Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક
પદ
વંદન કરવા જશે જે સમય સામાયિકનો છે તેજ સમયે ગુરુ વ્યાખ્યાન વાંચવા બેસતા હોય તો તમે શાને વધારે જરૂરી માનો છો? વ્યાખ્યાનને કે તે વખતે લીધેલા સામાયિકને? તમે સામાયિક કરવાનું છોડીને પણ એ સમયે વ્યાખ્યાનમાં જાઓ છો. ગુરુના વિનય ખાતર તમે આટલું બધું કરો છો તો પછી એ ગુરુના પણ ગુરુ પરમ તારક ભગવાનશ્રી મહાવીર દેવને માટે કાંઇજ નહિ એમ ? ગુરુ ની ભક્તિ સામાયિક છોડી કરી શકાય પણ તીર્થકર કે જેઓ તીર્થને પ્રવર્તાવનાર છે તેમની ભક્તિ માટે શું સામાયિક ન છોડી શકાય? અમે તો હંમેશા પૂજા કરી છે, પરંતુ કાંઈ દહાડો વળ્યો નથી માટે હવે તો પૂજા ન કરતા સામાયિકજ કરવું છે એમ કહેવું તે નજર સામે મૂળ માણસ ઉભો હોવા છતાં તેની સામે વાંસો રાખી તેની પ્રતિમાનો આદર કરવા જેવું છે. સામાયિકનું સ્વાધિનપણું સમજી લેવું જોઇએ એજ પ્રમાણે વ્યાખ્યાનનું પરાધિનપણું પણ સમજી લેવુજ જોઇએ અને પછીજ સામાયિકની મહત્તા કબુલ રાખવી જોઈએ. પૂજન તો થવું જ જોઈએ. માત્ર વાત એટલીજ છે કે તે સાથે સામાયિકનો ઉદ્દેશ તો યાદ હોવો જોઇએ. કરણી ગૌણતામાં રહે તેનો વાંધો નથી. પરંતુ ઉદ્દેશ તો તીર્થંકરની પૂજાનો હોવોજ જોઇએ. એમાં રતીભર જેટલી પણ શંકા નથી. તીર્થંકરપૂજામાં પણ ઉદ્દેશ સામાયિકનોજ હોવાથી એ તીર્થકરપૂજા પણ સામાયિક રૂપજ છે, અને તેથીજ પહેલું કૃત્ય તે સામાયિક જણાવવામાં આવ્યું છે તે સર્વથા વાસ્તવિક છે. તમો એમ પણ પ્રશ્ન કરી શકો છો કે મહારાજ હંમેશાં દીક્ષા દીક્ષા અને દીક્ષાનીજ વાત કર્યા કરે છે. પરંતુ પ્રભુપૂજા વગેરેની વાત કરતા નથી તો તેનો ખૂલાસો પણ મારે તમોને આપી દેવાની જરૂર છે. જેને સામાયિકની વાત કડવી લાગે છે તેને દેવાર્ચન, સ્નાત્ર, દાન, તપ વગેરે કોઈપણ બાબતમાં સાચો અધિકાર નથીજ. દેવાર્શનનો સાચો અધિકાર તેનેજ છે કે જે એ બધું સામાયિકના ઉદ્દેશપૂર્વક કરે છે, દાન, તપ અને શીલ એ સઘળા શું છે તેનો વિચાર કરો ? આ સઘળી સામાયિકનો ઉદ્દેશથી શરૂ થયેલી વસ્તુ છે. દાનની મહત્તાને આપણે સઘળા કબુલ રાખીએ છીએ હું પણ તમોને દાનની મહત્તા કહું છું પણ એ દાનમાં પણ ભાવના જોવાની નથી એમ માનશો નહિ. દાન કરવામાં પણ મૂળ હેતુ કયો છે, તેનો વિચાર કરો. દાન આપવામાં મૂળ હેતુ સામાયિકના ઉદ્દેશને પોષવાનો જ છે. વર્ષોથી નહિ પણ ભવાંતરોથી આ જીવ ધનની મમતાને બાઝેલો છે. દાનમાં પણ એજ હેતુ છે કે મમતાને દૂર કરવી આવા હેતુ પૂર્વકનું દાન તેજ દાન છે, દાન આપીશું તો ભવિષ્યમાં પામીશું-એવા વિચારે જે દાન આપે છે તેવાને શું તમે દાનશીલ ગણાશે ખરા ! નહિ જ દાનના સટોરીયા જેવું દાન ભવભવાંતરોને ટાળી શકે નહિ એની ખાતરી રાખજો. સુપાત્રે દાનની મહત્તા ગાઈ છે તેમાં પણ હેતુ છે. જૈન શાસનની કોઈપણ ચીજ હેતુ વગરની છે એમ માનશો નહિ. ધર્મને નામે આકાશમાંના તારા ચંદ્રમાં જેવા પદાર્થોને ફાડી તોડી નાંખવાના ગપાટાઓ આ શાસનમાં નભી નજ શકે, અહીં તો ક્રિયાઓ પણ છે તે એ સઘળી હેતુપૂર્વકનીજ. જીવનો અનાદિકાળથી સ્વભાવ છે કે લેવું લેવું એ લેવાની વાત એ જીવને ગમે છે. અનાદિ કાળથી લેવાના વ્યાપારમાં જીવ રાજી છે એણે લેવાય તેટલું લીધું છે. શક્તિ કરતાં વધારે લીધું છે અને જ્યારે જ્યારે એને મળ્યું છે ત્યારે ત્યારે એ રાજી થયો છે. હવે આત્માના એ સ્વભાવમાં ફેરફાર કરવાની વાત છે. એ ફેરફાર કેટલો છે એક અક્ષરનો પણ એ ફેરફારમાંજ આખા જીવનની કિંમત છે. આત્મા આજ સુધી લેવું એજ સમજેલો હતો હવે એ “લ” ને સ્થાને “દ” મૂકવાની વાત છે પહેલાં એ વાત હતી કે લેવું હવે એ વાત છે કે દેવું પહેલા લેવું એમાં મહત્તા હતી. હવે તે મહત્તા ઉડી ગઈ હવે દેવામાં મહત્તા આવી અને તે