Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૫-૧-૩૪ શ્રી સિદ્ધચક્ર
૧૮૫ સાચી યજ્ઞદતે કરેલા કપટની વાત કહી ને કહ્યું કેઃ હે રાજનું તમે જલ્દી જાવ ને તેને મરણથી બચાવો?
તે સાંભળી રાજા સૈનિકોને યજ્ઞદત્તને બાંધી લાવવાનું કહી વનમાં ચક્રદત્તની પાસે જાય છે. આ બાજુ ચક્રદત્ત જેટલામાં વન ઉપર લટકી ગળે ફાંસો નાખી ખેંચવા જાય છે તેવામાં રાજાએ આવી તેનો હાથ ઝાલી લીધો. પછી સૈનિકો યજ્ઞદત્તને પકડી લાવ્યા. ત્યારે રાજાએ કહ્યું કેઃ “એની જીભ ખેંચી ઠાર દઈ એને મારી નાખો.”
આવા પ્રકારની નરેન્દ્રની આજ્ઞા થવાથી કરૂણાથી જેનું હૃદય પીગળ્યું છે તેવા ચક્રદત્તે રાજાને કહ્યું કેઃ હે રાજન્ કૃપા કરી આ યજ્ઞદત્તને છોડી દો ? રાજા કહે કેઃ ભો ચક્રદત્ત તારે બીજાં કાંઇ માંગવું હોય તો માગ. પરંતુ આવા પાપિઇને નહીં છોડું !!!
ત્યારે ઘણી આજીજી કરતાં ચક્રદત્તની યાચનાથી રાજાએ યજ્ઞદત્તને મૂકી દીધો. સજ્જન પુરૂષો પોતાની સજ્જનતાને કદી છોડતા નથી. દુર્જન કે સજ્જન મનુષ્યપણે તો સરખા દેખાય છે પણ તેમના કાર્યોથીજ તે ઓળખાય છે અને એટલા માટેજ સજ્જનને ચંદનની ઉપમા અપાય છે તે સાર્થકજ છે. ચંદનને ઘસો, છેદો-બાળો તો પણ તે એક સરખી સુગંધીજ આપ્યા કરશે. તેવી રીતે સજ્જન પુરષો પોતાના અપકારીના તરફ પણ હંમેશાં ઉપકારજ કરતા રહે છે. ચકદત્તની સંયમયાત્રા
અસ્તુ પછી રાજાએ મહામહોત્સવપૂર્વક ચક્રદત્તને નગરમાં પ્રવેશ કરાવ્યો કેટલાક એક દીવસથી ચક્રદત્ત યજ્ઞદત્તનો જનાપવાદ સાંભળી વૈરાગ્યવાન બન્યો ને તેના પ્રતાપે તેણે નમૂતિ નામના ગણધર ભગવંતની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. વિધિપૂર્વક ચારિત્રપાળી ચક્રદત્ત બ્રહ્મનામના દેવલોકમાં નવ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો યજ્ઞદત્ત પણે બબ્બેવાર નારકમાં છ છ સાગરોપમના આયુષ્યવાળો નારક થઈ તિર્યંચમાં થઈ સંસારમાં રખડવા લાગ્યો. અવધિજ્ઞાની મુનિનો વર્તમાન ભવ
દેવલોકમાંથી ચ્યવીને ચહદત્ત ચંપાવાસ નામની નગરીમાં મણિભદ્ર શેઠનો પુર્ણભદ્ર નામે પુત્ર થયો તેજ હું હાલ અમરગુપ્ત નામથી ઓળખાવું છું.
યદત્ત પણ તિર્યંચમાં ભમી તેજ નગરમાં નન્દાવર્ત શ્રેષ્ઠીની નન્દયતી નામની પુત્રી તરીકે ઉત્પન્ન થયો ને તેની જ સાથે પુર્ણભદ્રનો વિવાહ થયો તેઓ બંનેને અત્યંત સ્નેહ હતો. આવા પ્રકારનો પુર્ણભદ્રનો તેના ઉપર પ્રેમ હોવા છતાં પૂર્વભવના વૈરના યોગે તેને ઘણીવાર તે (નર્દયતી) ઠગતી હતી તે વાતનો સાક્ષાત્કાર કરાવતા સૂરીશ્વર જણાવે છે કેअन्यदा तु स्वयं हृत्वा सा कुण्डलयुगं गतम् । सर्वसारं ममाचख्यौ, बाष्पाविलविलोचना ॥१॥ - ભાવાર્થ- એક દિવસ તે નદયયિની પોતે કુડલને સંતાડીને પોતાના પતિને કહેવા લાગી કે મારું સર્વસારભૂત એવું કુણ્ડલયુગલ ખોવાઈ ગયું છે ? એમ કહી રોવા લાગી. કર્મ વશ બનેલો આત્મા પામર બનતો જાય છે. અત્રે પતિપત્નિનો એમ સંબંધ હોવા છતાં પૂર્વ બાંધેલા કર્મથી કષાયની પરીણતિમાં રૂદ્રદેવનો (વર્તમાન નન્દયતી) આત્મા ઘસડાતો જાય છે. માટે જ કર્મ ન બંધાય તેવી સાવચેતી દરેક આત્માએ રાખવાની જરૂર છે.
| ધિક્કાર છે !!! સ્ત્રી ચરિત્રને કે પતિનો જેના ઉપર પ્રેમ હોવા છતાં પણ તે પ્રેમને પણ ગણકાર્યા વિના ઠગવાના પ્રયત્નો જે કરે છે. પુર્ણભદ્ર પણ તેના ઉપર અત્યંત પ્રેમવાન હોવાથી તેને કહ્યું કે બીજું તને હું કુંડલ યુગલ કરાવી આપીશ તું શોક કર નહીં !