Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૨.
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૨-૩૪
છે ? શાસનને અંગે વિરૂદ્ધ કરવામાં પાંચ પાઘડીવાળા મળ્યા એટલે ‘સંઘ’ એમ ? તરત બોલી નાંખે છે કે ‘સંઘ’ તો તીર્થંકરને પણ પૂજ્ય' ! પણ તે કયો સંઘ ? ચારિત્રના ગુણવાળો વિગેરે વિશેષણોવાળો સંઘ, એક પણ ગુણનું ઠેકાણું છે ? ગુણની અપેક્ષાએ પણ સંઘ છે ? સંઘમાં નિર્મલજ્ઞાન, સમ્યક્ત્વ, ચારિત્ર હોવું જોઇએ. સ્વરૂપની અપેક્ષાએ ગુણ નહીં, પણ ભેદની અપેક્ષાએ સાધુ વિગેરે ચાર ન મળે ત્યાં સુધી સંઘ નહીં. મુખ્ય એકડા વિના મીંડાં ભેળા થઈ સો ગણાવવા માગો છો ? સંઘત્વમાં એકડા રૂપ સાધુઓ છે. આયરિય ઉવઝઝાયની ગાથા વિચારો- ‘સવ્વસ્ત્ર સમજસંધસ્ય' જેમાં શ્રમણ હોય નહીં તેને સંઘ શી રીતે કહેવો ? જ્યાં ચતુર્વિધ સંઘ નથી ત્યાં નિર્મલજ્ઞાન, સમ્યક્ત્વ, ચારિત્ર એ ત્રણ ગુણો લાવવાના કયાંથી ? સાધુ સિવાય શાસન કે સંઘ જેવી ચીજજ નથી. આ ઉપરથી સમજાશે કે શાસનની ઉત્પત્તિ પણ નિગ્રંથથી, ટકવું પણ નિગ્રંથથી, અને વહેવું પણ નિગ્રંથથી છે. શાસનનો છેડો પણ દુપ્પસહસૂરિથી છે. શાસનને ઉત્પન્ન કરનાર ટકાવનાર, વધારનાર, શોભાવનાર અને ચલાવનાર નિગ્રંથોજ. શાસનની હયાતી નિગ્રંથોની હયાતી સુધી જ. આથીજ નિગ્રંથ પ્રવચન કહેવામાં આવે છે. સમ્યક્ત્વના ત્રણ પગથીયામાં નિરૂપણ કર્યું કે આ નિગ્રંથ પ્રવચન એજ અર્થ ગણે ત્યાં પહેલું પગથીયું, એજ પરમાર્થ ગણે ત્યાં બીજું પગથીયું અને ત્રીજે પગથીયે તો એના વિના આખા જગતને જુલમગાર ગણે !
સમકિતી નિગ્રંથ પ્રવચનને કેવું ગણે ?
સંઘ શબ્દના પરમાર્થને ભૂલી જનારા શ્રાવકોએ આ શબ્દથી શાસનમાં કારમો કોલાહલ કર્યો છે, અને તે સંઘ શબ્દ શ્રમણોપાસકે વિચારવો જરૂરી છે. દુનિયાદારીમાં માબાપ, ધન વિગેરે વસ્તુઓ છે તેવી રીતે નિગ્રંથ પ્રવચન પણ એક વસ્તુ છે; જેવું આ તેવું આ; આ પ્રવચનને પણ એની જોડમાં ગણે તે પહેલું પગથીયું અને તેથી બાયડી છોકરાં પર જેટલો રાગ તેટલોજ રાગ આ પ્રવચન પર ધરાવે. હવે બીજે પગથીયે ‘પરમાર્થ' પોતાને એમ લાગે કે જગતની તમામ ચીજ આંખ મીંચાય એટલે નકામી છે જ્યારે આ પ્રવચન તો મોક્ષે ન પહોંચ્યું ત્યાં સુધી જવાબ દેનાર છે, પરમ ઉપયોગી છે; સંસારની ચીજ રખડપટ્ટી કરાવનારી છે જ્યારે નિગ્રંથ પ્રવચન સદ્ગતિ તેમજ પ્રાંતે મોક્ષ દેનાર છે માટે એજ પરમાર્થ. આવું માન્યા પછી શું થાય ? દુનિયાની કોઇપણ ચીજનો એના માટે ભોગ દઇ દે. એમ કરવામાં એ સંકોચાય નહીં. ચક્રવર્તી તેમજ વાસુદેવ વિગેરે આથીજ રાણી વિગેરે પરિવારને ઠાઠમાઠથી વરઘોડા કાઢી દીક્ષા અપાવતા હતા. હવે ત્રીજું પગથીયું ‘મેસે અનફ્રે’ આના વિના જગતના તમામ પદાર્થો અનર્થકારી છે ફાયદો ન કરે એટલુંજ નહીં પણ અનર્થ કરનારી છે. આટલે આવે ત્યારે સમ્યક્ત્વ દર્શન મોહનીય કર્મને હઠાવનાર આ ત્રણ પગથીયાં છે. દર્શન મોહનીય હઠે એટલે સમ્યક્ત્વ ગુણ પ્રકટ થાય. પોતાની અનાદિની દશા ધ્યાનમાં આવે અનાદિથી ભવ પરિભ્રમણનો ભય ન જાગ્યો હોય, એનાથી ઉદ્વેગ ન થયો હોય તો શુદ્ધ દેવાદિને માને, અશુદ્ધ દેવાદિને વર્ષે તો પણ સમ્યક્ત્વ નથી, કેમકે શુદ્ધ દેવાદિથી કરવાનું શું છે એ વસ્તુનો તો ખ્યાલજ નથી; અને એ અનાદિના ભવભ્રમણનો ભય જાગ્યો હોય તો શુદ્ધ દેવાદિની બુદ્ધિએ અશુદ્ધ દેવાદિને