Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ર૫૩
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર પ્રશ્ન ૬૪૫- બાહુબળજીએ નાના ભાઈઓને વાંદવા પડશે માટે કેવળજ્ઞાન ઉપજાવવા કાઉસગ્ગ કર્યો એમ કહેવાય છે તો દીક્ષિત એવા મોટા ભાઈને દીક્ષિત એવા નાનાભાઈને વાંચવાનું હોતું નથી. એ વ્યવસ્થા તે વખતે શું નહિ હોય? - સમાધાન- દીક્ષિત એવો મોટાભાઈ દીક્ષાપર્યાયે નાનો છતાં પણ દીક્ષિત એવા પર્યાયથી મોટા એવા નાનાભાઈને વંદણા કરે નહિં, એ વ્યવસ્થા ભગવાન ઋષભદેવજીના શાસનમાં પણ હતી કારણ કે પ્રથમ તીર્થકરના શાસનમાં દશે કલ્પની વ્યવસ્થા નિયમિત જ છે. તત્વથી નાનાભાઈઓને કેવળજ્ઞાન થઈ ગયું હશે તેથી તેવા નાનાભાઈઓને હું તેવા જ્ઞાન વગરનો છદ્મસ્થ છતો કેમ દેખું? એમ ધારી પોતાની મહત્તા જાળવવાના અભિમાનથી કેવળજ્ઞાન સુધી કાઉસગ્ગ રહેવાનો વિચાર કર્યો છે, માટે માનમાં બાહુબળજીનું દાંત દેવાય છે, આ વાત આચારાંગ ૧૩૩માં પત્રના લેખનથી સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન ૨૪૬- ૧૪ ઉપકરણ સિવાયના ઔપગ્રહિક ઉપકરણો રાખવાનું મૂળ અંગમાં વિધાન છે?
સમાધાન- ભગવતી સૂત્રમાં સંથાર, દાંડો વિગેરેનું જે વિધાન છે તે ઓપગ્રહિક ઉપકરને સૂચવનારું છે, વળી આચારાંગમાં પણ ૩૪ia એ પદની સાથે કહેલા કટાસન શબ્દ પણ ઔપગ્રહિક ઉપકરણો સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૬૪૭ - હિંસાદિક પાપસ્થાનકોમાં ઉપસર્ગ નહિ રાખતા પરિગ્રહ નામના પાપસ્થાનકમાં ઉપસર્ગ રાખવાનું કારણ શું?
સમાધાન - જેમ હિંસા, જૂઠ ચોરી, મૈથુન આ પાપસ્થાનકોમાં પ્રાણ વિયોગાદિ માત્રને હિંસા કહેવામાં આવે છે. તેમ અહીં વસ્તુ લેવા માત્રને પરિગ્રહ કહેવામાં આવતો નથી. જ્ઞાનાદિમાં ઉપકાર કરનાર વસ્તુરૂપ ઉપકરણ લેવાય તેને પરિગ્રહ કહેવાતો નથી અને તેવા ઉપકરણમાં પણ આ આચાર્યનું છે અને ગચ્છનું છે એમ નહીં ધારતાં જે મારાપણું ધારે તે પરિગ્રહ છે, જે જણાવવા માટે પરિ’ ઉપસર્ગની જરૂર છે અર્થાત્ ધર્મોપકરણો પણ નિર્મમત્વ બુદ્ધિથી જ્ઞાનાદિકની વૃદ્ધિના ઉદ્દેશથી જ ધારણ કરાય તે પરિગ્રહ નથી. બાકી ધપકરણ સિવાયની વસ્તુ લેવી તે તો પરિગ્રહ જ છે.
પ્રશ્ન ૬૪૮ - અવગ્રહ કેટલા પ્રકારના છે? તેનો બાધ્યબાધક ભાવ ને શબ્દાર્થની ઘટના શી રીતે ?
સમાધાન-દેવેન્દ્ર-૧, રાજા (ચક્રવતિ)૨, ગૃહપતિ (સામાન્ય રાજા)૩, શય્યાતર (મકાનો માલીક)૪, સાધર્મિક (સાધુ)પ એવી રીતે પાંચ અવગ્રહો હોય છે. તે પાંચ અંગ્રહોમાં પૂર્વ પૂર્વના અવગ્રહો પાછળ પાછળના અવગ્રહોથી બાધિત થાય છે એટલે દેવેન્દ્ર અવગ્રહ આપ્યા છતાં ચક્રવર્તિનો અવગ્રહ ન મળ્યો હોય તો દેવેન્દ્ર અવગ્રહ મળેલો પણ નકામો ગણાય, એવી રીતે યાવતું સાધુનો અવગ્રહ ન મળ્યો હોય તો દેવેન્દ્ર વિગેરેના અવગ્રહો મળેલા હોય તો નિરર્થક ગણાય.
(પ્રાચીન કાળમાં જગાની માલીકી કેવળ રાજાની જ રહેતી હતી પણ સામાન્ય ગૃહસ્થો જગાની માલીકી ધરાવતા ન હતા, તેથી ગૃહપતિ શબ્દથી અહીં રાજા લીધેલો છે.) | (શય્યાતર કરતાં સાધર્મિક જુદા લીધેલા હોવાથી શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સાધર્મિક શબ્દ વપરાય છે ત્યાં
ત્યાં સાધુઓ જ લેવાય છે. આ વાત સહેજે સમજાય તેવી છે, માત્ર શ્રાવકને ઉદ્દેશીને કહેવાતા અધિકારમાં સાધર્મિક શબ્દથી શ્રાવકો લઈ શકાય પણ સાધુના અધિકારમાં વપરાયેલા સાધર્મિક શબ્દથી શ્રાવકો ન લેવાય. આયરિય ઉવજઝાએમાં પણ સાહસ્મિએ એ શબ્દથી સાધુઓ જ લેવાયેલા છે.