Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૮૭
તા.૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક કાર્યોમાં ઉપકાર કરનાર મિત્ર અને વિદન કરનાર શત્રુ તરીકે જે ગણવામાં આવે છે તે પોતાના શુભાશુભ ઉદયના કારણરૂપ હોવાથી ઔપચારિક છે.) પ્રશ્ન ૬૫૪-જેવી રીતે સાપ અને અગ્નિ દેખતાં સાથે ભયંકર લાગે છે, સુવર્ણાદિક દેખતાં સાથે મનોહર અને ગ્રાહ્ય લાગે છે અને તેથી હઠવાનું અને ગ્રહણ કરવાનું તત્કાળ થાય છે, તેવી રીતે આશ્રવ કે પાપથી હઠવાનું તથા સંવરનું ઉપાદેયપણું જાણું માન્યું છતાં સાપ અગ્નિની માફક તત્કાળ તેની હેયતા સુવર્ણની માફક ઉપાદેયતા આશ્ચવ અને સંવરની કેમ થતી નથી? સમાધાન-સાપ અને અગ્નિનો ભય નિરંતર તેનો અભ્યાસ હોવાથી તથા સુવર્ણાદિકનો મનોહરપણાનો અભ્યાસ હંમેશા સ્મૃતિપથમાં હોવાથી તત્કાળ હઠી જવાય છે તથા ગ્રહણ કરાય છે જ્યારે આશ્રવ સંવર ભયંકર અને મનોહર જાણ્યા છતાં, માન્યાં છતાં, સાપ, અગ્નિ કે સુવર્ણની માફક ભયંકરતા અને મનોહરતા થતાં વાર લાગે છે કારણકે સાપ અને અગ્નિની ભયંકરતા અને સુવર્ણની મનોહરતા આત્મામાં ઓતપ્રોત થઈ ગઈ છે જ્યારે પાપ અને આશ્રવની ભયંકરતા સંવરની મનોહરતા અથવા પર ઈષ્ટ પરિણામોનું ઓતપ્રોતપણું થયું નથી; કારણકે સાપ અને અગ્નિને દેખતાં સાથે તેના ભયંકર પરિણામો અને સુવર્ણાદિક દેખતાં સાથે તેના ઇષ્ટ પરિણામો સીધા ખ્યાલમાં આવે છે ત્યારે આશ્રવના ભયંકર પરિણામો અને સંવરના ઈષ્ટતર પરિણામો શાસ્ત્ર વચનો તેના અર્થો તેની શ્રદ્ધા ધારાએ તેમજ તેના નિરૂપણ કરનાર મહાપુરુષની પ્રમાણિકતાદ્વારા એ ખ્યાલવા પડે છે અને તેથી તે બેનો હેયોપાદેયપણાનો ફરક પડે છે.
ગ્રાહકોને સુચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બકીમાં આખા શરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલા પાના છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી, તેમજ બાઈન્ડીગ પણ બેદરકારીને લઇને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મલ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું.
લી. તંત્રી