Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૫-
૧૪
૧૭૯
શ્રી સિદ્ધચક્ર બે રીતે કબુલાય. આત્માની સાક્ષીએ, ગુરૂની સાક્ષીએ. “કરેમિ ભંતે' સૂત્રમાં નિંદામિ, ગરિયામિ' એમ બે પદ આવે છે. પોતે કરેલું ખરાબ પોતાની મેળે માનવુ તે નિંદા, અને એ નિંદા કર્યા છતાં ધર્મીને એક ડગલું આગળ વધવાનું રહે છે. જ્યારે પોતે પોતાનું કાર્ય ખરાબ થયું માને છે, તો પછી બીજાની સમક્ષ એને ખરાબ તરીકે જાહેર કરવામાં અડચણ શી? એટલે એજદોષોની ગુરૂસમક્ષ નિંદા કરે તે ગહ. બીજાની સમક્ષ દૂષ્કતની નિંદા કરવી તે ગહ. આજના (જૈન સમાજના) બે વર્ગમાં ફરક અહીં છે. શાસનરસિક વર્ગવાળાઓ કાંઈ બાયડી, છોકરાં, રિદ્ધિ, સ્મૃદ્ધિનો ત્યાગ કરીને નથી બેઠા, મતલબ કે જેઓ યુવકસંઘવાળા કહેવરાવે છે, તેમના અને શાસન રસિકવર્ગનાઓના વર્તનમાં ફરક નથી; ફરક ક્યાં છે? મમતા તથા આરંભમાં ડુબેલા છતાં શાસન પ્રેમીઓ એને પાપગણે છે, તથા પાપ તરીકે જાહેર કરે છે, જ્યારે કહેવાતા યુવક વર્ગમાં તેથી વિપરીત દશા છે. શાસનપક્ષવાળાઓ પોતે પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યાં માને છે કે આ બધું મોહનીયના ઉદયથી રાગવશાત્ કરીએ છીએ, બાકી કરવું જોઇએ એમ નથી માનતા; અર્થાત્ કરવું ન જોઈએ એમ માને છે. જ્યારે યુવકસંઘવાળાઓ પોતાની તે તે પ્રવૃત્તિઓને (તમામને) કરણીય માને છેકરવું જોઈએ એમ માને છે. શાસનપ્રેમી સંસારની પ્રવૃત્તિમાં પાપોદય, કર્મોદય, ચારિત્રમોહનીયનો ઉદય માને છે, પાકી સપડામણ માને છે, થવું જોઇએ :હિતપણું પણ તે નથી થતું એથી ખેદ પામે છે, મોહોદયથી રાગ જાગે છે, અને તેથી સંસારને ખરાબ માન્યા છતાં તેમાં રાગ થયાથી પોતે ન છૂટકે રહ્યો છે એમ એ માને છે. સંસારપરત્વે એની આસકિત ચારિત્ર મોહનીયને લીધે છે, પણ તે આસકિત મુલતત્વ ન હણાય તેવી છે, કેમકે એ આસકિત એ આત્મ-ધર્મ નથી એ વાત એને લક્ષ્યમાં રહે છે. અત્ર પ્રશ્ન થશે કે આસકિત થાય અને વળી આવું લક્ષ્ય રહે એ બે સાથે કેમ બને? એક મનુષ્ય સપડાઈને ગુન્હેગાર જાહેર થયો, કોર્ટે એને પાંચ રૂપિયા દંડ કર્યો, પોતાની પાસે તે રકમ તે વખતે હાજર ન હોવાથી કોઈ પાસે કરગરીને ઉછીના માગે, આપનાર મોં માગ્યું વ્યાજ માગે, તે પણ એ કબુલે, છ આપવાના કબુલ કરીને પણ પાંચ રૂપિયા લે, અને દંડભરે અંતઃકરણ આ રીતે દંડ ભરવાનું સારું માને છે? નહીં, પોતાની સ્થિતિ પાંચની આપવાની પણ નહિ છતાં છ રૂપિયા આપવાનું કબુલ કરી દંડ ભરે છે, એનું કારણ? જો તેમ ન કરે તો જેલમાં જવું પડે, માટે એજ રીતે સમકિતીજીવ પણ મોહોદયને ખરાબ સમજે છે પણ “આટલું ન કરું તો પરિણામે મોટો જુલમ છે' એમ માની પ્રવૃત્તિ કરે છે. એની પ્રવૃત્તિ મોટા જુલમથી બચવાને માટે છે. આરંભ પરિગ્રહની પ્રવૃત્તિ કરે છે, છતાં સમકિતી એને ખરાબ માને છે, જ્યારે મિથ્યાત્વી એને ખરાબ માનતો નથી. આસકિતમાં મિથ્યાત્વજ હોય એમ નથી, કારણકે શાસ્ત્રકારો આસકિતના ઉંડાણનું અવલોકન કરાવતાં જણાવે છે કે આરંભ સામગ્રીમાં આસકત બનેલાઓ પણ ચતુર્થગુણસ્થાને રહી પ્રભુમાર્ગની આરાધના કરે છે, માટે આસકિત અને અશક્તિનું સ્વરૂપ અવશ્ય વિચારવું જરૂરી છે.