Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૩૦
તા.૧૦-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર આત્માનો શુદ્ધ સ્વભાવ તો સર્વાજ જાણી દેખી શકે.
અસલમાં એક હોય પણ નાટકો તો હજારો હોય. નાટક એક ન હોય અર્થાત્ નકલ ઘણી હોય. ખરેખર ! આત્માને જાણવો ઓળખવો તેજ શ્રેય છે. કર્મબંધનના કારણથી કર્મ લાગ્યા છે. જ્યારે તે કર્મો ખસે ત્યારે સર્વથા કર્મનો નાશ પછી આત્માનું આવું શુદ્ધસ્વરૂપ થાય તે, કોણ જાણી શકે ? સર્વજ્ઞ ભગવાન, કે જેમને અતીતાદિ ત્રણે કાળનો ખ્યાલ છે, રૂપી અરૂપી સૂમ બાદર બધું પીછાણી શકે છે, તે બધું સમજે છે તે સિવાય આંધળાની ઈટ ફેંકવા બરોબર છે. દેખતાએ સ્થાન જોઈને ઈટ ફેંકી. આંધળાએ ગમે ત્યાં ઈટ ફેંકી. સર્વશે વાસ્તવિક રીતે ધર્મ દેખાડયો છે. જેણે અરૂપી ધર્માસ્તિકાર્યાદિ પદાર્થોને સાક્ષાત્ દેખ્યા છે. હજુ સુધી અરૂપી ચીજ શી? તે સમજાતું નથી. અરૂપીચીજ તે જાણનારા હોવા જોઈએ તે ગળે ઉતરેજ કયાંથી? સર્વશપણું મોટી ચીજ છે તે પણ મગજમાં કેમ ઉતરે ! માટે અરૂપી ચીજ કેવી હોય તે તો ઓળખાવો. અમે તો રૂપીથી ટેવાયેલા છીએ, અરૂપીથી ટેવાયેલા નથી. રૂપીના અંધારામાં આથડીયાં મારનારાઓને અરૂપી સંબંધી વિચાર પણ આવતો નથી. બાબાવાય કબુલ કરી આત્માને માનીએ અને તમારા કહેવાથી અરૂપી માનીએ, કર્મ લાગ્યા છે-વિગેરે. વિગેરે. તે તુટે છે તે બધું માની લઈએ; પણ મુક્ત જાતિ વતઃ શાહ પહેલું મૂળ હોય; પછી ડાળ હોય; પણ મૂળ નથી તો ડાળ કયાંથી લાવવી? પહેલા તો આત્માને ઓળખી શકતા નથી, પણ આ બધું તમારા કહેવાથી હાજી હા કહીએ છીએ પણ અમને અરૂપી પદાર્થનો ખ્યાલ આવતો નથી, અને તેથી તમારા હિસાબે આ શરીરમાં જે ચેતના છે તે આત્માની ચીજ છે શરીર તે આત્મા નથી. અનાદિકાળના અભ્યાસી.
શરીર ઇજીન છે, તેને આત્મા ડ્રાઇવર ચલાવે તેમ ચાલે છે. હાથ ઉંચો કરે, નીચો કરવા માંગે તો નીચો કરે, આડો ઉંધો સીધો કરવા માંગે તો તેમ કરે, માટે શરીરમાં કોઇ ડ્રાઇવર છે આમ કહી • આત્માની સાબિતી કરવા માંગે છે પણ તેથી બરોબર ભરોસો થતો નથી. હવે તો અંદર ડ્રાઈવર છે કે નહિ? તેની બરોબર ખાત્રી નથી, માટે તમે કહો તે વખતે ઉત્તર ન દઈ શકીએ એથી હા કહીએ છીએ. અરૂપી પદાર્થ કેવો હોય તે અમારી કલ્પનામાં ન આવે ત્યાં સુધી માની શકતા નથી. અમારી મુંગી સંમતિ લઈ લો તેમાં ના નથી. ઉત્તર ન દઈ શકીએ તેથી મુંગી કબુલાત લો તેમાં ના કહી શકીએ નહિ, પણ અંદર ખાત્રી થતી નથી. અમે તો અનાદિકાળના અભ્યાસથી એવા ટેવાયેલા છીએ કે અરૂપી હોય તો ચીજ નહિ અને ચીજ હોય તો તે અરૂપી ન હોય. તે પાણી ચુલે મુકયું છે. એની વેત કે દોઢ વેત સુધી વરાળ દેખી છે ને? પછી વરાળ કયાં ગઈ? વરાળને અરૂપી નહિ કહી શકે રૂપ છતાં પણ અલોપ થઈ, પણ છે ખરી એ વાત કબુલવી પડશે, અગર શોધ પ્રમાણે પાણી કોઇ દિવસ નાશ પામતું નથી. જુદી જુદી અવસ્થાઓ થાય પણ સ્વરૂપે પાણી કોઈ દિવસ નાશ પામતું નથી. મોટો પાણીનો હાંડો હોય તેનું ઉંચું ઢાંકણું હોય, તો પણ ત્યાં બધે પાણી બાઝે છે. વરાળ દેખી શકાય તેવો પદાર્થ પણ હવામાં મળી જાય તે વખતે દેખવામાં આવતો નથી, છતાં તે છે એમ માને છે કે નહિ ? કહેવું પડશે કે માનીએ છીએ, વિદ્યમાન છતાં દેખાતો પદાર્થ જોવા માંગીએ તો પણ