Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩૦-૧-૩૪ શ્રી સિદ્ધચક્ર
૨૧૩ અનાજ ખવડાવવામાં, લુગડાં પહેરાવવામાં ક્રમસર દુઃખ બન્નેમાં પુત્ર પુત્રી) સરખું છે છતાં એકમાં દેવાની બુદ્ધિ અને એકમાં જીવના જોખમે રાખવાની બુદ્ધિ છે.
છોકરીના લગ્ન વખતે સગાંવહાલાંને નોતરે, લોકોના મોં મીઠા કરાવો તાસાં વાજાંને ઢોલ વગડાવો, વગડાવીને આપો નહિ ત્યાં સુધી બાઈ મોંઘી મોતીલાલની પુત્રી અને દીધા પછી બાઈ મોદી ફલાણાની ઓરત અને ધણી મરે તો પણ ફલાણાની વિધવા ઓરત લખાવવાની છે શું થયું ! તમારા નામ પર કુચડો ફેરવનાર માટે, ઘરથી કાઢી મુકવા માટે શું જોઇને હર્ષઘેલા થાઓ છો, અને આટલો બધો થનથનાટ મચાવો છો, શું જોઇને વાજાં વગાડો છો, શું જોઈને સરણાઈના સૂર પૂરો છો, અને ગોળધાણા અને મિષ્ટાન ઉડાવો છો.
પરણ્યા પછી અહીં રહે તો તમો શું કહો કેમ ચોંટી રહે છે, શું દેખ્યું છે તારા ઘેર ખાવા છે કે નહિ, વેવાઈને કહેવરાવો, ન લઇ જાય તો તમો કુટુંબના બધા મળી ટાંગાટોળી કરી ઝીંકી આવો છો આમાં શું સમજ્યા છોકરી એટલે પારકું ધન અને વ્યાજમાં દશબાર વર્ષ સુધી એકસરખું મારું તન સમજી ભરણપોષણ કરવું, અને છેવટે દેવાની ઉતાવળ. દેવા માટે તાકીદે જમાઇને શોધો, અને મારે ત્યારે જમને વગર આનાકાનીએ દો ત્યારે જતી (સાધુને)ને દેવામાં વાંધો શો? ખરેખર માલ વગરની મમતાની આ મહાન મુંઝવણ છે અગર મમતાની કારમી કુટેવ છે.
ચંદન છેદતાં સુગંધ આપે, બાળતાં પણ સુગંધ આપે, ઘસતાં પણ સુગંધ આપે તેવી રીતે સમ્યકત્વીની સમજણ (સમદ્રષ્ટિ) પણ જનસમાજમાં છેદતો, ભેદતો, અપમાન પામતો, હેરાન થતો હોય તો પણ સર્વ સ્થળે સુગંધ આપે એટલે હરકોઈ આત્માને આનંદજનક બને. નાશવંત પદાર્થો અંતે તમારું પોતાનું ધન માન્યું છે, વાસ્તવિક તે તમારું ધન નથી પણ ધર્મનું ધન છે એટલું ? પણ પિતા, પત્ની, છોકરાં, છોકરી વિગેરે સર્વ પ્રકારની સ્થાવર જંગમ મિલકત એ ધર્મની છે. પણ તમારા બાપની નથી. માટેજ મમતાની કારમી કુટેવોથી દૂર ખસો. શબ્દશ્રવણ રસિકમુગ્ધજનો સારા શબ્દો માંગે છે, આસ્તિક કહીને બોલાવે તે ગમે છે, નાસ્તિક શબ્દ કર્ણમાં કટુતા ઉત્પન્ન કરે છે પણ આસ્તિક સદ્ગતી દુરગતિમાને; મોક્ષ અને મોક્ષના રસ્તામાને, મોક્ષમાર્ગના સહાયક, પ્રેરક અને પોષકોને જગતના સર્વ નાશવંત પદાર્થો કરતાં અધિક માને પણ ઇજ્જત, કુટુંબકબીલા, લાડી, વાડી, ગાડી, ઇજ્જત આબરૂ મળે તો પણ તેને તત્વરૂપ ન માને.
છોકરા શું ભણ્યો છે? તે તપાસવા તમોએ છોકરાને પૂછયું! કે બેટા પાંચ પંચા કેટલા? જવાબ-પાંચ પંચા પાંત્રીશ !
સાંભળતાંની સાથે તમને પગથી માથા સુધી કેવી ઝણઝણાટી ઉત્પન્ન થાય છે છોકરાએ નિશાળમાં શું ઉકાળ્યું. પૈસાનું પાણી કર્યું એમ કહેવા તત્પર થાઓ પણ પુજ્યને પાપ, આશ્રવને સંવર, અને સંવરને આશ્રવ કહી દે, જાહેર કરે, પ્રવૃત્તિ શરૂ કરે છતાં તમારા પેટનું પાણી હાલતું નથી તેનું કારણ શું! ખરેખર સમ્યત્વની સાચી સમજણ હૃદયમાં વસી નથી. - આ ફાની દુનિયામાં સંસાર પોષક દરેક દરેક વૃત્તિઓ પાપમય છે, એ માનવું અને તે પાપમય માર્ગમાં પ્રવર્તેલાઓ તમારા આશ્રિતો હોય તો કાનપટી પકડીને પણ ઠેકાણે લાવવા તમારું હૃદય હરદમ ઝુરે તેવા પુણ્યાત્માઓનેજ તત્વ દૃષ્ટિ થાય. તમારા છોકરાને કોઈ દેવ રાજા બનાવી દે તો તમને આનંદ થાય કે અફસોસ?
ત્યાં તો આનંદજ અનુભવાય, અને છોકરો પુણ્યશાળી છે એવું બહાર બોલો કે પાપ શાળી-અગર એ શું સમજે, રાજ્યમાં રહેશે તો મદમાં આવી પાપના પોટલા બાંધી દુર્ગતિ જશે, બિચારો છોકરો રાજેશ્વરીની કહેવતને અનુસરી મુસીબતમાં પડશે તેવા ઢોલ પીટાવો કે બોલો શું? તે વિચારો ! (સભા દિમુઢ)
આ જીવને ભૌતિક સમૃદ્ધિ તરફ જેવી ચોકક્સ દૃષ્ટિ છે, તેવી દષ્ટિ આશ્રવ સંવર-નિર્જરાદિ તત્વો તરફ આવી નથી. પુણ્ય માનવા તૈયાર, કર્મ માનવા તૈયાર, પાપ માનવા તૈયાર, ધર્મ અને ધર્મના સાધનો ઉત્તમ