Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૩-૨-૩૪
૨૨૯
શ્રી સિદ્ધચક્ર આરાધે તો સમ્યકત્વને અડચણ આવતી નથી. ભગવાનની મૂર્તિ પાસે સંબરિસી વિગેરે બોલો છો તો મૂર્તિસર્વજ્ઞ સર્વદર્શી છે? આરોપ કર્યો ! તત્ત્વથી જુઠું હોય તો આરોપ કર્યો કહેવાય? ના, અર્થાત્ આરોપ કરતાં પણ શીખવું જોઈએ. તીર્થંકરની આરાધના વગર વિસ્તાર નથી. વિસ્તાર કયારે? તીર્થકરની ભક્તિથી. વિસ્તાર કરનાર ભક્તિ. વસ્તુતઃ પાષાણ મૂર્તિ છતાં સત્ય વસ્તુ સ્વરૂપે સર્વજ્ઞનો આરોપ કર્યો છે તેથી મોક્ષ મળી શકે છે. ભગવાને ભક્તિ કરવાનું પોતાના બહુમાન માટે કહ્યું? નહીંજ- (સભામાંથી). અનંત સંસારથી બચવા માટે ભક્તિનું વિધાન છે. ભવભ્રમણથી બચવા માટે તીર્થકરની મૂર્તિની પૂજા કરવાની. અભવ્ય કે મિથ્યાદેષ્ટિ સ્વરૂપે કુગુરૂ છતાં, એમ (કુગુરૂ રૂપે) માલુમ ન પડે ત્યાં સુધી સુગુરૂ માનો તો સમ્યકત્વ કે મિથ્યાત્વ? કહેવું પડશે. કે સમ્યકત્વ. ભવભ્રમણથી બચાવે એ સુગુરૂ, આ મુદ્દાએ સુગુરૂ ખોળતાં કુગુરૂ આવી ગયા છતાં સમ્યકત્વને અડચણ નહીં આવે. અનાદિથી ભવભ્રમણના ભયના અભાવે શુદ્ધ દેવાદિથી પણ લાભ ન થયો. પૂજામાં હિંસા છતાં ધર્મ સ્થાપ્યો. અનાદિ ભવભ્રમણનો ભય હશે તોજ યેન કેન પ્રકારેણ સમ્યકત્વના મૂળ પાયામાં આવી શકાશે, અને અનુક્રમે આત્માનો ઉદ્ધાર થશે અને તે બીનાઓ સ્પષ્ટ કરતાં પહેલાં ધર્મ ઉત્કૃષ્ટ મંગલ સ્વરૂપ છે એ વિચારવું આવશ્યક છે તે હવે પછી.
એક સમાલોચના
:
નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો, અને આક્ષેપોના સમાધાનો અત્રે અપાય છે.
૧ કોઇપણ પત્ર અગર પત્રકાર વગેરેની સમાલોચના કરાય તેમાં તેઓને અમો અન્યાય આપીએ છીએ કે ઉતારી પાડીએ છીએ એમ સમજવાની ભૂલ ન થવી જોઈએ.
૨ સમજ ફેર બાબતોને સુધારવી તે તો દરેકની અનિવાર્ય ફરજ છે.
૩ શાસ્ત્રકારોના આશયવિરૂદ્ધ પ્રગટ થતાં સાહિત્યની સમાલોચના કરવી તે આવશ્યક છે છતાં સમાલોચનામાં શાસ્ત્ર વિરૂદ્ધ લાગે તો ખુશીથી જણાવવું. (પત્ર શ્રી પુન્ય વિ. વઢવાણ)
૧ શ્રી તત્ત્વાર્થમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓને અનપવર્તનીય આયુષ્યવાળા જે માન્ય છે, તે બીના પર્યાપ્તપણું પ્રાપ્ત થયા પછી માટે સમજવાની છે; કારણ કે તેઓ (અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓ)નું આયુષ્ય ઘટે તો અપર્યાપ્તપણામાંજ ઘટીને અંતર્મુહૂર્ત જેટલું રહે છે.
૨ “સાધુ સમુદાય રૂપી શ્રી સંઘમાં શાસનપ્રેમી કોઈપણ મુનિરાજ અમૂક સવાલ ચર્ચવો નહિં એવી શરત કરે નહિ, તેઓ તો પોતાની તરફના કે જવાબદારીના શાસ્ત્રીય સવાલો શ્રી સંઘમાં ચર્ચવા તૈયાર
હોય.”
નવ. ભા. ૪-૨-૩૪