Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
- ૧૮e
તા. ૧૫- ૧૪
શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર,
નોંધઃ- શ્રી મુંબઈ જૈન યુવક મંડળની પત્રિકામાં પૂર્વે છપાઈ ગયેલી શરૂઆતની દેશનાઓ વાંચવાને ઉત્સુક બનેલા ગ્રાહકોએ વારંવાર માંગણી કરેલી હોવાથી તે અત્રે અપાય છે. તંત્રી.
'આગમોદ્ધારકની અમોઘદેશના. જૈનદર્શનનું આતિય. સુવાસના નિઝરણાં. નિમાજ પઢતાં વળગી પડેલી મસજીદ. સળગતા અગ્નિમાં સંડોવાયેલા આત્માઓ. મફત મકાનની જાહેરાત. અનિચ્છાએ વળગેલા ભુત જેવું શરીર. जिनोक्तमितिसद्भक्तया ग्रहणे द्रव्यतोऽप्यद : । बाध्यमानं भवेद्भावप्रत्याख्यानस्य कारणम् ॥८॥ નિમાજ પઢતાં વળગી પડેલ મજીદ.
ચૌદસો ચુમ્માલીશ ગ્રંથના પ્રણેતા ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના હિતને માટે ધર્મોપદેશ દેતાં થકાં પ્રથમ સૂચવે છે કે આ જીવ અનાદિકાળથી આ ચાર ગતિરૂપ સંસારમાં રખડી રહ્યો છે. રખડવાનું કારણ શું? અને એવું શું કર્યું કે રખડયો !!
જેમ જનાવર ધણીને ત્યાં જન્મ લે, આહાર લે, શરીર પોષે, માલીકનું કામ કરે અને આયુષ્ય પુરૂં કર ચાલ્યો જાય; તેમ આ જીવ પણ દરેક દરેક ભવમાં અમુકને ત્યાં જન્મ્યો હાર લીધો, શરીર પોષ્ય, માલીક (અમુક)નું કામ કર્યું અને આયુષ્ય પૂરું થયું એટલે ચાલતો થયો.
અનાદિ કાળથી રખડવાનું મન નહીં હોવા છતાં રખડપટ્ટીનાં કારણોનું વારંવાર સેવન કરવાથી આ જીવ રખડી રહ્યો છે.
કોઈપણ ભવમાં શરીર પ્રાપ્ત કરવાની બુદ્ધિથી આ જીવે ખોરાક લીધો નથી. આહાર સંજ્ઞાથી ખોરાક લેતો ગયો, ખોરાકના રસ અને મળ બનતાં ગયાં, મળ નીકળતો ગયો અને રસ જામતો ગયો; વધેલા રસનું શરીર ઉભું થયું, શરીરમાં ઈદ્રિઓ ફૂટી, ઈદ્રિયોમાં વિકાર સ્કૂર્યો, વિકારની તૃપ્તિ માટે વિષયો અને વિષયોની તૃપ્તિ કરવા માટેના સાધનોની દોડધામ !
ખરેખર! દુનિયાની ચાલુ કહેવત પ્રમાણે “નિમાજ પઢતાં મજીદ કોટે વળગી પડી” તેમ ખોરાક લેવા ગયા અને વળગી પડયું શરીર !!
સળગતા અગ્નિની સઘડીમાં સંડોવાયેલ આત્મા. '
અનાદિકાળની આ કુટેવની સાબિતી માટે અગ્નિનું દૃષ્ટાંત સ્મરણપથમાં લાવવા જેવું છે. બાળવા લાયક પદાર્થોને સર્વસ્વ બાળે, અને નવું બાળવા માંગે, ન મળે તો અગ્નિ અગ્નિ તરીકેની અવસ્થામાં રહી શકતો નથી.
આપણે કોણ છીએ તે હૃદયને પૂછો? ખરેખર ! જાજ્વલ્યમાન સળગતા અગ્નિની સઘડીમાં સંડોવાયેલા આત્માઓ.
ચાર ગતિરૂપ સંસારમાં રહેલ સર્વ જીવો તેજસવાળા છે, જેને તમો જઠરાગ્નિવાળા છે એમ કહો છો તે અગ્નિ (તેજસ) મળેલ ખોરાક પચાવે છે અને નવો પકડે છે એવી રીતનું કાર્ય હરદમ ચાલ્યા કરે છે. જો આ તેજસુને અનાદિનો ન માનીએ તો દાહ્ય પદાર્થ વગર અગ્નિ ટકયો, અગર અગ્નિ (તેજસુ) વગર દાહ્ય પદાર્થની પાચનક્રિયા થઈ ગઈ, પરંતુ તે બેમાંથી એકે કબુલ કરી શકીએ તેમ નથી. આ ઉપરથી તેજસૂનો આ ચાલુ અગ્નિ અનાદિનો માન્યા વગર છૂટકો નથી અને એ સળગતા અગ્નિની સઘડીમાં સંડોવાયેલો આ આત્મા છે.