Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩૧-૧૨-૩૩
૧૫૫
શ્રી સિદ્ધચક કરનાર થાય ત્યાં સુધી ભાડું આપવું પછી એ પણ વોસિરાવવાનું છે, આ સર્વોત્કૃષ્ટ સર્વસાવદ્ય ત્યાગદશા લાવવાનું આ દાનથી સાટું કરું છું;” સમજ્યા ! એની કિંમત છે. દાન દેનારાઓ ચિત્ત-વિત્ત અને પાત્રમાં અપાતાં દાનધારાએ કયો લાભ પામી શકાય છે, તે ગુઢરહસ્યને સીધા સ્વરૂપમાં સમજનારા પ્રભુશાસનમાં પ્રાયઃ અલ્પસંખ્યામાં હોય છે. હદયની વિચારસરણી.
સાધુને દાનદેનારની હૃદયની વિચારસરણી કઈ છે? પોતે ભવ્ય છે, મોક્ષે જવા ઈચ્છે છે, મોક્ષે જવા માટે ચારિત્ર જરૂરી છે, ચારિત્ર વગર મોક્ષ નથી, મોક્ષે જવા માટે મોક્ષે જતાં પહેલાં કોઈને કોઈ ભવે ચારિત્ર લેવું પડશે, તો પછી પાપ કરી, દૂર્ગતિએ જઈ પછી ચારિત્ર લઈ મોક્ષે જવું એવો દ્રાવિણી પ્રાણાયામ શા માટે કરવો? કેરી જોઈએ છીએ તો આંબાને સીંચું તેથી ભલે અત્યારે ફળ ન મળે તો ભવિષ્યમાં પણ મળે. સાધુપણું પ્રાપ્ત કરવાની અભિલાષાથીજ સાધુને દાન દેવાય છે, સાધુને દાનમાં અપાતો રોટલીનો ટુકડો કે વાટકીપાણી તે નિર્ગથપણું પ્રાપ્ત કરવાના દસ્તાવેજ ઉપરની સહી છે. સર્વ ત્યાગના દસ્તાવેજ પર સહી કરવી તે શું મુશ્કેલ નથી ? પાંચ પચીશ રૂપિયાના દસ્તાવેજ પર સહી કરવામાં બહુ વિચાર કરવાનું હોતું નથી, પણ હજારો કે લાખોના દસ્તાવેજ પર સહી ખેંચવી એ જેવી તેવી મુશ્કેલ નથી !! અર્થાત્ સર્વ વિરતીધરોને દાન દેવાની રીતિ તે મોક્ષમાર્ગ લેવાની કબુલાત છે. સુપાત્રદાન કરનારને એકાંતનિર્જરા થાય તે આ રીતે. સંયમને પાળનારા સાધુ કલ્યાણ કરનારા છે, એના પાત્રમાં પડેલું દાન કલ્યાણકર છે, શુભઆયુષ્ય બંધાવનાર છે, આવું સમજીને અપાતા દાનથી, આવા દસ્તાવેજમાં થતી સહીથી એકાંતનિર્જરા છે, અને તેથી મિથ્યાષ્ટિએ દીધેલા દાનો પણ ફળવાળાં થયાં. સુબાહુકુમારે જે દાન દીધાં છે તે વખતે તેઓ કઈ દશામાં હતા? મિથ્યાત્વ દશામાં હતા; દાન દેતી વખતે, સમ્યકત્વ પામ્યા નથી તે “અનાદિનું ભવભ્રમણ ટાળનારાની ભક્તિ કરવી જોઇએ' એ ભાવના કયાંથી હોય? છતાં એથી (એવા દાનથી) સારું આયુષ્ય બંધાયું અને પ્રાંતે મોક્ષે ગયા. જો ત્યાગની ભાવનાથી દાન દે તો શાસ્ત્ર અને દુષ્કર કર્યાનું, દુત્ત્વજ તજયાનું જણાવ્યું છે તે સ્થાન પુરસ્સર છે એ કહ્યા વિના ચાલે તેમ નથી. જૈનકુલમાં કુલાચારે ધર્મ આવેલો છે. ભક્તિ કરવી જોઇએ એ ભાવનાએ દરેકની ભક્તિ હોય પણ પોતાને ત્યાગ જોઇએ છે, એ ત્યાગ મળે માટે આ સંયમ પોષણ માટે અપાતું આ દાન છે એ ભાવના કુલાચાર આવી શકતી નથીઃ મતલબ કે વાસ્તવિક ધર્મની પરિણતિ કુલાચાર આવી શકતી નથી. જ્યાં કુલાચારે અર્થાત્ વ્યવહાર ધર્મ હોય, ત્યાં જો પોતાનો છોકરો વાસ્તવિક ધર્મ સમજાવે તો એ ઉપકાર (છોકરાનો) મોટામાં મોટો કહેવાય. લૌકિક ઉપકાર ગમે તેવો હોય પણ લોકોત્તર તત્ત્વની પ્રાપ્તિના ઉપકાર કરતાં હલકો-ઘણોજ ઓછો છે. જેમ બીજા સીક્કા કરતાં ભલે મહોર કિંમતિ છે, પણ હીરા મોતીની આગળ એની કિંમત કશા હિસાબમાં નથી. એજ રીતિએ દુનિયાના બીજા અગર બીજાના ઉપકારો કરતાં માબાપનો ઉપકાર કિંમતી છે, અને તેથી માબાપની ભક્તિ વધારે કિંમતી છે, પણ ધર્મ આગળ (લોકોત્તર