Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩ હોય છે. પ્રથમ દેવ હાજર થયો તે વખતે કહ્યું છે કે તારી પાસે આપવાની જે શક્તિ છે તેની મને ન્યૂનતા નથી, જે ન્યૂનતા છે તે આપવા તું શક્તિમાન નથી. જ્યારે દેવે કીધું કે દેવદર્શન નિષ્ફળ ન હોય માટે કંઈક માગ, ત્યારે પણ તેણે જણાવ્યું છે કે તેમના મારા પતિના) સંતોષની ખાતર તું તારું કથન સફળ કર. પ્રશ્ન ૧૮૬- અનાદિ હોય અને છેડો ન હોય, એ બને પણ અનાદિ હોય અને છેડો પણ હોય એ બને ખરું?
સમાધાન- મિથ્યાત્વ અજ્ઞાનાદિ એ અનાદિના છે એ વાત ખરી પણ તેનો છેડો છે, એટલે નાશ પામી શકે છે. જ્ઞાનાદિ અનાદિના છે છતાં તેનો અંત નથી. પ્રશ્ન ૫૮૭- તીર્થકરો લાયક સમ્યક્ત્વના ધણી હોય એ વાત સાચી છે ?
સમાધાન- હા, તીર્થકરો લાયક સમ્યકત્વના ઘણી હોય પણ દેવલોક યા નરકમાંથી ચ્યવને માતાની કુક્ષિમાં આવે તે વખતે, અગર જન્મ ધારણ કરે તે વખતે, અગર તે પછી પણ ક્ષાયિક સમ્યકત્વવાળા હોય તેવો નિયમ નથી, પણ ક્ષપકશ્રેણી માંડતી વખતે જરૂર ક્ષાયિક થઈ જાય અને ત્યારબાદ ક્ષાયિક સમ્યકત્વના ધણી કહેવામાં લેશભર અડચણ નથી. પ્રશ્ન ૧૮૮- “સમ્યકત્વ હોય તો વ્રતાદિનું ગ્રહણજ (જકારપૂર્વક) ન્યાયયુક્ત છે” એવા અર્થવાળું સૂત્ર શ્રીધર્મબિંદુમાં છે. તો શું સમ્યકત્વ ન હોય ત્યાં સુધી અગર તેનો નિર્ણય ન થાય ત્યાં સુધી અનુવ્રતાદિક ગ્રહણ કરવા કે આપવાં નહિ ? અને લીધેલાં હોય તો તે શું નકામા ગણવાં?
સમાધાન- ધર્મબિંદુનું સુત્ર અનુવ્રતાદિક લેવાદેવાની ઇચ્છાવાળાને સમ્યકત્વની જરૂરીયાત જણાવવા માટે છે. તેમજ કર્મક્ષયોપશયના અનુક્રમને જણાવવા માટે છે, એટલે કે પ્રથમ દર્શનમોહનીયનો ક્ષયોપશમાદિ થઇનેજ અપ્રત્યાખ્યાખ્યાદિનો ક્ષયોપશમાદિ થઇ દેશવિરતિ આદિ પ્રાપ્ત થાય છે; પણ તેટલા માત્રથી વ્રતો નજ અપાય કે નજ લેવાય એવા વ્રતના નિષેધ માટેનો અર્થ કરાય નહિ. કેમકે સમ્યકત્વના દશ ભેદોમાં ક્રિયારૂચિ સમ્યકત્વનું સ્વરૂપ જણાવતાં શાસ્ત્રકારો કહે છે કે ચારિત્રાદિક અનુષ્ઠાનો કરતાંજ સમ્યગુદર્શન ઉપજે તેનું નામ તે ક્રિયારૂચિ સમ્યકત્વ-અર્થાત સમ્યકત્વની ઉત્પત્તિ પહેલાં પણ ચારિત્ર-ક્રિયાનો અસંભવ નથી. વળી માર્ગપ્રવેશને માટે દ્રવ્યસમ્યકત્વનો આરોપકરીને પણ વ્રતો આપવાનું શાસ્ત્રકારો કહે છે. ચોથા અણુવ્રતના પરવિવાહકરણ નામના અતિચારમાં કન્યાદાનનું ફળ ઇચ્છનાર મુગ્ધમતિને પણ અનુવ્રતો દેવાય એમ જણાવે છે, તેમજ સમ્યકત્વ રહિતપણે અનંતાં ચારિત્રનાં લિંગ કર્યા, અને તેથી રૈવેયક સુધીના દેવલોકનાં સુખો અનુભવ્યાં એમ જણાવવાથી સ્પષ્ટ થાય છે કે મિથ્યાષ્ટિપણામાં પણ કરેલાં વ્રતોથી પાપ કે દોષ ન લાગતાં પુણ્યબંધ જરૂર થાય છે. જો કે આત્મકલ્યાણને માટે સમ્યકત્વની પ્રથમ જરૂરીયાત છે, એમાં બેમત હોઈ શકે નહિ. પ્રશ્ન ૫૮૯- આશંસા અને નિયાણામાં ફેર શો?
સમાધાન- શ્રીઅર્થદીપિકાકાર સંલેષણાના અતિચારોમાં રાજા થવું, દેવેન્દ્ર થવું ઇત્યાદિક ઇચ્છાઓને આશંસાપ્રયોગ નામનો સંલેષણાનો અતિચાર જણાવે છે, અને નિયાણાને જાદો પાડી; તેને તો ઉપલક્ષણથી લે છે. વળી સજજ્ઞાનયોગ સિવાયના સર્વધર્મને ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી સાશંસ ધર્મ કહે છે. સમ્યગુદર્શન થયું એટલા માત્રથી જ મોક્ષને પરમ સાધ્ય માને, તેવી રીતે અર્થકામને પરમસાધ્ય નહિ માને, પણ અર્થકામની ઇચ્છા રહીતને જે સમ્યગ્દર્શનવાળા માનવા જઇએ, તો દેશવિરતિ તથા અવિરતિસમ્યગુદષ્ટિ ગુણઠાણામાં રહેલાઓને અર્થકામની આશંસા વગરના માનવા પડે; અને જો અર્થકામની આશંસા કે ઇચ્છા ન હોય તો તેઓને પરિગ્રહમાં કે આરંભમાં આસકત હોવાનું હોયજ નહિ અને તેમ ન હોય તો તે ચારિત્ર પરિણામ ગણાય; અર્થાત્ સમ્યકત્વની સાથે અર્થકામની આશંસા કે આકાંક્ષા નજ હોય એમ કહી શકાય નહિ. જો કે સમ્યકત્વી અર્થકામને અનર્થ રૂપ તો માનતો હોવો જોઈએ પણ તેથી તેની આકાંક્ષા વગરનો થઈ જાય