના કારણરૂપે છે તેના પણ આગમ નોઆગમમાં પહેલો આગમ, નામનો ભેદ કહેવો વ્યાજબી છે. વળી આગમ નામના ભેદનું સ્વરૂપ માલમ પડે પછી નોઆગમનું સ્વરૂપ જાણવું સહેલું પડે અને આગમનું સ્વરૂપ જાણ્યું હોય તોજ નોઆગમનું સ્વરૂપ જણાવતી વખતે નોશબ્દ સાથે હોવાથી આગમનો દેશથી કે સર્વથી નિષેધ કેવી રીતે લેવો તે સમજી શકાય, માટે દ્રવ્ય નિપાના આગમ અને નોઆગમ ભેદમાં પહેલો આગમભેદ લીધો છે તેજ વ્યાજબી જણાય છે.
ઉપર આગમશબ્દથી પાંચ જ્ઞાનોમાંથી શ્રુતજ્ઞાનને લીધું છે અને શ્રુતજ્ઞાન તો વાટ્યપદાર્થને જણાવનારા નામોથી વાગ્યનો બોધ થવો તેનું નામ કહેવાય છે. એટલેકે આગમના સ્વરૂપને અંગે સામાન્ય રીતે વક્તાનો ઉપયોગ તે ભાવશ્રુત અને વક્તાનો શબ્દ તે દ્રવ્યશ્રુત ગણાય એ સ્વાભાવિક છે, અને તેથી દ્રવ્ય શબ્દનો કારણ અર્થ કરીને ઉપયોગના કારણરૂપ શબ્દને માની દ્રવ્યના આગમભેદમાં શબ્દ કહેવો જોઈએ અને તેથી અનુપયોગી વક્તાને આગમથી દ્રવ્યના ભેદમાં લેવો જોઈએ એટલે કે દ્રવ્ય થકી આગમભેદ તેનેજ કહેવાય કે ઉપયોગરહિતપણે બોલવું. જો કે આગમરૂપ જ્ઞાનને અંગે લબ્ધિ અને ઉપયોગ એ બે ભેદ હોઈ, લાંબા સાગરોપમના કાળ સુધી પણ શક્તિનો ટકાવ હોવાથી જ્ઞાનની હયાતી સાગરોપમ સુધી હોય પણ ભાવનો ભેદ વિચારતાં કે ક્ષયોપશમને પ્રધાનપદ ન આપતાં ઉપયોગને પ્રધાનપદ આપવામાં આવે છે અને તેથીજ ભાવના આગમભેદની વખતે જાણનાર અને ઉપયોગવાળો ભાવ આગમ ગણાય એમ કહેવાય છે, કારણકે સાગરોપમ સુધી શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ