Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૦૨
શ્રી સિદ્ધચક
તા.૩૦-૧-૩૪
પૌગલિક પદાર્થો માટે ધર્મ હોય તો એની કિંમત શી?
કેટલાક એવી સ્થિતિમાં હોય છે કે જેમને “ધર્મએ શબ્દ પણ કડવો લાગે છે, તેવાઓને કોરાણે મૂકો. કેટલાક એવા છે કે એમને ધર્મ કડવો નથી લાગતો, પણ તેઓ ધર્મ એ શરીરને પોષવા માટે હોય તો ધર્મની કિંમત કેટલી? ધર્મનો ઉપયોગ શરીર માલ મિલકત વિગેરેને પોષવા માટે થાય તો, શરીર તથા માલ મિલકતની કિંમત વધારે થઈ ! થેંસ માટે બાવનાચંદન કોણ સળગાવે? બાવનાચંદનથી પૅસની કિંમત જેઓ વધારે ગણે તેજ એમ કરે. ગમે તેવા અગ્નિમાં હજારો મણનો લોઢાનો ગોળો તપાવો, કણીયેકણીયો તપાવો, હવે વધારે તાપ લાગવાથી ઓગળી જશે એવું લાગે ત્યારેજ બંધ કરો, આટલી હદ સુધી તપાવવામાં આવેલા ગોળા ઉપર બાવાનાચંદનનો એકજ છાંટો નાંખો તો બીજી મિનિટે એ ગોળો હાથમાં લઈ શકાશે. ઠંડક કરવાના આવા સ્વભાવથીજ બાવનાચંદનની કિંમત છે. એવાં લાકડા ઘેસ માટે બાળે તો કિંમત વધી શાની? તેવી રીતે અનાદિના જન્મમરણના ફેરા ટાળી નાખનારા ધર્મને, બાયડી છોકરાં તથા માલમિલકત માટે ઘસડી જઇએ છીએ, અર્થાત્ ધર્મથી પૌગલિક ચીજ વધે એવી શંકા, કે કલ્પના આવે તે પણ અધર્મ કહેવાય. હીરો કે કાચ?
ભરત ચક્રવર્તીને એક બાજાથી ભગવાનના કેવલજ્ઞાનની વધામણી મળે છે, બીજી બાજુથી ચક્ર પ્રગટયાની વધામણી મળે છે. બેય વાતને એકી સાથે સાંભળે છે, પછી વિચાર કરે છે કે કોનો મહોત્સવ કરવો? કેવળજ્ઞાન એમને પોતાને નથી થયું. ભગવાન શ્રી ઋષભદેવજીને થયું તેની વધામણી મળી છે. ભરત મહારાજા વિચારે છે કે “ક્યાં જ્યોતિ સ્વરૂપ કેવળજ્ઞાન અને ક્યાં સંહાર સ્વરૂપ થકી વીરો અને કાચ તેમાં પહેલાં કયું લઉં એ વિચાર કેમ આવે? દુર્ગતિના કારણભૂત ચક એના મહોત્સવનો વિચાર અત્યારે કર્યો, શંકા કરી, ખરેખર! હું અધમ છું ! વિચારો ! બત્રીસ હજાર રાજના સેવા જે ચકની અપેક્ષા હતી, તેના અંગે ઓચ્છવનો (ઉત્સવનો) આટલો વિચાર આવ્યો, આટલી જરા શંકા થઈ તેમાં અધમપણું માન્યું તો ધર્મને અંગે પુદ્ગલની વિચારણા કરનારા, પુદ્ગલ માટે ધર્મ એવી વિચારણા કરનારા આપણે કેવા ગણાઈએ ? દેહ ઉપરના ભરતચક્રના વિચારની તુલનાની (સરખામણી) વિચારણા કરો! તો પછી આપણને "દેહરે જાઉં કે દુકાને? તેવો વિચાર આવે તો દશા શી થાય?" કેવળજ્ઞાન તો ભગવાનનું હતું, ચક્ર પોતાને અંગે હતું, પણ મહોત્સવ ભગવાનના કેવળજ્ઞાનનો કરવાનો, તેમાં પોતાના ચક્રના મહોત્સવને અંગે આટલી શંકામાં પણ અધમપણું માન્યું! ભરતજીની કથા કોણે નથી સાંભળી? છતાં તાત્ત્વિક વિચારણાને વશ કેટલા થયા !!!
કાચ તથા હીરાની કિંમત વખતે, વચ્ચે “કે” શબ્દ ઝવેરી વાપરે ? નહીંજ ! તો પછી આત્માની કિંમત તથા જડની કિંમતની વાતમાં વચ્ચે કે’ શબ્દ કેમ વપરાય?