Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૦.
તા: ૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર કરાતી ધર્મક્રિયામાં બીજાં ફળ મળે જાય તેમાં મિથ્યાત્વ નથી; ધર્મ મોક્ષદાયક છે એવી માન્યતા રૂંઆડે રૂઆડે વસેલી હોય તો સમ્યકત્વ, ધર્મ આત્માનું કલ્યાણ કરનાર છે, ધર્મનું ફળ મોક્ષજ છે એ ધારણા ન હોય ત્યાં કેવળ મિથ્યાત્વ છે. આજ કારણે અનંતી વખતે દ્રવ્યચારિત્ર પાળ્યા છતાં જીવ સમકિતિ ન ગણાયો, કેમકે ધર્મથી મોક્ષનુજ ફળ અંતઃકરણમાં વસવું જોઈએ તે વર્યું નહિ.
સમકિતિને સંપત્તિ વિપત્તિરૂપ થાય ચક્રવર્તીપણું આવ્યું હોય તો એને વધારે ભય લાગે, કેમકે બાવીશ જણા ટાંગાટોળી કરીને નરકે લઈ જનાર છે એમ સમજે છે. સાધુઓની ફેકટરીની સંસ્થા.
ભરત ચક્રવર્તી પોતાને હાર્યો' કહેનારા શાથી રાખતા એ આથી સમજાશે. ચક્રવર્તીના કોશમાં હાર” શબ્દ ન હોય. વાત તદ્દન સાચી છે. દેવતાઓ પણ એને હરાવી શકતા નથી, કેવળ ભુજાબળ પર તેઓ મુસ્તાક છે એવા ચક્રવર્તીઓ પણ હાર્યો શબ્દથી હાર સાંભળવા શી રીતે તૈયાર થયા હશે! અરે ! ચક્રવર્તીને “હાય” એવું કોણ કહે? તમે તમારા નોકરને તમને મૂર્ખ કહેવા કહો તો કહે ખરો? ત્યારે એ ચક્રવર્તી બીજા પાસે પોતાને હાર્યો શી રીતે કહેવરાવી શકતા હશે ! એ વિચારો ! ભરતા ચક્રવર્તીને, તેઓએ તેટલાજ માટે નીમેલાઓ શું સંભળાવતા હતા? “તમે હાર્યા! ભય વધી રહ્યો છે, તમારા માથે ભયનાં વાદળ ઝઝૂમી રહ્યાં છે. ચક્રવર્તી પાસે આવું કોણ બોલે? આવું કહેનાર જગતમાં કોઈ ન મળે. સૌ કોઈ એને રાજી કરી રિદ્ધિ મેળવવાની ઇચ્છાવાળા હોય. સિંહનું નાનું બચ્યું પણ ધડાકો કરે. એજ રીતે એમને એવું કહી શકે એવાની એવું કહેવા માટે નીમણુંક કરી હતી અને એ માટે તો એક સંસ્થા ખોલી હતી. કહોને કે સાધુ ઉત્પન કરવાની ખાણ અગર નિશાળ ખોલી હતી. શ્રાવક બે પ્રકારના હતા. શ્રાવક તથા અભિગમ શ્રાવક. અભિગમ શ્રાવકો માટે એ સંસ્થા હતી, તેઓ એમાં રહે, ચક્રવર્તીને રોજ જ્યાં મળે ત્યાં પેલો શ્લોક સંભળાવે, અને બ્રહ્મચર્ય પાળે, અગર તેમ કરવા અસમર્થ હોય તો પોતાને જે સંતાન થાય તેને આઠ વરસની વય થતાં છોકરાને સાધુ પાસે મોકલે તથા છોકરીને સાધ્વી પાસે મોકલે. એ સંતાનમાં જેઓ દીક્ષા લે તેઓ તો ગયા, તરી ગયા, ઉત્તમ પણ દીક્ષા લેવા અસમર્થ હોય તેનું શું? કેમકે બધા જીવો સરખા પરિણામવાળા હોતા નથી. અરે ! તમારા ઘરમાં જુઓને! એક છોકરો શહેરે ગયા વગર ખાતો નથી જ્યારે બીજાને દહેરે જવાનું મન થતું નથી. ત્યાં કર્મ પ્રચ્છન્નપણે કાર્ય કરી રહેલ છે.જગત આખામાં, સગાંસંબંધીમાં, લેવાદેવામાં, સર્વત્ર કર્મસંસ્કારજ કામ કરે છે. કમળા ગામમાં રહેલા તેઓએ ગાયકવાડ થવામાં કયો ઉદ્યમ કર્યો હતો? મોટા રહ્યા, નાના રહ્યા ને વચલા શાથી ગાયકવાડ સરકાર થયા? માટે એમાં કર્મજ કારણભૂત છે. રોગીપણું, નીરોગીપણું, સંયોગોની અનુકૂળતા, પ્રતિકૂળતા વિગેરે કર્માનુસાર થયા કરે છે, તેથી કેટલાક કર્મવશા દીક્ષા લેવા તૈયાર ન થાય તેઓ પાછા અભિગમ શ્રાવક તરીકે એજ સંસ્થામાં જોડાતા, અને એમનો પણ એજ કાર્યક્રમ, એમને માટે પણ એજ નિયમો, એ પણ