Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૩
તા.૩૦-૩-૩૪
શ્રી સિદ્ધયક રાણી થવું છે કે દાસી? ભેદી પ્રશ્ન !
માતાઓ સભામાં પોતાની પુત્રીઓને કૃષ્ણ પાસે મોકલતી હતી તે શા માટે? સારા વરની પ્રાપ્તિ માટે. કૃષ્ણજી ત્યાં પૂછે છે કે રાણી થવું છે કે દાસી? દાસી થવાનું કોણ માગે? સીધી વાત છે કે હરકોઈ રાણી થવાનું જ પસંદ કરે અને એજ માગે. કોઇપણ છોકરાને પૂછો કે તું ડાહ્યો કે ગાંડો ?' તો ડાહ્યોજ કહેશે. આવા પ્રશ્નો પોતાનો ધારેલો ઉત્તરજ અપાવનારા છે. રાણી થવાનું કહેશે એ ઉત્તર પોતાનો પ્રથમથીજ નિશ્ચિત હોય; એ ઉત્તર એનાજ મોઢેથી કબુલ કરાવી (કઢાવી) તરત કૃષ્ણ મહારાજા કહેતા કે-રાણી થવું હોય તો ભગવાન નેમનાથ સ્વામી પાસે દીક્ષા લ્યો. વિચારો કે માતાએ વર માટે મોકલી છે, પોતે વર માટે આવેલ છે, કૃષ્ણજીના પિતાના) પ્રશ્નના જવાબમાં પોતે રાણી થવાનું કહ્યું છે, આમાં ધર્મનો-ત્યાગનો-વૈરાગ્યનો-દીક્ષાનો કાંઈ સંબંધ છે? છતાં કૃષ્ણજી આ રીતે ભગવાન પાસે દીક્ષા લેવાનું શી રીતે કહે છે ? ત્રણે ખંડના સોળ હજાર મુકુટબદ્ધ રાજાઓ, ભલે પોતપોતાના દેશના રાજા છે પણ પોતાના (કૃષ્ણજીના) તો તાબેદાર (દાસ) છે ને માટે ગમે ત્યાં પરણાવે તો પણ એ દાસીપણું જ છે એમ વિચારી કૃષ્ણજી આગળ વિચારે છે કે ત્યારે રાણીપણું કયાં?
જ્યાં હું પણ હાથ જોડું ત્યાં એવું સ્થાન કયું? દીક્ષા. ભગવાન પાસે દીક્ષા લે પછી તો પોતાને પણ હાથ જોડવાનાજ છે, શિર નમાવવાનું જ છે. આ રીતે કૃષ્ણજી કહેતા કે રાણીપણું માગ્યું છે તો રાણીપણાના માર્ગે જાઓ-ભગવાન પાસે દીક્ષા લ્યો. દીક્ષાનો પ્રસંગ ઉભો કોણે કર્યો? કૃષ્ણ મહારાજા માનતા હતા, સમજતા હતા કે જે પોતાને વહાલાં હોય તેને ઉત્તમ ચીજો આપવી તો પુત્રીઓ વહાલી છે માટે એને ઉત્તમ એવી દિક્ષા અપાવવી. આ રીતે પોતે છ છોકરીને દિક્ષા અપાવી. પછી સાતમીનો વારો આવ્યો ત્યારે એ છોકરીને એની માતાએ એવું શીખવીને મોકલી હતી કે રાણી થવાનું માગવું નહિ, દાસી થવાનું માગી લેવું. એ છોકરીએ એવી માગણી કરી; અહીં પોતાનો ઘડેલો ઉત્તર ઉડી ગયો, કેમકે બીજાની શીખવણી આમાં ભળી છે. હવે શું કરવું? આ વાત જાણીતી છે. કૃષ્ણજીએ વિરાસાળવીને ઉભો કર્યો, કૃષ્ણની પુત્રી સાથે પોતાનાં લગ્ન થાય એવી એને સ્વપ્નામાં આશા કયાંથી હોય? તો ઈચ્છા તો હોયજ શાની? અને જ્યાં આશા કે ઈચ્છાની સંભાવના ન હોય ત્યાંથી એ વાત નીકળે કયાંથી? પિતાનો આ બળાત્કાર કેવો?
કૃષ્ણજીએ બળાત્કારે એ વાત ઉભી કરી. વિરાસાળવીને એકાંતમાં લઈ જઈને કૃષ્ણજીએ પૂછયું કે જીંદગીમાં કોઈ પણ પરાક્રમ કર્યું છે? વીરાસાળવીની ખોટું પરાક્રમ કહેવાની તાકાત શી? સ્પષ્ટ કહ્યું કે મેં કાંઇપણ પરાક્રમ કર્યું નથી. વાસુદેવે જેને પોતાની દીકરી દેવી તેનાં પરાક્રમો તો જાહેરમાં જણાવાં અગર જણાવવાં જોઇએને ! ફરી વાસુદેવે પૂછયું કે-“સવારથી અત્યાર સુધી શું શું કર્યું તે કહે ! વીરાસાળવીએ કહ્યું: “સવારના જંગલ ગયો હતો તે વખતે પાળ ખસી ગઈ હતી તે બરાબર કરી, કાચંડો આવ્યો હતો તેના પર પથરો ફેંકયો જેથી એ મરી ગયો અને ઘડામાં માખીઓ ભરાયેલી હતી તેના ઉપર હાથ મૂક્યો તો ઉડીને ગણગણાટ કરવા લાગી.” કૃષ્ણજીને તો પોતાની એ છોકરીને