Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા.૩૦-૩-૩૪
૨૦૫
જુગારીની ભાવી દશા.
પાંડવ વિગેરે તો મેલો જુગાર રમતાં તમે સફાઇનો જુગાર કાઢયો, ધોયેલો, સટ્ટો. તેમાં આદમીનું અનુકરણ બૈરાંઓ પણ કરે. એથી શી દશા થાય છે તે વિચારજો. તમારું અનુકરણ તમારાં બાળબચ્ચાં કરવાનાં. તેનું ફળ, તમારાં ઘરેણાં ચોરીને એજ ચાલે ચાલવાનાં. મહેતાજી શીખવે તેવુંજ વિદ્યાર્થી બોલવાનો. તમે છક્કાપંજામાં ઉતરો છો, તમે એકલા જુગારમાં નથી રહેતા, પણ આગળ ધ્યાન દેજો. એક જગ્યા ઉપર એક મનુષ્ય જાળ લઇને જાય છે. માથે કાંઇ નથી. શરીરે બીજું કાંઇ નથી. છેટેથી કોઇકને સંતપુરુષ લાગ્યો. પેલો કહે છે, હે આચાર્ય, તમારું લુગડું જીર્ણ થયું છે. આટલું છતાં, આ સાતે વ્યસનનો પૂરો છતાં સાચું બોલનાર હતો. તેણે કહ્યું, આ મારી કંથાગોદડી નથી, પણ માછલાં મારવાની જાળ છે. પેલાએ દેખ્યું કે આ સાચું બોલનાર છે. ભલે જાળ છે. અરે ! તું મત્સ્યો, માંસ ખાય છે ? એકલાં માછલાં નથી ખાતો પણ દારૂમાં બોળી દારૂના ઘુંટડા સાથે ખાઉં છું. અરર ! તું દારૂ પીએ છે ? એકલો નથી દારૂ પીતો, વેશ્યા સાથે રહું છું ત્યારે પીઉં છું. અરે ! વેશ્યાગમન કરે છે ? શત્રુના ગળે પગ દઇને જાઉં છું. પેલાને અત્યંત આશ્ચર્ય થયું કે આટલામાંથી મત્સ્યમાંસ ખાનારો, વેશ્યાને ત્યાં જનારો, શત્રુને મારનારો થયો.
તારા જેવાને શત્રુતા કોની સાથે હોય ? વિજાતીયમાં શત્રુતા મિત્રતા શોભતી નથી. તારી તરફ શત્રુવટ રાખે કોણ ? સરકાર ફાંસી દે તો મરે ત્યાં સુધી, મરી ગયા પછી ફાંસીથી ઉતારી મેલે છે. આ કર્મની કટારમાં કપાઇ મરેલાને શત્રુતાની ફાંસી પર કોણ રાખે ? જેને જેને ઘેર ખાતર પાડું તે વખતે તો મારી પર શત્રુતા ધરેને ? તું ચોર જણાય છે. તો કહે છે કે છે તો ખરું. માંસ દારૂ સાથે ખાવું છે, કફન પહેરવી છે તો ચોરીનુ શું કામ છે ? તો કહે છે કે, હું જુગાર રમું છું, જુગારમાં આઘુંપાછું થાય તો ભરવું કયાંથી ? સટ્ટો કરવા માંડે, જાય, પછી દેવા કયાંથી ? ઉઠાવી લીધી, ફલાણો આવ્યો હતો ઢીંકણો આવ્યો હતો એમ કહે. જુગારને અંગે કઈ દશામાં જઈ પડે છે ? જુગારને ચોરીને બહેનપણું છે. ચોરી સાથે લુચ્ચાલફંગાની સોબત થવાની. ઉત્તમ સોબત જુગારીને ગમવાની નહિ. હંમેશા બધાની સ્થિતિ સરખી નથી તે કબુલ કરશું, પણ તે પહેલાંના અંતરાયને લીધે તેવી સ્થિતિ છે, પણ તે હાથચાલાકી તે અંતરાય તોડવાનો રસ્તો નથી.
તમારી આબરૂ ખાતર લોકો આબરૂ, ચોરી, ખરાબીને સહન કરશે, પણ કયાં સુધી ? છેવટે આબરૂ જુગારમાં જવાની. સાચુ ચોરશે કોથળીમાંથી તો વહુ ચોરશે સાસુમાંથી. જુગાર, ચોરી ઘરમાં ઘાલવી હોય તો જુદી વાત, નહિતર માર્ગાનુસારીના ગુણ આખા કુટુંબને સંસ્કારિત કરવા માટે છે, ઘરમાં સાપ પેઠો કે ડર લાગ્યો. એ જુગારને લીધે આવતી બદબો નજરે જોવી પડે. તે પહેલેથી આવતો કુસંસ્કાર ન રોકયો તેથી, માટે પાંત્રીસ ગુણથી કુટુંબ એવું ખેડી નાખો કે જેથી એક નાનું બચ્ચું એક ગુણવગરનું ન હોય. તેવા વખતમાં ગુરુનું એક વચન અસર કરનારું થાય. જે સાંભળી ખંખેરી નાંખો છો તેનું એકજ કારણ કે માર્ગાનુસારીના ગુણના સંસ્કાર કુટુંબમાં પેઠા નથી. ઘરમાંથી ચીજ