Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૯
તા. ૧૭-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર અસત્ય કહેનારાના પક્ષમાં કોઈ ઉભું રહેતું નથી. તો ધર્મવિષયમાં આટલો બધો ગોટાળો કેમ? કડવા, મીઠા, સુગંધી દુર્ગધીમાં મતભેદ નથી, મતભેદની ખરી જડ કયાં છે? કહેવું પડશે કે મતભેદની જડ ધર્મમાં છે, અર્થાત્ ધર્મમાં આવી ઉભી રહે છે. તેથી ખોટા ધર્મની પાછળ પણ હજારો નીકળે છે, કારણ એ ખોટો છતાં સાચો માનીને સાચો માને છે અને કહે છે. કોઈપણ ધર્મવાળો પોતાના ધર્મને ખોટો માની તેને વળગી રહેલો પ્રાયઃ હોતો નથી.
તેની પરીક્ષામાં તે ચુકે છે, તેથી સાચાને ખોટો ખોટાને સાચો માનવા તરફ દોરાય છે. દુનિયામાં ધર્મની પરીક્ષામાં બે ભેદ, પણ પૌગ્લિક વિષયોની પરીક્ષામાં બે ભેદ નથી. કોઈ કાળાને લાલ કહેનાર ન નીકળ્યો અને કહે તો કોઇ માનનારો ન નીકળ્યો. ધર્મમાં કહેલું ઉલટું લોકોએ વધાવી લીધું. જો ધર્મ બાહ્ય ઈદ્રિયનો વિષય હોત તો તેની સાચા ખોટાપણાની પરીક્ષા તરત થઈ જાય, અને ખોટાને તરત ઘેર બેસવું પડે, પણ ધર્મ તે બહારનો વિષય નથી. જે પોતાના શરીરમાં રહેલી રોગની પરીક્ષા કરી શકતો નથી તે બહારના બધા વિષયોની પરીક્ષા એક મિનિટમાં કરી લે છે. પોતાના શરીરની રોગની પરીક્ષા દહાડાના દહાડા જતાં પરીક્ષા કરી શકતો નથી. શરીરના રોગ સરખો બાહ્ય વિષય તેની પણ પરીક્ષા પોતે કરી શકતો નથી, આત્મામાં અમૃતપણે રહેલા ધર્મની પરીક્ષા કયાંથી કરી શકે? બાહ્ય વિષયમાં એકજ છે. દુનિયામાં ૨+૩=૬ નહિ કહી શકો? અને કહો તો કોઈ નહિ માને, તેમ દુનિયાદારીમાં ધર્મ ઈદ્રિયનો વિષય હોત તો તેમાં આડુંઅવળું બોલવાનું રહેતું નહિ, શરીર દાકતરને બતાવીએ તો કોઈ કંઈ કહે કોઈ કંઈ કહે. તેથી સર્જનો એક અભ્યાસવાળા છતાં જુદા જુદા અભિપ્રાય દર્શાવે છે. તો પછી આત્મા જેવી અતિપ્રિય વસ્તુ આત્મા, ધર્મ તેને બધા સરખી રીતે ન પારખે તેમાં નવાઈ શી ? કારણ બાહ્ય વિષય જોનારાને રૂપ, રસ, ગંધ પરથી જોવાનું છે. શરીર જોનારને નાડી કોઠા પરથી જોવું છે પણ ધર્મ જોનારને રૂપ, રસ, ગંધ, નાડી કે શરીરપરથી જોવાનું નથી. ધર્મ એક અદેશ્યચીજ છે. ધર્મને પારખવાની રીત કઈ?
ત્યારે એ ધર્મને શી રીતે જોવાનું? આત્માને જુવે આત્માનો સ્વભાવ, થયેલા નુકશાન, તેના (નુકશાનના) કારણોને જાવે, કારણો હઠવાથી આત્મામાં કયા ગુણો થાય છે તે જુવે, પછી ધર્મનું સ્વરૂપ કહી શકે. આ ઉપરથી સમજી શકયા કે આત્મા જેવા શુદ્ધપદાર્થની ભૂત ભવિષ્યની પરીક્ષા કરનારા જ્વલેજ નીકળે. જેમ જેમ ચઢતા ધોરણો તેમ તેમ પરીક્ષા દેનારા ઓછા, તો પરીક્ષા લેનારા ઓછા હોય તેમાં નવાઈ શી? અહીં આત્મા, ધર્મ, પુન્ય જેવા સુક્ષ્મ પદાર્થો તેને જાણનારો હોય તો ધર્મ અધર્મનું જુદાપણું કરી શકાય. જગતમાં દેખીયે છીએ કે દુધ પાણી બંને સ્થલ પદાર્થ છતાં ભેળા થઈ ગયા હોય તો તેને જુદા કરવા મુશ્કેલ પડે છે. જો તે મુશ્કેલ પડે તો આત્માને કર્મ જેવા અદ્રશ્ય પદાર્થ ભેળા થયા હોય તેને જુદા કરવા તે કેટલું મુશ્કેલ પડે? જ્યાં સુધી તેવી વહેંચણી કરવાની તાકાત ન આવે ત્યાં સુધી ધર્મ એ એક નાટક, અસલી પદાર્થ નહિ, અને ધર્મની ક્રિયા, તેનું સાંભળવું તે બધું નાટક રૂપ થાય.