Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૨૬
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૨-૩૪
હવે માનો કે બધા નિતીવાળા થશે તો લુહાર વિગેરેને બીજો ધંધો નહી મળે ? ગુન્હાઓ બંધ કરવા માટે (અટકાવવા માટે) સજાઓ અપાય છે છતાં ગુન્હાઓ કેમ અટકતા નથી ? રાજાઓ સત્તા દ્વારા પણ જો ગુન્હાઓ અટકાવી શકતા નથી તો આ નિશાળ કેવી રીતે ગુન્હાઓ બંધ કરી શકવાની? આ ઉપરથી દુનિયામાં ગુન્હા હાજતની બહારના ન ગણાય. ઝાડથી પાંદડી તોડો તો ગુન્હો નથી. હાજતની બહારની વસ્તુઓ લાખ્ખો સ્કુલોથી, કરોડો પુસ્તકોથી કે લાખો શિક્ષકોથી તમે રોકી શકયા નથી. સ્કુલોમાં અનીતિ કોને ગણાય ? હાજતની ચીજને અનીતિ ગણાતી નથી.હાજતની બહારની અનીતિ રોકવા કાયદાથી રાજસત્તા પણ સજાઓ કરે છે છતાં એ બધી રોકાઇ ગઇ ? નહીંજ.
રાજાના કાયદાઓ, રાજાની સજાઓ હાજત બહારની અનીતિ રોકી શકયા નથી, તો વગર સત્તાનો જેનો કાયદો કે જે દુનિયા મુશ્કેલીથી કબુલ કરી શકે છે તેનાથી એ શી રીતે રોકાય ? આ કાયદો તો જેની મરજી માને તે કબુલ કરે; આ કાયદાને ન માને તો સજા કઈ છે ? રાજાનો કાયદો ન માને તો ત્યાંજ સજા થાય છે. કોર્ટનો કાયદો ન માનનારને પહેલી સજા તો કાયદો નહિ માનવાના ગુન્હાની; ગુન્હાના કેસની સજા તો પછીઃ કાયદાઓ કેવા અપૂર્ણ છે તે આપણે જાણીએ છીએ. કાયદામાં સુધારાને એટલું બધું સ્થાન છે કે ન પૂછો વાત ! એવો ચુંગાલવાળો કાયદો જે ન માને તે શિક્ષાપાત્ર ! જેમાં ચુંગાલનું નામ નિશાન નથી એવો સર્વજ્ઞ ભગવાનનો કાયદો ન માને તેને શું કરવું ? એનો પોતાનો આત્મા ભારે થવાનો એ વાત ખરી, પણ બીજો કોઇ એને દંડ દેવાનો નથી, જ્યારે સરકારી કાયદો તોડનારને તો તરત બીજો મનુષ્ય દંડ દે છે. પેલો સરકારી કાયદો ફરજીયાત, સર્વશ ભગવાનનો કાયદો શુદ્ધ ને મરજીયાત. આ કાયદાનો અમલ તમારી જરૂરિયાતો પર અંકુશ મેલવાનો; તમારી હાજતો પર પગ મુકવાનો છે. વિચારો ! આપણે વિચારી ગયા કે હાજત બહારના ગુન્હાઓ લાખો શિક્ષકોથી, લાખ્ખો શાળઓથી, કરોડો પુસ્તકોના પ્રચારથી, કે રાજસત્તાથી રોકાયા નહીં તો આ કાયદાથી તો જ્ઞાનીઓ હાજતના ગુન્હાઓ રોકવા માગે છે. ભૂખ લાગે એટલે ખાવું, તરસ લાગે તો પાણી પીવું, ટાઢ લાગે તો તાપણી કરી તાપવું એ તમારી જરૂરિયાત પણ અહીં જૈન શાસનમાં એ ગુન્હોઃ આવો કાયદો અને તે પણ મરજીયાત. ત્યાં ‘આખી દુનિયા દીક્ષા લઈ લેશે' એવો મૂર્ખાઈ ભર્યો વિચાર થાય શી રીતે? અહીં તો હાજતને પણ ગુન્હો ગણાવે છે તે આખી દુનિયા માની જશે શી રીતે ? છોડવા તૈયાર થશે શી રીતે ? પાપના પ્રસંગ હોય તો હાજત પણ છોડી દેવી એજ સર્વવિરતિ. આ ત્રણ પગથીયાથી પાવન થયેલા ગણધરોએ શા મુદ્દે નિગ્રંથ પ્રવચન લીધું ?
ને
શ્રુતજ્ઞાનનો અધિકારી કોણ ?
શ્રુતજ્ઞાનનો અધિકારી કોણ ? આવી પ્રતિજ્ઞા કરનારો ! પોતાની હાજત પુરી પડે કે ન પડે પણ પાપ કરવું નહીં, સ્થાવર કે ત્રસની હિંસા કરવી નહીં, એ પહેલી પ્રતિજ્ઞા. પણ એની કિંમત કયારે ? પ્રતિજ્ઞા કરનારો જો સત્યપર નિર્ભર રહે તો; નહિ તો એ પ્રતિજ્ઞાની કિંમત નથી. પોતાની હાજત પુરી થાય કે ન થાય પણ હાસ્ય, ક્રોધ, લોભ કે ભયથી પણ જુઠ્ઠું બોલવું નહીં, બોલાવવું નહીં, કે એને અનુમોદવું નહીં, આ બીજી પ્રતિજ્ઞા આ પછી જો ચોરી કરે તો એ બેય પ્રતિજ્ઞાની કિંમત નથી,