Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર સમર્પણ સ્થાન.
આવી રીતે ધર્મનો ફાયદો ચૈત્યસમૂહથી જાણ્યાં છતાં જેઓ અર્થવ્યયને આગળ કરી તેની નિરર્થકતા જણાવે છે, તેઓએ એટલું તો પ્રથમ યાદ રાખવું કે ચૈત્યસમૂહ કે મૂર્તિસમૂહને માટે કોઈપણ દિવસ કોઈપણ વ્યક્તિને અર્થઉપાર્જન કરવાનું યોગ્ય ગણાયું જ નથી, પણ લોભ સંજ્ઞા અને પરિગ્રહ દોષ ઉપાર્જન કરેલાં કે મેળવેલાં દ્રવ્યનો સદુપયોગ કરવાનું સ્થાન પરમેશ્વરની મૂર્તિ કે તેનું ચૈત્યજ છે. પરિગ્રહની મમતા છોડવી, ઔદાર્યનું ફળ મેળવવું, પરમેશ્વરનું આરાધન કરવું વિગેરે તે ચૈત્ય કે મૂર્તિલારાએજ બને છે. જેઓ ચૈત્ય કે મૂર્તિને માનનારા નથી, અને સર્વવિરતિનો ધારણ કરી શકતા નથી, તેઓ પરિગ્રહની મૂછને કેવી રીતે ઓછી કરશે, ઔદાર્યતાનું સુંદર ફળ કેવી રીતે મેળવશે ? અને પરમેશ્વરની આરાધના માટે પોતાના દ્રવ્યનો કેવી રીતે ઉપયોગ કરશે? પરમેશ્વરના ઉપદેશથી કે તેમના શાસનથી ધર્મને પામેલો મનુષ્ય જો પરમેશ્વરના ચૈત્ય અને મૂર્તિ માટે પ્રાપ્ત થયેલા એવા અસ્થિર અને વિનાશી એવા પણ દ્રવ્યનો ઉપયોગ નહિ કરે તો તે બિચારો રાંક સર્વાર્પણબુદ્ધિથી પરમેશ્વરનું આરાધન તો કરી શકેજ ક્યાંથી ? જગતમાં પ્રાણથી પ્યારા એવા પુત્રને સર્વધન અર્પણ કરતાં કોઇને કાંઇપણ આંચકો આવતો નથી, તો પછી આ જડજીવનથી જીવિત રહેલા મનુષ્યોને અવિનાશી અવ્યાબાધ આત્મતત્વ ઓળખાવી જેઓએ જડજીવનની જંજીરોથી જકડાયેલાને છોડાવી અવ્યાબાધ અવ્યયપદના અધ્વમાં ઉતાર્યો છે, તેવા મહાપુરુષના મનોહર મંદિર અને મનોજ્ઞા પ્રતિમાઓમાં ચંચળ સર્વસ્વનો ભોગ આપવાની પણ બુદ્ધિ થાય તે સ્વાભાવિક છે. એ બુદ્ધિની અભિજ્ઞ પુરુષોને અકૃત્રિમતા છતાં પણ ધર્મના અનભિજ્ઞ કે વિરોધી લોકોને તે વ્યયની કૃત્રિમતા કે નિરર્થકતા ભાસે તેમાં તે અનભિજ્ઞ આત્માના દુષ્ટ અધ્યવસાયોજ કારણ છે, અને તેથી તે અનભિજ્ઞોએ જલદી સાવચેત થવાની જરૂર છે. ચૈત્ય અગર મૂર્તિધારાએ કરેલો ધનવ્યય આત્માને પરમેશ્વર પરાયણ કરનાર થાય છે એટલું જ નહિ પણ જગતની અપેક્ષાએ તે ધનવ્યય મૂર્તિ અને મંદિરરૂપે ઘણાજ લાંબાકાળ સુધી વિદ્યમાન રહે છે. પુત્ર, પૌત્રાદિકને આપેલું સર્વસ્વ તે પુત્રપૌત્રાદિકને મૂચ્છ અને પરિગ્રહસંજ્ઞામાં ડૂબાડવા સાથે એશઆરામની વૃદ્ધિ કરાવનારું, ધર્મહીનોની માલિકીવાળું, અને એકલાનીજ મિલકત બને છે. ત્યારે ચૈત્ય અને મૂર્તિદ્વારાએ કરેલો ધનવ્યય સુજ્ઞધર્મિષ્ઠોની સત્તાવાળો અને સામુદાયિક વારસા જેવો થાય છે. ચૈત્ય કે મૂર્તિકારાએ કરાતો ધનવ્યય નષ્ટ થતો નથી પણ તે રૂપાંતરે ઉભો રહે છે. જ્યારે ભોગપભોગના સાધન માટે કે મોજશોખના અંગે કરેલો ધનવ્યય એક અંશે પણ પોતાના બદલાને વ્હેલી જતો નથી, તો પછી ચિરસ્થાયી તો બનેજ ક્યાંથી ? અને મહેતાદિકરૂપે કરેલો ધનવ્યય પરમેશ્વરના આરાધનમાર્ગમાં કોઇપણ પ્રકારે ઉપયોગી થતો નથી, એટલું જ નહિ પણ અવ્યાબાધ આત્માના અવ્યાબાધ ગુણોના લાભ, ધૈર્ય, વૃદ્ધિ કે તેની પરાકાષ્ઠાને ઉપયોગી નહિ થતાં કેવળબાધક નીવડે છે, એટલે ભોગમાં આવેલી ઋદ્ધિ તાત્કાલિક ફળ દઇ સર્વથા નાશ પામે છે, અને ઉપભોગમાં આવેલી ઋદ્ધિ આત્માને ઉન્માદ કરાવનારી થાય છે; એવું સમજી જીંદગીમાં જહેમત કરી મેળવેલું સર્વ મરણના સપાટા વખતે મેલવાનું છે, એવું જાણીને પારમાર્થિક દૃષ્ટિએ પરમેશ્વરની મૂર્તિ અને ચૈત્યને માટે ધનવ્યય કરી ધર્મની આરાધના કરવી એજ