Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક
તા.૩૦-૩-૩૪
જીવન વિતાવી નવો
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના. . જો કે
છે
धर्मोमंगलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः ॥ धर्मः संसारकान्तारोल्लंधने मार्गदेशकः ॥१॥ શ્રી જીનેશ્વરદેવોએ ધર્મ કહો શા મુદાએ?
શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં એમ જણાવી ગયા કે ધર્મને બે પ્રકારના જીવો ગ્રહણ કરે છે. (૧) પૌગલિક સુખની લાલસાવાળા (૨) આત્મકલ્યાણની ઇચ્છાવાળા. શ્રી જીનેશ્વરદેવોએ ધર્મ શા મુદ્દાઓ કહ્યો? દુનિયામાં પણ જે વાકય જે મતલબથી કહેવામાં આવ્યું હોય, તે વાકયનો બીજો અર્થ થતો હોય તો પછી પેલી મતલબને કોરાણે કરી બીજો અર્થ આગળ કરનાર મૂર્ખ બને છે; જેમકે એકે કહ્યું કે દેવદત્ત નવકંબલ (નવી કાંબળી) ઓઢીને આવ્યો છે.” બીજો માણસ નવકંબલ' શબ્દનો તે પ્રસંગનો ‘નવી કાંબળી’ એવો અર્થ જાણવા છતાં પેલાને કહે છે કે તું જૂઠું બોલે છે, દેવદત્તે માત્ર એકજ કાંબળી ઓઢી છે, નવ કાંબલી ઓઢી નથી,” તો એને સમજુ માણસ તો કજીયાખોર અગર લુચ્ચો કહે. એજ રીતે શ્રી જિનેશ્વરદેવે આત્મકલ્યાણને માટે કહેલા ધર્મને રિદ્ધિ સમૃદ્ધિ માટે કહેલો કહેવો તે તેવા છળી (કપટી) મનુષ્યનું કામ છે. એવાઓ કહે છે કે “શાસ્ત્ર તો કહે છે કે “ધર્મ સ્વર્ગ પણ આપે છે, મોક્ષ પણ આપે છે, સરાગસંયમ (વીતરાગતા ન આવે ત્યાં સુધીનું સંયમ), દેશવિરતિ, અકામનિર્જરા, બાલતા વિગેરે દેવલોકનાં કારણ છે; જ્યારે શાસ્ત્રકાર આ રીતે બેય ફળ જણાવે છે ત્યારે તમે ધર્મ મોક્ષ માટેજ કહ્યો છે એમ નિશ્ચયથી કેમ કહો છો?” અનાજ વાવવાથી ઘાસ અને ધાન્ય (અનાજ) બન્ને થાય છે આ વાત જગતમાં સૌ જાણે છે, પણ ઘાસ માટે અનાજ વાવવું એમ કહેનાર કેવો ગણાય? મૂર્ણોજ ગણાય; કારણકે ફળ હંમેશાં બે પ્રકારનાં હોય. (૧) આનુષંગિક (૨) મુખ્ય. સુગંધી લેવા માટે કસ્તુરીનો વેપાર કરવાનું કહેનારને કેવો ગણવો? સુગંધ તો આનુષંગિક ફલ છે. સુગંધ માટે એ વેપાર નથી, વેપાર તો કમાણી માટે છે, મુખ્ય ફળ તો કમાણીજ છે, એ વેપારમાં સુગંધી આવે ખરી પણ તે આનુષંગિક ફળ છે, તેવી રીતે ધર્મનું મુખ્ય ફળ તો મોક્ષ છે; દેવલોક વિગેરે તો આનુષંગિક ફળ છે. જેમ અનાજ કાંઈ ઘાસ માટે ન વવાય તેમ દેવલોક માટે, પૌલિક સુખની પ્રાપ્તિ માટે ધર્મ ન કરાય. ધર્મ મોક્ષ ફલદાયક ન માનતાં પૌલિક ફળ માટે માને, મુખ્ય ફળની અવજ્ઞા કરી આનુષંગિક ફળ માટે ધર્મ કરે ત્યાં મિથ્યાત્વ છે. મોક્ષનું ફળ માની