Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૯૪
તા.૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર ધ્યેયને અનુસરનારાઓ
કદાચ કહેવામાં આવે કે નદી ઉતરવા આદિનું વિધાન અપવાદ પદે છે, અને તેથીજ નદી ઉતર્યા વગર થતા વિહારને શાસ્ત્રોમાં મુખ્ય સ્થાન આપેલું છે. આ કહેનારે પણ સમજવું જોઇએ કે સાધુમહાત્માઓને માસિકલ્પાદિ મર્યાદામાં વિહાર કરવો તે ઉત્સર્ગજ છે. કોઇપણ દિવસ એમ નહિ કહેવાય કે રહેવાનું ન મળે તો સાધુ મહાત્માએ વિહાર કરવો, અર્થાત્ વિહાર કરવો એ તો ઔત્સર્ગિકજ વિધાન છે અને વિહારમાં જંતુબાપાનો સર્વથા અસંભવજ છે એમ કોઈપણ કહી શકે નહિ. વળી અપવાદ પણ નદી ઉતરવાનું વિધાન સ્વચ્છંદપણે કે અન્ય કોઇ તેવા મનુષ્ય કરેલું કે કલ્પેલું નથી, પણ ખુદ્દે જિનેશ્વરદેવોએ નદી ઉતરવાનું વિધાન કરેલું છે અને સાધુમહાત્માઓને માટે ઉપદેશેલું છે. તો પછી અપવાદપદે પણ શું જિનેશ્વરદેવો હિંસાનો ઉપદેશ દઇને હિંસા કરાવવાદ્વારા એ અને સાધુમહાત્માઓ તે નદી ઉતરવા આદિનું વિધાન કરીને હિંસા કરવાદ્વારા એ પોતાના મહાવ્રતોનો ભંગ કરે છે એમ કહેવાની કોઇપણ અકકલવાળો મનુષ્ય હિંમત કરશે ખરો? નહીંજ અર્થાત્ આ સ્થળે જો એમ કહેવામાં આવે કે વિહાર અને નદી ઉતરવા આદિકથી પણ સંયમનું પાલન કરવું અને કરાવવું એજ શ્રેષ્ઠ ગણેલું છે, તો પછી તેમ કરનાર અને કરાવનારા મહાવ્રતથી દૂર ગયા નથી એમ માનવામાં કયો મુદ્દો આગળ કરાય છે ? અલ્પબહુ નુકસાન અને ફળની વિચારણા એ બને જો આવા ઉપદેશો અને વિધાનોદ્વારા એ કરવામાં આવે તો સમજવું ઘણુજ સહેલું પડશે કે હિંસાની સર્વથા પ્રતિજ્ઞા કરનારા, પોતાની પ્રતિજ્ઞામાં ન્યૂનતા કરતાં અલ્પબહુ નુકસાન ને ફળની વિચારણા કરે તો પછી શ્રાવકશ્રાવિકા કે જેઓ સ્થાવર જીવોની હિંસાની પ્રતિજ્ઞાવાળા નથી, તેઓ પોતાની ત્રસજીવોની હિંસાની પ્રતિજ્ઞાને પાળતાં છતાં જે જિનેશ્વર ભગવાનના ભક્તિ, બહુમાન અને પૂજન આદિનો લાભ મેળવવા તૈયાર થાય તેમાં આશ્ચર્યજ શું? યાદ રાખવું જોઇએ કે કોઈપણ શ્રાવક કે શ્રાવિકા પોતાના ગુણઠાણાને ઉચિત વ્રત નિયમોને બાધ લગાડીને પૂજા આદિ કરતોજ નથી, અને કોઈક ભદ્રિકશ્રાવક પોતાના વ્રતનિયમને તેમજ ગુણઠાણાને બાધ કરી અભક્ષ્ય પદાર્થો નૈવેદ્ય તરીકે ધરાવતો કે અપેયથી પ્રક્ષાલન આદિ કરતો કે બલિદાન આદિથી ભગવાનની આરાધના માનતા હોય તો તેમાં કોઈપણ દિવસ કોઈપણ ગ્રંથકાર કે સાધુ મહાત્મા અગર સમા એવો શ્રાવક કે શ્રાવિકાવર્ગ મહાફળ માનતો કે કહેતો નથી, એટલું જ નહિ પણ મોટાં જૂઠાં બોલીને કે મોટી ચોરી કરીને જે દ્રવ્ય મેળવવામાં આવે તેવા દ્રવ્યથી કરાતા જિનેશ્વર ભગવાનના પૂજનમાં પણ કોઇએ કદીપણ મહાફળ કહેલું નથી. સાવધભીરુતા સર્વમાન્ય સિદ્ધાંત, અને અવિવેકીપણાની હદ.
વાસ્તવિકરીતે સર્વવિરતિના ધ્યેયને અંગે કરાતું જિનેશ્વર ભગવાનનું પૂજન પોતાને પ્રાપ્ત થયેલી દેશવિરતિ ભૂમિકાને પાડનારું તો હોવું જોઈએ નહિ એ સર્વમાન્ય સિદ્ધાંત છે અને તેથીજ દેશવિરતિના ગુણઠાણે રહેલો મનુષ્ય પણ કદાચ સાવધભીરૂ હોઈને સચિત પાણીને અડવામાં, વાયરો વિંઝવામાં, અગ્નિના સમારંભમાં, વનસ્પતિને ભક્ષણ આદિ કરવામાં યાવતું માટી મીઠાંને અડવામાં પણ દયાથી કંપિત હૃદયવાળો થતો હોય તો તેવા ભાગ્યશાળીને પૂનના વિધાનમાં પણ પ્રવર્તવાનું