Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩૦-૩-૩૪
૨૯૪
શ્રી સિદ્ધચક્ર ખેડાયેલી જમીનમાં બબ્બે ઈંચ વરસાદ થાય તો પણ કચરો થતો નથી, કારણકે પાણી ઝીલી શકે છે, ઉતર્યું જ જાય. જેટલું ઉતરે તેટલું ખેતીમાં ઉપયોગી થાય. તેમ જીનેશ્વરનાં વચનો, ગુરુનાં કથનો, ધર્મનાં આચરણો સાંભળે તે વખતે પરિણમે, કચરો ન થાય. આપણે બે વચન સાંભળીએ તો ડહાપણ ગણીએ, કે બે વચન બોલતાં આવડ્યાં તો બહાદુરમાં ગણાવા માગીએ. ખેડાયેલી જમીનમાં કચરો મુશ્કેલીથી થાય છે, માટે પાંત્રીસ માર્ગાનુસારીના ગુણ કુટુંબને ખેડવા માટે છે, આથી પાંત્રીસ ગુણ ન હોય તો ધર્મ પામે નહિ એમ કહેવું નહિ. કેટલાકોને માર્ગાનુસારી ગુણો લાવવા નથી ને બીજા તે ગુણ વગર ધર્મ પામે તેને ખોટા ગણાવવા છે. અહીં મુદ્દો ધર્મ પોતાને કરવો નથી ને બીજા કરે તે ધર્મને વગોવવો છે.જેમ સ્વાતિ નક્ષત્ર વખતે છીપોલી ખુલ્લી હોય, પાણીનો છાંટો પડયો કે તેનું મોતી થાય છે તેમ આવું સંસ્કારી કુટુંબ હોય તો એક ગુરુનું વચન, તીર્થકરનું કથન, એક ધર્મનું આચરણ બધાને આચરવા, અનુમોદવા લાયક બની જાય. આથી એ અર્થ ન લેવો કે માર્થાનુસારીના ગુણ ન હોય તો ધર્મ કરે છે તે ખોટો છે. માર્ગાનુસારીના ગુણ ન હોય ને સમ્યકત્વ પામેલા હોય, અનુવ્રતો પામેલા હોય, મહાવ્રતો પામ્યા હોય એવાં સેંકડો દષ્ટાંતો જોઈએ છીએ. પ્રભવો ચોર, સ્થૂલભદ્ર, ઈલાચીકુમાર કયા માર્ગાનુસારી ગુણોથી તૈયાર હતા? અનુકરણની પ્રથા
ચોરોને, લંપટીને, ઘાતકીને ધર્મ કઈ રીતિએ મળ્યો છે ? આ ધારણા વાસ્તવિક નથી. પણ આપણા કુટુંબમાં ધર્મનાં બીજ અચલ ફળીભૂત કરવાં હોય તો માર્ગાનુસારીના ગુણથી સંસ્કારિત કરવાની જરૂર છે. ચક્રવર્તીના ચર્મરત્નમાં બળદ જોડવા પડતા નથી. હળથી ખેડવું પડતું નથી. સવારે વાવે ને સાંજે ઊગે. તે ઉપરથી એમ ન કહેવાય કે એ અનાજ નકામું છે. વગર ખેતી, વગર હળ કે બળદે સવારે વાવેલું સાંજે ઊગે તે ઊગેલું ખોટું નથી. આપણે ખેડૂત હોઈ એને વાવીએ તે પણ ખોટું નથી. તો તત્ત્વ એ છે કે ચર્મરત્નમાં વગર ખેતીએ, વગર બળદે કે હળે એકજ દિવસમાં ભલે ખેતી થઈ જતી હતી હોય તે ખેતીને ખોટી કહેવા તૈયાર નથી. પણ અમારે અનાજ ઊગાડવું હોય તો અમારી ફરજ છે કે બળદ, હળ, લાવી ખેડવું આથી વગર પાંત્રીસ ગુણે ધર્મ પ્રાપ્ત કર્યો હોય તેને ધર્મ નથી પામ્યા એમ કહી ન શકાય. એટલું ચોકસ છે કે જીવમાત્ર પોતે ધારી શકતા હો, વગર ધારે કરતા હોય પણ અનુકરણ પોતાના સહચરોનુંજ કરે છે. ઘાંચી ગોલાના છોકરાને રમતા જોશો તો મોટા જે કરતા હશે તેનું અનુકરણ છોકરા કરતા હશે. તમે કલમ બોળીને નામું લખો એટલે તમારાં છોકરાં ગાદી ઉપર બેઠા હોય તો કલમ બોળી ઊંઊં કરતા લીટા કરે છે. તેને અનુકરણ કરવું છે. તો જેમ તમારાં બચ્ચાંઓ આ દુનિયાદારીનું તમારું અનુકરણ કરે છે તેમ ધર્મના સંસ્કાર કુટુંબમાં એવા નાખવા જોઇએ, જેથી તે અનુકરણ કર્યા જ કરે. તમારાં છોકરાં સાધુને દેખી હાથ જોડે છે. તે શાથી? તમારા અનુકરણથી. તેથી કુટુંબ સંસ્કારિત હોવું જોઈએ.