Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૦
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર મૂર્તિનું પૂજન ન કરે અને તેટલા માત્રથી જો શ્રાવકોને તેનો ઉપદેશ દેવો અયોગ્ય ગણી તે મુદ્દાવાળા પૂજાથી દૂર રહેતા હોય તો સાધુઓ અને સાધ્વીઓ ભગવાનની પ્રતિમાને વંદન નમન કરે છે અને તેનો ઉપદેશ જે શ્રાવકશ્રાવિકાઓને આપે છે તે તો તે મુદ્દાવાળાઓએ અંગીકાર કરવો જોઇએ, છતાં પણ સાધારણ એવો ઉભયવર્ગ કરાતું અને કહેવાતું એવું પ્રતિમાનું વંદન નમન ઉપરના મુદ્દાવાળાને અંગીકાર કરવું નથી, તો પછી પૂજન નહિ કરતાં, પૂજનનો કરાતો ઉપદેશ અનર્થક હોઈ અમે તેને માનતા નથી એમ કહેવું કોઈપણ પ્રકારે યુક્તિ સંગત નથી, કેમકે યુક્તિ દ્વારાએ સાધુઓથી કરાતો અને કહેવાતો શ્રી જિનમૂર્તિના વંદન નમનનું વિધાન પોતે આચરીને પછીજ પૂજા સંબંધી નહિ કરાતાં છતાં કેમ કહેવાય છે એ મુદ્દો ઉઠાવવો જોઇએ, પણ ખરીરીતિએ તેઓને ભગવાનની મૂર્તિનું ઉત્થાપન જ કરવું છે, તેથી કરાતું અને કહેવાતું વંદન, નમન અંગીકાર નહિ કરતાં કેવળ પૂજનનો સવાલજ ખડો કરેલો છે. દ્રવ્યપૂજાનું રહસ્ય.
આ મુદ્દાના કહેનાર પ્રમાણે વિચારીએ તો કોઇપણ દરદીએ કોઈપણ દરદ ઉપર વૈદ્ય કે ડૉકટર જે ઔષધ ખાતો હોય તેજ લેવું જોઇએ. અર્થાત્ જે ઔષધ સાજો એવો વૈદ્ય કે ડૉકટર ન ખાતો હોય તે ઔષધ દરદીએ પણ લેવું જોઈએ નહિ. આવી રીતિએ કરવું જો ન્યાયયુક્ત હોય તો એમ કહી શકાય કે સાધુઓ શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિનું પૂજન કરે તોજ તેમના ઉપદેશથી શ્રાવકોએ તે પૂજન આદરવું જોઇએ, પણ ઉપર જણાવેલા ઔષધનાં દૃષ્ટાંતે કોઇપણ મનુષ્ય પોતાના દરદને મટાડવા માટે વૈદ્ય ડૉકટરે આપેલા ઔષધને વૈદ્ય ડૉકટરને ખવડાવવા માંગતો નથી, તેવી રીતે શ્રધ્ધાસંપન્ન મનુષ્યો પોતાના આરંભ પરિગ્રહના દોષમાં થયેલી તન્મયતાના દરદથી બચવા માટે સાધુ મહાત્માઓએ અપાતી પૂજારૂપ ઔષધી આદરવામાં કોઈપણ પ્રકારની હરકત ગણી નથી. યાદ રાખવું જોઇએ કે જિનેશ્વર મહારાજની મૂર્તિનું પૂજન આરંભ પરિગ્રહ આસકત મનુષ્યોને આરંભ પરિગ્રહના વિચાર અને વર્તનોથી દૂર રાખી સર્વથા આરંભ પરિગ્રહથી મુકાવવા માટેજ છે, અને તેથીજ શાસ્ત્રકારો વાસ્તવિક દ્રવ્યપૂજા તેનેજ ગણે છે કે જે પૂજા આરંભ પરિગ્રહથી સર્વથા વિરમવા માટે હોય, એટલે કે જે પૂજા કરનારાઓનું ધ્યેય આરંભ પરિગ્રહની આસકિતના સર્વથા ત્યાગ તરફ ન હોય તે મનુષ્યોની કરેલી ભગવાનની દ્રવ્યપૂજા તે વાસ્તવિક દ્રવ્યપૂજા નથી, કારણ કે દ્રવ્ય તેનેજ કહેવાય કે જે ભાવપણે પરિણમે, પણ જે ભાવપણે પરિણામે નહિ તેને વાસ્તવિકરીતિએ દ્રવ્યપૂજા કહી શકાય નહિ. પૂજકનું નિસીમ બહુમાન.
જો કે દ્રવ્યશબ્દનો કારણ અર્થ ન લેતાં આર્દિકકુમારના નિક્ષેપાની જગા પર જેમ આદાને દ્રવ્યાÁક ગણાવતાં માત્ર લોકવ્યવહારથી દ્રવ્યનિક્ષેપો અપ્રધાનપણાને લીધે જણાવ્યો છે, તેવી રીતે દ્રવ્ય શબ્દનો અપ્રધાન એવો અર્થ લઇને આરંભ પરિગ્રહની આસકિતના ત્યાગના મુદ્દા સિવાય કરેલા પૂજનને લોકવ્યવહારથી દ્રવ્ય શબ્દનો અપ્રધાન અર્થ લઈને દ્રવ્યપૂજા કહી શકાય તો પણ વાસ્તવિકરીતિએ તો તેવાની કરેલી પૂજાને દ્રવ્યપૂજા કહી શકાય નહિ. આ સ્થળે એ શંકા જરૂર થશે કે પૃથ્વીકાય