Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૪
તા.૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર
નોંધઃ- શ્રીસિદ્ધચક્રના પ્રથમ વર્ષના પ્રથમ અંકના સાગર-સમાધાન તથા સુધા-સાગરના વિભાગમાં અનુક્રમે નંબર પાંત્રીસ તથા એકત્રીસથી શરૂ કરેલ હોવાથી સમાધાન આદિના અર્થી ગ્રાહકો માટે પ્રશ્ન-સમાધાન વિગેરે જે શ્રીમુંબઈ જૈનયુવક મંડળ પત્રિકામાં છપાઈ ગયા હતા તેની માંગણી કરવાથી તે અત્રે અપાય છે.
તંત્રી.
'સાગર-સમાધાન. પ્રશ્ન ૨૭- એ બને દીક્ષાઓમાં યોગોહન કરી આચારાંગનું પહેલું અધ્યયન અથવા દશવૈકાલિકનાં ચાર અધ્યયન ભણવા ઉપરાંત બીજો વાસ્તવિક તફાવત શું છે ?
સમાધાન- બન્ને દીક્ષાની વયમાં તફાવત કંઈ નથી, ફક્ત કાયની શ્રદ્ધા, તેની જયણા અને આહારાદિ દોષોનું જ્ઞાન થાય.
પ્રશ્ન ૨૮- એ બન્ને દીક્ષા વચ્ચે કેટલો કાળ થવો જોઈએ ?
સમાધાન- જધન્યથી સાત દીવસ તે પણ પતિતો માટે, મધ્યમ ચાર માસ, ઉત્કૃષ્ટ છ માસ પણ કંઇક તેવાઓ માટે બાર વર્ષ પણ છે.
પ્રશ્ન ૨૯- જો દીક્ષા લેવાને અને પાળવાને યોગ્ય છે કે કેમ તેની તપાસ કરવા માટે નાની અને મોટી દીક્ષા આપવામાં આવે, તે પહેલાં પણ અમુક મુદત રાખવામાં આવે તો વાંધો શું?
સમાધાન- મોટો વાંધો છે, કારણ સાધુ ગૃહસ્થને આવ બેશ ન કહે, આદેશ પણ ન દે, ગ્લાનપણામાં વૈયાવચ્ચ ન કરે, ભૂખ કે તૃષામાં પાણી પણ ન આપી શકે, શીતમાં વસ્ત્ર પણ ન આપે, ભોજનની પણ ચિંતા ન કરે, યાવતું સાથે પણ ન રાખી શકે તો બીજી યતનાની તો વાત શી? પરીક્ષા અંડિલાદિકના ગમનથી કરવાની છે તે શી રીતે કરી શકાય, બલ્ક, ગૃહસ્થપણામાં પરીક્ષાદિ માટે સાધુથી રાખી શકાય નહીં.
પ્રશ્ન ૩૦- આચારાંગના પ્રથમ અધ્યયનને બદલે દશવૈકાલિકના ચાર અધ્યયન ભણાવવામાં હાલની પ્રવૃત્તિ છે તેનું કારણ શું?
સમાધાન-દશવૈકાલિકની રચના નહોતી થઈ ત્યારે છ કાયના જ્ઞાન માટે આચારાંગસૂત્રનું પહેલું અધ્યયન ભણાવવામાં આવતું હતું, હાલ દશવૈકાલિકના ચોથા અધ્યયનથી તે સહેલાઇથી જાણી, માની એ આચરી શકાય છે, માટે તેવી રીતે દશવૈકાલીકના ચાર અધ્યયન કહ્યાં તે જ્ઞાન કરવા માટે છે. પ્રશ્ન ૩૧- આચારાંગને બદલે દશવૈકાલિકના અધ્યયન ભણાવવા માટે કયા શાસ્ત્રમાં વિધાન છે? સમાધાન- આવા ફેરફાર માટે શ્રી વ્યવહારભાષ્ય વગેરેમાં હકીકત છે. પ્રશ્ન ૩ર- ભણવા પહેલાં યોગોદ્રહનાદિ કરવાં જોઈએ તેવું ક્યા શાસ્ત્રમાં છે ?
સમાધાન- પંચવસ્તુ ગા. પ૭૦ ઉપધાનાદિકપૂર્વકજ સૂત્રાદિ દેવાનો અધિકાર છે, તેમાજ યોગોહન કર્યા સિવાય ભણાવાય નહિ તે માટે-જુઓ. શ્રી નિશીથસૂત્ર અને શ્રી દશવૈકાલિક સૂત્ર.