Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૧
તા. ૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર
૧૦૦૧ મેલાવસ્ત્રમાં કંકુનો રાગ પરિણમતો નથી, તેવી રીતે ભારે કર્મી જીવોમાં જિનવચનના પરમાર્થ પરિણમતાં નથી.
૧૦૦૨ દીક્ષાના રાગ માત્રથીજ દીક્ષાને લાયક ગણેલા છે એવું ધર્મસંગ્રહકાર કહે છે.
૧૦૦૩ ધર્મબિંદુ-પંચવસ્તુક અને ધર્મસંગ્રહના વાકયો પરસ્પર વિરોધી ન બને, અને શાસ્ત્રકારના ઉંડા આશયને સ્પર્શન કરે તેવી સાવધનતાપૂર્વક વિચારો અને તદનંતર વાણીમાં અને વર્તનમાં મુકો. ૧૦૦૪ અસાધ્ય રોગથી રીબાતા રોગીની દવા કરનારો વૈદ્ય પોતાના આત્માને અને રોગીને દુઃખમાં પાડે છે; તેવી રીતે ભવરોગ અસાધ્ય છે એમ કહીને ખોટો બચાવ ન કરો !
૧૦૦૫ શરિણ ઉપર ચઢેલા હીરા મુગટની શોભામાં વધારો કરે છે, તેવી રીતે પરિસહ અને ઉપસર્ગની કસોટીમાં પસાર થયેલા આત્માઓ શાસનની શોભામાં વધારો કરે છે.
૧૦૦૬ રજોહરણ, મુહપત્તિ આદિ ધર્મસાધન સિવાયની વસ્તુમાં મૂર્છા તે બાહ્યપરિગ્રહ.
૧૦૦૭ મિથ્યાત્વ એ પણ વસ્તુતઃ અત્યંતર પરિગ્રહ છે.
૧૦૦૮ “પરિગ્રહ” શબ્દમાં પરિ ઉપસર્ગના પરમાર્થને નહિ પિછાણનાર દિગંબરમતાવલંબીઓ ઉપકરણોને અધિકરણો તરીકેની જાહેરાત કરી વિદ્વત્પરિષદમાં હાંસીપાત્ર ઠરે તેમાં નવાઇ નથી !
૧૦૦૯ પ્રવ્રજ્યા, નિષ્ક્રમણ, સમતા, ત્યાગ, વૈરાગ્ય, ધર્માચરણ, અહિંસા અને દીક્ષા એ પાવનકારી પ્રવ્રજ્યાના એકાર્થિક નામોના પરમાર્થને પકડનાર દીક્ષાનો વિરોધ કરી શકતો નથી.
૧૦૧૦ શિષ્યના પ્રમાદ કાર્યોને દૂર કરનારા પરમ ગુરૂવર્યો ગુરૂપદને શોભાવે છે.
૧૦૧૧ સંસારમાં અનાદિકાળના પ્રમાદમય અભ્યાસતી થતી સ્ખલનાઓના સપાટામાં શિષ્યવર્ગ સપડાયો છે.
૧૦૧૨ સ્ખલના માત્ર નિમિત્તરૂપ ગણી શિષ્યના દુષ્ટપણા પર ભવભીરુ ગુરૂવર્યોએ ઉદ્વેગ કરવો તે અસ્થાને છે.
૧૦૧૩ સારા-જાતિવંત ઘોડાને કેળવવાવાળા સેંકડો સારથિઓ સંસારમાં છે, પણ દુષ્ટ-હીણ જાતિવંત ઘોડાને કેળવવાવાળા સહનશીલ અને સમજી સારથિઓ ઘણીજ અલ્પ સંખ્યામાં હોય છે; તેવીજ રીતે અણસમજી સામાન્ય કુળમાં ઉત્પન્ન થયેલા, અજ્ઞાન અને અણસમજી હોવા છતાં તે પ્રવ્રુજિત શિષ્યોને કેળવણી આપનારા સહનશીલ સમર્થજ્ઞાતા અને સ્વપર હિત ચિંતક સારથિઓ અલ્પસંખ્યામાં હોય તેમાં આશ્ચર્યને સ્થાન નથી !