Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૪૮
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર શ્રેયસ્કર છે, અને તેજ માટે મહર્ષિઓ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આ જીવનમાં જગતમાં પ્રાપ્ત થયેલા પદાર્થોનો કોઈપણ સદુપયોગ હોય તો તે પરમેશ્વરની ચૈત્ય અને મૂર્તિકારાએ થતી આરાધનાથીજ છે. ધર્મિષ્ઠ મનુષ્યો તો એમજ માનનારા હોય છે કે જે સાધનોનો વ્યય પરમેશ્વરના ચૈત્ય, મૂર્તિ કે તેને આરાધનારાઓની ભક્તિ, બહુમાન કે સેવાને માટે નહિ થયો, તે કેવળ પાપરૂપ હોઈ તે બધી ઋદ્ધિ તે પાપઋદ્ધિજ છે, અર્થાત્ સન્માર્ગે થયેલો ધનનો વ્યય કોઈપણ અંશે નિષ્ફળ નથી, પણ સર્વદા સફળજ છે, અને ધનવ્યયથી તેવું ફળ મેળવનારા ભાગ્યશાળીઓ હોવા સાથે જગતમાં ચિરકાળ યશસ્વજ રહે છે. પૂજનમાં પારમાર્થિક નિર્જરા.
કેટલાકો દરેક વસ્તુના ચારનિક્ષેપા (ભેદો) કરવા જ જોઈએ એવી શાસ્ત્રકારની આજ્ઞા હોવાથી સ્થાપનાને માને છે, અને ગુણવાન પુરુષોના બહુમાનની ખાતર તેમણે કરેલા અપ્રતિહત ઉપકારને લીધે, અને કોરી ખાંડ કે સાકરથી બીબામાંથી આકૃતિ નિષ્પન્ન થતી નથી, પણ તે ખાંડ કે સાકરનો રસ જો બીબામાં રેડવામાં આવે તો તે ખાડં સાકરનું બીબાના આકાર સહિતપણું થાય છે, તેવી રીતે પરમેશ્વર કે ગુરુની સ્થાપના (મૂર્તિ)ના દર્શન માત્રથી આત્મા ગુણશ્રેણિએ ચઢી તરૂપ થાય નહિ, પણ દર્શન, વંદન, પૂજન આદિ પ્રવૃત્તિમાં જોડાયેલોજ આત્મા અનુક્રમે તરૂપ થઈ શકે, એમ માની સ્થાપનાને દર્શનીય માનવા સાથે વંદનીય, નમનીય અને પૂજનીય માનવા તૈયાર થાય છે, તો પણ તેઓને એક કારણે જરૂર અચકાવું પડે છે, અને તે કારણ બીજાં કાંઇજ નહિ, પણ જલ, વનસ્પતિ, અગ્નિ અને વાયુ આદિની વિરાધનારૂપ હિંસાજ છે. આ સ્થળે કહેવું પડશે કે તેવી રીતે અચકાનારા હિંસાના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા નથી, કેમકે જો તેઓ હિંસાના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા હોત તો પરમેશ્વરની અને ગુરુમૂર્તિની પૂજાને અંગે થતી પ્રવૃત્તિને હિંસારૂપ ગણતજ નહિ. શાસ્ત્રકારો હિંસાનું લક્ષણ જણાવતાં સ્પષ્ટપણે જણાવે છે કે, વિષયકષાય આદિ પ્રમાદની પ્રવૃત્તિ કરતાં જે અન્ય
જીવોનો પ્રાણ નાશ થાય તેનું જ નામ હિંસા છે, અર્થાત્ પરમેશ્વર અને ગુરુની મૂર્તિની પૂજાને અંગે થતા પ્રાણવ્યપરોપણને હિંસા કહી શકાય નહિ. વિષયકષાયની પ્રવૃત્તિ સિવાય થતા પ્રાણવ્યપરોપણને જો હિંસા માનવા જઈએ તો પાંચમહાવ્રતને ધારણ કરનારા સાધુ મહાત્માઓ વિહાર આદિક પ્રસંગે નદી ઉતરશે, અને તેમાં જલના જીવોનો જે નાશ થશે તેથી તેમનું પ્રથમ મહાવ્રત જે સર્વથા હિંસાથી વિરમવારૂપ છે તેનો નાશ માનવો પડશે. કદાચ કહેવામાં આવે કે સાધુને નદી ઉતરવા માટે જિનેશ્વર ભગવાને આજ્ઞા કરેલી છે, માટે નદી ઉતરનારા સાધુને મહાવ્રતમાં કિંચિત્ માત્ર પણ બાધ નથી, એમ કહેનારે અવશ્ય વિચારવું જોઇએ કે ખુદું તીર્થકર ભગવાનને હિંસા કરવાની, કરાવવાની કે અનુમોદવાની શું છૂટ હોય છે, અર્થાત્ જો સાધુઓને નદી ઉતરવાથી અપકાય આદિની વિરાધનાથી હિંસા લાગતી હોત અને પ્રથમ મહાવ્રતનો ભંગ થતો હોત તો તીર્થકર ભગવાન તે નદી ઉતરવાની આજ્ઞા આપતજ નહિ, એટલે કે ભગવાન તીર્થકરને હિંસાથી વિરમેલા માન્યા છે, તેમજ હિંસાથી વિરમેલા સાધુઓને નદી ઉતરવાની તેઓએ આજ્ઞા આપી છે તેજ સ્પષ્ટ જણાવે છે કે નદી ઉતરવી તે પ્રમત્તયોગથી થતા પ્રાણનાશ રૂપી હિંસા ન હોવાને લીધે નદી ઉતરવી તે હિંસારૂપ નથી, અને તેથીજ ભગવાનના મહાવ્રતને કે નદી ઉતરનારા સાધુના મહાવ્રતને નદી ઉતરવાથી બાધ નથી, એટલું