Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૬૨
શ્રી સિદ્ધચક
તા.૩૧-૧૨-૩૩ તરફથી ઉભી કરેલી આપત્તિથી મૃત્યુ અચાનક થાય ત્યાં ધર્મ ન પામેલા આત્માને કેવું આ અને રૌદ્રધ્યાન થાય, પણ શાસ્ત્રકાર મહારાજા જણાવે છે કે સોમાનો જીવ શુભધ્યાનમાં મરણ પામીને સખ્યત્વના પ્રભાવે સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમના આયુષ્યવાન દેવ ઉત્પન થયો, ધર્મને પામેલો આત્મા અકાલ મૃત્યુથી પણ ગભરાતો નથી.
એ પ્રમાણે સોમા ધર્મ આરાધન કરી દેવલોકે જાય છે, ત્યારે રૂદ્રદેવ નાગશ્રી કન્યાને પરણી વિષયસુખ ભોગવી મરણ પામી પ્રથમ નારકીમાં નારક તરીકે ઉત્પન્ન થયો.
સોમાં દેવલોકમાંથી ચ્યવી સુસુમાર પર્વત ઉપર હાથી થયો ને રૂદેવ નારકમાંથી ચ્યવી તેજ પર્વત ઉપર પોપટ તરીકે ઉત્પન્ન થયો.
એક દિવસ તે પોપટે હાથીને હાથણી સાથે વિષયસંભોગ કરતો જોઈ તેના ઉપર દ્વેષ ધારણ કરતા તેને પૂર્વભવનું જાતિ સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું ને પૂર્વ ભવનું વૈર યાદ આવવાથી તેને મારી નાખવાનો ઉપાય વિચારવા લાગ્યો. હાથીનો પર્વત ઉપરથી ભ્રગુપાત.
એક દિવસ ત્યાં લીલારતિ નામનો વિદ્યાધર મૃગાંકસેન નામના રાજાની પુત્રી શ્રીમતી ચન્દ્રરેખાને ઉપાડીને આવ્યો.
તે વિદ્યાધર પોપટને કહેવા લાગ્યો કે “હે પોપટ? તું મારો ઉપકારી છું માટે કોઇ વિધાધર અહીં આવે તો મારા સમાચાર તારે તેને કહેવા નહીં” એમ કહી તે પેલી સ્ત્રીને લઇ કુંડમાં ગયો. - પેલા પોપટે આ સમય જોઈ હાથી પાસે જઈ કહ્યું કે “આ ઝાડથી ડાબી બાજુ એક શિલા છે ત્યાંથી જો કોઇ પડે તો તે દેવ થાય છે માટે તિર્યંચમાં દુઃખ વેઠવું તેના કરતાં દેવ બનવું શું ખોટું.” આવી રીતે પોપટના કહેવાથી હાથીએ તે શિલાથી ભ્રગુપાત કર્યો ને અકામ નિર્જરાને યોગે વ્યંતર થયોને પોપટ પણે અનુક્રમે મરણ પામી નારક થયો.
(અપૂર્ણ.) ગ્રાહકોને અમુલ્ય લાભ. અમારા તત્વજીજ્ઞાસુ ગ્રાહકોને દીનપ્રતિદીન પ્રભુમાર્ગપ્રણિત આગમના તત્વોનું, નહિ શ્રવણ કરેલી ગુઢતાત્વિક ફલ્યુફનું યુક્તિપ્રયુક્તિનું અજોડ જ્ઞાન શ્રી સિદ્ધચક્ર પાક્ષિકદ્વારા અર્પવા તનતોડ પ્રયત્નો ચાલુ છે, બે અંકથી પૂજયપાદ અખંડ આગમાભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ અમારી આગ્રહભરી વિનંતિ સ્વીકારી પ્રથમ શ્રીનંદી આગમ ઉપર ભૂતકાળે કદીપણ પ્રગટ ન થયેલ એવી સારભૂતઅવતરણા, તેના પર અનેક તર્કવિતર્ક યુક્તિપ્રયુક્તિ સહિત સમાધાન આપવા અમારા પર મહાન ઉપકાર કર્યો છે. ચાલુ વાતાવરણના અંગે વિખવાદયુક્ત વિષયને ન ચર્ચતા, લખાણદ્વારા દ્વેષ અને કુસંપના બીજ ન વાવતાં, અને વર્તમાનના વિષય વાતાવરણમાં વધુ વિષ ન ભેળવતા અમારું શ્રી સિદ્ધચક પાક્ષિક જડવાદના અજ્ઞાન વાતાવરણમાં જ્ઞાનનો ઉદ્યોત કરવામાં જ્ઞાનની ન્યુનતાને અંગે ફ્લાતા અજ્ઞાનના સમુહનો નાશ કરવામાં અને શાસન સામે થતા અજ્ઞાન હુમલાઓની જ્ઞાનના વિકાસથી સચોટ પ્રતિકાર કરવા નિરંતર ઉદ્યમશીલ રહેશે.
છતાં કોઈને કોઈપણ જાતની શંકા ઉદ્ભવે નવિન જાણવાની જીજ્ઞાસા થાય, વાતો કાંઇપણ અમારા તરફથી અસંતોષ જેવું લાગે તો તુરત જણાવવાની અમારી આગ્રહભરી વિનંતી છે. જુના અંકો સીલકમાં રહેતા નથી માટે નામ નોંધાવવાનું ભૂલતા નહીં.
તંત્રી.