Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૮
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર ડૉકટર કહે કે “વાલની દાળ ન ખાવી, તેલને અડવું નહી, ખાવી તો મગની દાળ ખાવી, હમણા મુંબઈ છોડી અગાશી હવાફેર માટે જવું” આ બધું આપણે કરીએ તો શું ગુલામ કહેવાઈયે? નહીં. આપણી ઇચ્છા છતાં લાભદાયક પ્રવૃત્તિ જ્યાં આપણે ન કરી શકીએ ત્યાં ગુલામી; પણ લાભનેજ માટે આપણે અમુક પ્રવૃત્તિથી પાછા હઠીએ, રોકાઈએ ત્યાં ગુલામી નથી. જેમ ખાવાપીવા હરવા ફરવામાં ડૉકટરની આધીનતામાં ફાયદો માન્યો, માટે તેમ કરવામાં ગુલામી નથી. એજ રીતિએ દેવગુરૂધર્મને આપણે આપણો આત્મા આધીન બનાવીએ છીએ-સોંપી દઈએ છીએ, તે આત્માનાપોતાના રક્ષણની બુદ્ધિએ છે, માટે ગુલામી નથી. જે પદાર્થને જાણે તેજ એના ગુણો જાણી શકે. '
આંખ આખા જગતને દેખે છે, પણ પોતાને દેખાતી નથી. તેમજ આ આત્મા આખા જગતની પંચાતમાં પડે છે, પણ પોતાના ઉત્તમપણા કે અધમપણાનો લેશ પણ વિચાર કરતો નથી; પણ કરે ક્યાંથી? વિચાર થાય કોનો? જે વસ્તુ જાણવામાં આવે તેનો વિચાર થાય, પણ વસ્તુ જણાય નહીં તેનો વિચાર આવે નહીં. આત્મા પોતાને જાણે તો સારાનરસાપણાનો વિચાર આવેને ! હજી તો આત્માએ પોતાને જાણ્યોજ નથી. આત્મા જણાય કોનાથી? સર્વજ્ઞથી, આત્મા કોઇ રૂપ, ગંધ, રસ, સ્પર્શ કે શબ્દવાળી ચીજ નથી, કે દેખાય, જણાય. જગત આખું આ પાંચ વસ્તુ જાણે, આ પાંચ વસ્તુમાંથી આત્માને કાંઈપણ વસ્તુતઃ લાભ નથી. આ પાંચ વગરની વસ્તુ યંત્રથી પણ ન જણાય. જ્યારે આત્મા આ પાંચમાંથી કાંઈ નથી તો એ જણાય શાથી? આત્માથી. આત્મા અતીન્દ્રિય હોવાથી એને જાણનાર જોનાર કેવલજ્ઞાન કેવલદર્શનના માલીક શ્રી સર્વજ્ઞ ભગવાનજ છે, એ વિના એને જાણનાર કે જોનાર જગતમાં કોઈ નથી. જ્યારે આત્મા આત્માનેજ ન જાણે તો તેનું ઉત્તમ અધમપણું કયાંથી જાણે ? પદાર્થ જાણ્યા વગર તેના ગુણો જણાતા નથી. આંધળો દીવાને દેખેજ નહીં તો પછી તે ખુલ્લો છે કે પડદામાં? એ વાત તે ક્યાંથી કહી શકે? એ તો દેખાતો આદમી કહી શકે. જેને દાહ ન માલુમ પડે તે અગ્નિ તપાસી શકે નહીં એજ રીતે જે આત્માને જાણેજ નહીં, તે તેના ગુણો શાથી ઢંકાયા છે (અવરાયા છે,) તે શી રીતે પ્રગટ થાય? એ બધું તે કયાંથી જાણી શકે? આત્માનું આશ્રવયુક્તપણું ફીટાડીને નિર્જરાયુક્તપણે કયારે થાય ? કેવળજ્ઞાન થાય-સર્વજ્ઞપણું આવે ત્યારેજ જાણી શકાય. સમકિતી અને મિથ્યાત્વીમાં ફરક ક્યાં? વર્તનમાં કે વિચારમાં ?
દરેક મતવાળા પોતપોતાના દેવને સર્વજ્ઞ માને છે, કોઇપણ મતવાળો પોતાના દેવને મૂર્ખ કે અલ્પજ્ઞ માનવા તૈયાર નથી. ઘાલી જવાની કે ચોરી કરવાની દાનતથી તમારી પાસે આવેલો મનુષ્ય પણ વચન તો શાહુકારીનાંજ બોલવાનો. કોર્ટના પીંજરામાં પુરાવા માત્રથી ગુન્હેગાર સાબીત થયેલો હોય તો પણ એ પોતાને નિર્દોષ જણાવે છે. કોઈપણ મનુષ્ય પોતાનો ગુન્હો (દોષ) કબુલ કરવા તૈયાર નથી. અહીં પોતાના દોષ કબુલવા ત્યાં શાસકાર મહર્ષિઓ ધર્મીપણું કહે છે, દોષને દબાવવા માટે અનેક દોષોની પરંપરા વધે તેવી કાર્યવાહીમાં અધર્મીપણું આવિર્ભાવ પામે છે. દોષ