Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦.
શ્રી સિદ્ધચક
તા.૧૫-૧-૩૪ ચાલુ અગ્નિમાં દાહ્ય પદાર્થોની કેટલીક થાય રાખ અને કેટલાક થાય કોલસા, પ્રથમની (રાખ) કંઈક અસાર અને પાછળની (કોલસા) કંઇક સાર તેવી રીતે શરીરરૂપ સઘડીમાં સળગતો તેજસ્ અગ્નિ પણ ખોરાકનો મળ અને રસ કરે. મળને મૂકવો પડે છે અને રસનું શરીર બને છે. અનિચ્છાએ વળગેલા ભૂતની જેમ આ શરીર છે. હવે વળગેલા ભૂતને કાઢવું જોઇએ કે ન જાય તેવી કાર્યવાહી કરવી? દીન પ્રતિદિન મન માને તેમ બકવું કે શાણપણું રાખવા ઉદ્યમ કરવો? હરદમ જુલમ ગુજારે તો એ તેની પાછળ ફરનારાઓ દુર્લભ માનવજીવનની બરબાદી કરે છે તે નિઃશંક છે. મફત મળતું મકાન લેવા તૈયાર નથીજ
એક રાજા પ્રજાની સુખાકારી માટે એક નવું શહેર વસાવે છે, અને મકાન વ્યવસ્થાપક મંડળ લોક સમક્ષ જાહેરાત બહાર પાડે છે કે નવીન શહેરમાં વસવાની ઇચ્છાવાળાઓને નીચેની શરતોથી જમીન આપવામાં આવશે.
મકાન મંડળોની શરતો નીચે મુજબ :નકશા નં. ૧ માં દેખાડલ આકાર પ્રમાણે તમારે મકાન બાંધવું પડશે. , નં. ૨ તમારે અમારા કહ્યા મુજબ વર્ષોવર્ષ વધારવું પડશે. , નં. ૩ ,, તમારે જોખમે તે ,, સાચવવું પડશે. , નં. ૪ ,, જેટલા વર્ષ રાખવું હોય તેનું કુલ ભાડું અમારા મકાન વ્યવસ્થાપક મંડળમાં જમા કરાવવું પડશે.
, નં. ૫ , કોઈપણ કારણવશાત્ મકાનમાં થતાં નુકશાન બદલ દંડ કરી ભાડાની રકમમાંથી મકાન વ્યવસ્થાપક મંડળ વસુલ કરશે, પણ તે બાબત તમને મકાન વ્યવસ્થાપક મંડળ બિલકુલ જણાવશે નહિ.
, નં. ૬ બાકી રકમ પુરી થયે તુરત તમને નોટીસ આપ્યા વગર તે મકાન એકદમ ખાલી કરાવશે એટલે મકાનમાં દેવું કરીને વસાવેલ સર્વ સરંજામને આધો પાછો કર્યા વગર વિના સંકોચે નીકળવું પડશે. ઉપર મુજબની શરતો કબુલ કરીને જમીન રાખવા કેટલા તૈયાર છો? (સભામાંથી કોઈ નહિ !!! હસાહસ.) ઠીક, મકાન તૈયાર કરીને વગર ભાડે તદ્દન મફત આપે તો રાખવા કોઇપણ તૈયાર છો? સભામાંથી જવાબ-નાજી.
કર્મરાજાએ નામ કર્મ નામના મકાન મંડળ) મંડળદ્વારાએ જમીનનો નકશો (પ્લોટ) બહાર પાડ્યો અને તે માતાના ગર્ભસ્થાનના ભાગમાં નકશા નં.-૧લા મુજબનું મકાન (શરીર) બાંધવું પડશે. નકશા નં. ૨ બીજા મુજબ ખોરાક લેવો પડશે અને મળ મુકીને રસથી શરીર વધારવું પડશે. નકશા નં. ૩ ત્રીજા પ્રમાણે સાચવવું પડશે (અનેક પ્રકારના કુટુંબ-કબીલા-માવજત-કપડાં-આહાર-હવાપાણીથી,) નકશા નં. ૪ ચોથા પ્રમાણે ગયા ભવનું બાંધેલું આયુષ્ય જમે કરાવવું પડશે એટલે દરેક ભવમાં પૂર્વના ભવનું આયુષ્ય લઈને આવવું પડે ત્યારેજ બીજા ભવમાં કર્મરાજાનું નામકર્મ નામનું મંડળ કબુલ રાખે છે; નકશા નં. ૫ પ્રમાણે વધુ દોડધામ હદ વગરનું જુઠું બોલવાથી ખરાબ ચેષ્ટાઓ વિગેરેથી જમા કરેલ આયુષ્યરૂપી રકમમાંથી દંડ કરી નિયમિત આયુષ્યમાંથી ઘટાડો કરવામાં આવશે પણ જણાવવામાં આવશે નહિ અને છેવટે નકશા નં. ૬ પ્રમાણે આયુષ્ય રૂપી ભાડાની રકમ પુરી થયે તુરતજ શરીરરૂપી મકાનમાં જીંદગીની જહેમત ઉઠાવીને વસાવેલો સર્વ સરંજામ મુકીને નીકળવું પડશે.
હવે બાકી રહેલ મનોરથ અગર કુટુંબની કાર્યવાહી બૈરાંઓ પાછળ રોવાકુટવામાં ગાશે. વર્તમાનમાં મરીજનારની પાછળ કુટુંબીઓ ઘરને રૂએ છે, છોકરા છોકરીના વિવાહ રહી ગયાં તેને રૂએ છે, કુટુંબકબીલાને રુએ છે પોતાની નિરાધાર જાતને રૂએ છે, પણ તમો દીવો લઈને ઉઘાડી આંખે કુવામાં પડયા, મનુષ્ય જીવન પણ હારી ગયા, જૈન કુળમાં પામવા લાયક ન પામી ગયા, ચારિત્ર માટે મળેલું મનુષ્ય જીવન ઝેર જેવું બનાવ્યું આ વાત કોઈ સંભારતા નથી, ભૂતકાળમાં સંભારી નથી અને ભવિષ્યકાળમાં સંભારશે પણ નહિં.