Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૦૦
સર્વપાપનો નાશ કરનાર નવકાર, સવ્વકમ્મપણાસણો સવ્વપુર્ણાપણાસણો કહી દો ! તે કેમ નથી કહેતા ? તમારે તો પુન્ય પણ નાશ કરવા લાયક ગણવું છે. કેટલાક તેરાપંથીઓની આ માન્યતા છે. પણ નવી વહુને રસોઇના નામે ચુલો સળગાવવો નથી પણ તેમને પૂછી લો કે મોક્ષમાં ૧, ૨, ૩, ૪, ઇંદ્રિયવાળા કે જાનવર કે તિર્યંચ જાય ખરા કે ?
પુન્યની સહાયતાથી મોક્ષ મળે છે.
માત્ર મનુષ્યજ મોક્ષે જાય છે તો જીવપણું બધામાં સરખું છે. દેવતા, મનુષ્ય, તિર્યંચ કે નારકી બધામાં મનુષ્યપણું સરખું છે છતાં બધામાં મોક્ષની લાયકાત કેમ નહિ ? આ ફરક પુન્યનો છે. એક ઇંદ્રિયવાળા કરતાં બે ઇંદ્રિયવાળાનું પુન્ય વધારે, એથી ત્રણ ઇંદ્રિયવાળાનું પુન્ય વધારે, એથી ચાર ઇંદ્રિયવાળાનું, એથી જાનવરનું વધારે, પુન્યની રચનાનું તમારે કામ નથી તો એકેંદ્રિયમાં મોક્ષ કેમ નથી માનતા ? હવે છેલ્લી હદમાં જઇએ. પંચેંદ્રિયપણું, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, પ્રથમ સંઘયણ વિગેરે સામગ્રી હોય તોજ મોક્ષ મળે. આમાંથી એકપણ ચીજ ઓછી હોય તો મોક્ષ ન મળે, આ બધી સામગ્રી પુન્યથીજ પ્રાપ્ત થાય છે. જગતના તમામ ધર્મગુરુઓ પાપથી બચાવે. આ બિચારા મુન્યથી લોકોને હઠાવે. એ જો વાસ્તવિક હોય તો પાવપ્પણાસણોની જગા પર પુછ્યાંણું પણાસણો પણ કહેવું હતું, પુર્ણનિગ્ધાયણ્ણાએ કહેવું હતું. શાસ્ત્રકારો જણાવે છે કે દરેક આસ્તિકો મોક્ષ પ્રાપ્તવ્ય છતાં મોક્ષ પુન્યની મદદ વગર કોઇ દિવસ મેળવાતો નથી પુન્યના કારણ છોડવા હોય તો સાધુને દાન દેનારો શ્રાવક વધારેમાં વધારે ક્યાં જાય ? બાર વ્રતધારી શ્રાવક, સમ્યક્ત્વધારી શ્રાવક ક્યાં જાય ? બારમે દેવલોકે જાય. વ્રતોના, દાનના, સમ્યક્ત્વના પ્રભાવે બારમાથી આગળ કોઇ જઇ શકતો નથી. પહેલાના તપ સંયમે કરી દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થાય છે. હવે જો તમારું તપ, સંયમ પુન્યનું કારણ થશે માટે વ્રત, નિયમ, સંયમ, ઓઘાને કોરણે મૂકો. તમારે પુન્યના કારણને દેશવટો દેવો છે. વ્રત મહાવ્રત, સમકિત, દાન વિગેરેને દેશવટો દો, તમારી અપેક્ષાએ સાધુપણું નકામું, કારણ એથી પુન્ય બંધાશે. સાધુપણામાં જે ઉત્તમતા તે હિંસા, જાઠ, ચોરી, સ્ત્રી, પરિગ્રહના ત્યાગથી, તમે ૫૦ કે ૧૦૦ વરસ કે દેશોના ક્રોડ પૂરવ સુધી બ્રહ્મચર્ય પાળ્યું. નિષ્પરિગ્રહી રહ્યા. પરિણામે દેવલોક ગયા. બ્રહ્માનું ફળ અબ્રહ્મ, ત્યાગનું ફળ ભોગ, સાગરોપમ સુધી અબ્રહ્મ. જેમ જેમ વધારે સાધુપણું પાળે તેમ તેમ ભોગી વધારે થવાના. જેમ સાધુપણાનો પર્યાય વધારે તેમ દેવલોકની સંપત્તિ વધારે. પર્યાય ઓછો તેમ સંપત્તિ ઓછી. જેમાં પરિણામે અબ્રહ્મ આવવાનું, જે ત્યાગના પરિણામે ભોગ આવવાના તે ત્યાગને, બ્રહ્મને તિલાંજલી આપો. કાંકરા છોડી કોહીનૂર લેવાના. કોહીનૂરના કારણ સારા ન લાગે તો કાંકરા પકડી રાખવા વધારે સારા છે. પુન્યને ખરાબ ગણનારાએ સાધુપણું કોરણે મૂકવાનું. પુન્ય પવિત્ર કાર્યથી થાય તે કાર્ય છોડવાનું નથી. આ સિદ્ધાંત હોવાથી સાધુપણાથી ભલે દેવલોક થશે, ભલે દેવલોકની રિદ્ધિ મળે તેથી સાધુપણું છોડવા લાયક નથી. આ સ્થિતિ કબુલ કરાય તો ફલાણાથી પુન્ય બંધાય છે માટે એ કામ ન કરવું તે વાતને જૈન શાસનમાં રહેનારો અનુસરે નહિં. હજી પુન્યબંધને અંગે બેદરકારી રાખવી હોય તેવો કોણ ?