Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૫
તા. ૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર અન્યાયમાં અંધ બનેલ રાજા ચંડપ્રઘાતન સ્ત્રી લંપટી છતાં તેના પાસમાં સપડાયેલા એવા ચૌદ મુકુટબંધ ન્યાયી રાજાઓએ પણ તેની પામરતાને સાથ આપી મહાન અધર્મ આદરી તે આદર્શ જોડાને અન્યાય આપવામાં કશી કમીના નજ રાખી. આનું નામજ નાતરીયાની જાન કે જે નાતરીયાઓને જગતે કદી નીહાળ્યાજ નહોતા. અધર્મીઓનું છેલ્લું આક્રમણ !
આની માફક એવા સંસારીઓ દ્વારા અનુભવાતી, દીક્ષાર્થીઓની મહાન વિપત્તિઓને પણ બહુજ લક્ષ પૂર્વક વિચારવાની છે. દીક્ષા માટે તૈયાર થયેલા એવા એકાન્ત વૈરાગ્ય ભાવનામાંજ રકત બનેલા આત્માઓમાં, એ સંસારના પિપાસુઓના ઉપદ્રવોથી બચવાને, મુખેથી માંખ ઉડાડવા જેટલી પણ હીંમત હોતી નથી. એવા એક સંસારભરૂની પાછળ સેંકડો પુગલાનંદિઓ પડે ત્યાં દશા શી? સિંહના પંજામાંથી શિયાળ, અને બિલાડીના પંજામાંથી ઉંદરનું છુટવું હજી સહેલું છે, પણ આ જડાનંદિઓના ભયંકર સાણસામાં સપડાયેલ આત્માર્થીઓને છુટવું ભારી મુશ્કેલ છે! આ ટાઇમે ધર્મી આત્માઓ જેમ સિંહ અથવા બિલાડીના પંજામાંથી શિયાળ અથવા ઉંદરને બનતી શક્તિ વાપરી છોડાવવામાં પુણ્ય માને છે; તેમજ એવાઓના ફાંસામાં સપડાયેલા દીક્ષાર્થીને પણ ગમે તે ભોગે મૂકત કરવામાં એકલું પુણ્ય જ નહિ પણ એકાન્ત નિર્જરાજ માને તેમાં કશો વાંધોજ નથી.
એક તો કોશમ્બી દેશ, તેમાંએ રસાળ ભૂમિ નહિ; તેવા સ્થાન ઉપર ચડાઈ કરવાનો ચંડuધોતનનો હેતુ સ્પષ્ટ હતો કે તેને તો યેનકેન પ્રકારે મૃગાવતીજીને ભ્રષ્ટ કરવા છે. છતાં નગરીનો નાશ તો સહેજે થવાનો જ છે; તેવી રીતે ચારિત્રની ભાવનાવાળા ભાગ્યવાનોના મનમાં, સંસાર એ કારાગાર અને સંબંધીઓ બેડી સમાન છે. તેવા પર એ અધર્મીઓ અસહ્ય જુલ્મ ગુજારે છે; તેમાં પણ હેતુ તો દીક્ષાઓની ભ્રષ્ટાતાને અને સંયમના મૂળ ઉખેડી નાખવાનો જ છે.
સમ્યકત્વવ્રતધારી ચેડા મહારાજાની સાત પુત્રીઓ મહાન સતી છે; એવું ભગવાન શ્રી મહાવીરસ્વામીના સ્વમુખે શતાનિક રાજાએ વારંવાર સાંભળેલું છે, અને તે વચનો ઉપર દઢ શ્રદ્ધા છે; છતાં પણ ભોગાસકિતની પ્રબળતાને અંગે પોતાની નિર્બળતાને ખ્યાલમાં લઈ “લોખંડ બળાત્કાર ન કરે ત્યાં સુધીજ સુવર્ણનું અખંડપણું જળવાઈ શકે એ નિયમને અનુસરી,” પોતાની માનીતી રાણી મૃગાવતી પર આવેલી આફત નિવારવાને પોતે અશકત હોવાથી તેની છાતી ફાટી અને તે મરી પણ ગયો; એવીજ રીતે દીક્ષાર્થીઓનું પણ બનેલું હોવાના કંઈક દાખલાઓ મળી શકે તેમ છે. અધર્મીઓનું છેલ્લું આક્રમણ સમજ? અન્તમાં છેલ્લો ઉપાય મરણ” કેટલી ગજબજનક ઘટના !!! પરલોક માનવાવાળાને તો આવી અવસ્થાનું મરણ એ પણ ઉત્તમ શરણભૂત છે; પણ એવે અવસરે તમારે શું કરવું ઘટે ? મરણ કોને મુંઝવે ?
- પૂરણ આસ્તિકતાવાળાને તો (મનુષ્ય ભવરૂપી) એક દુકાનેથી લીધેલા (ધર્મરૂપી) માલનો તેના અકાળ મરણને અત્તે પણ (ધર્મના પસાયે મળેલી પુણ્યાનુબંધી પુણ્યરૂપી) બીજી દુકાનેથી નફા સાથે વધારે માલ મળે છે. જેથી તેવા ધર્મીઓને ગભરામણ શી? ગભરામણ તો તેને છે કે શ્રીજીનેશ્વર ભગવાનની શુદ્ધ દયાના નિર્ઝરણાઓની તથા સંવરના સુધા વરસાદની જેને સ્પર્શના માત્ર નથી ! એટલે જેઓને તત્વશ્રદ્ધાન નથી! તેવાઓજ મરણથી મુંઝાય ધર્મના વિરોધીઓને આપણે તેવાજ માનતા હોઈએ તો તેવા જડવાદીઓની સાથે આપણે સંબંધ પણ શું !
નાસ્તિકો તો સ્ત્રી, ધન અને કુટુંબ એનેજ તત્વરૂપ માને છે, જ્યારે આસ્તિકયને મન તે સઘળું મિથ્યાત્વજ છે. અને જેથીજ “નિનોdfમતિ સ ત્ય” શ્રીજીનેશ્વર દેવોએ કથન કરેલું સમ્યકત્વ રૂપી