Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧૧
તા. ૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર એવો નિયમ શાસ્ત્રકાર જણાવતા નથી, નિયાણામાં તો ઇચ્છાની તીવ્રતમ દશા હોવાને લીધે શાસ્ત્રકારો મિથ્યાત્વમાં જઈ પડવાનું જણાવે છે. દરેક નિયાણાવાળાને તે ભવે કે અન્યભવે મિથ્યાત્વજ હોય એવો નિયમ નથી, કારણ કે વાસુદેવો નિયાણાવાળા હોવા છતાં સમ્યકત્વવાળા હોય છે, અને નવનિયાણામાં બધે મિથ્યાત્વનો નિશ્ચય જણાવેલ નથી. આથી સ્પષ્ટ છે કે આશંસા અને નિયાણાં વર્જવાલાયક જરૂર છે, પણ તે બન્ને એકજ રૂપજ છે, કે તે હોય તો મિથ્યાત્વજ હોય આવો નિયમ કરી શકીએ નહિ. પ્રશ્ન પ૯૦- ધર્મ વેચીને નિયાણું કરનારાને નિયાણા મુજબ ન મળે તો તે નિયાણું કેમ કહેવાય ?
સમાધાન- આજે કોઈ કરેલ ધર્મકરણીઓ વેચીને સર્વાર્થસિદ્ધ વિમાનની માંગણી કરે અને બીજા ભવે ન મળે તેટલા માત્રથી નિયાણું નથી એમ તો ન કહેવાય ! અર્થાત્ ઇચ્છાની તીવ્રતમ દશાએ નિયાણું કર્યું તે તો કર્યું, અને તેથી થતાં ફળની વાત તો જુદી ચીજ છે. પ્રશ્ન પ૯૧- ભગવાન મહાવીરદેવ ઘરમાં બે વરસ રહ્યા, ત્યાગને અનુસરતી ક્રિયામાં રહ્યા છતાં તે બે વરસ ગૃહસ્થ પર્યાયમાં કેમ ગણ્યા?
સમાધાન- મહાનુભાવ ! સૂત્રના ઉચ્ચારણ પૂર્વક લેવાતી ત્યાગની પ્રતિજ્ઞા તેઓએ લીધેલી નહિ, જેથી તે પર્યાય ગૃહસ્થમાં ગણ્યો છે; આથી શાસ્ત્રકારો પ્રતિજ્ઞા પુરસ્સરની ક્રિયાને વિરતીમાં ગણે છે એમ સ્પષ્ટ થાય છે. પ્રશ્ન પ૯૨- જિનેશ્વરો દેશવિરતિના વ્રતો પૈકી કોઈપણ વ્રત યા નિયમ અંગીકાર કરે કે નહિ.
સમાધાન- જગવંદ્ય જિનેશ્વરો દેશવિરતિ અંગીકૃત કરે નહિ, પણ અંગીકૃત કરે તો સર્વવિરતીનેજ કરે. પ્રશ્ન ૫૯૩- અવધિજ્ઞાનીઓ દેશવિરતિ લઈ શકે કે નહિ?
સમાધાન- અવધિજ્ઞાન પ્રાપ્ત થયા બાદ, અવધિજ્ઞાન વિદ્યમાન છે એવા અવધિજ્ઞાનીઓ વિરતિ અંગીકાર કરે તો દેશવિરતી નજ લે, પણ સર્વવિરતિજ અંગીકાર કરે. પ્રશ્ન ૫૯૪- ઉદ્યમ શાની ? સર્વજ્ઞપણાનો કે વીતરાગપણાનો ?
સમાધાન- વીતરાગપણાનો ઉદ્યમ હોઈ શકે અર્થાત્ વીતરાગપણું પ્રાપ્ત થયા પછી કાચી બે ઘડીમાં સર્વશપણું પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૫૫- “ગઠ્ઠ મવી૩ વરિજે” એ વચનથી શાસ્ત્રકારો ભાવચારિત્ર માટે આઠ ભવની મહેનત કરવી જોઇએ તેની જગાએ અનંતભવની મહેનત કેમ કહો છો ?
સમાધાન- એકડો અને કક્કો શીખ્યા પછી એક વરસમાં બાળક બાળવર્ગનું ધોરણ પુરું કરી સાત વર્ષમાં સાત ધોરણ પુરા કરી શકે પણ સાચો એકડો અને સાચો કક્કો તો કરતાં આઠ વરસ પછી આવડે સાચો એકડો વિગેરે કોના પ્રતાપે થાય છે તે વિચારો. સ્લેટો ભાંગી નાંખવી, પેનો ખોઈ નાંખવી, લીટા કાઢીને વખત પુરો કર્યો તે સાચા એકડા અને કક્કા માટે તે નકામું ન ગયું, પણ એમ કરતાં કરતાં આવડે, ગર્ભમાં કોઈ શીખીને આવ્યું નથી એવા દિલાસાના વચન તે અવસરે બાળકને દેવાય છે, પણ ભાવચારિત્ર માટે દેવા યોગ્ય દિલાસાના વચનાદિ દાન દેવાતા નથી; અર્થાત્ અનંતાભવોમાં દ્રવ્યચારિત્રની કરણી થાય પછી ભાવચારિત્ર આવે અને તે ભાવચારિત્ર વિરાધના વગરનું આવે તો સતત આઠ ભવમાં આવે અને આઠમે ભવે તે આરાધક મોક્ષે જાય.