Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૫
તા. ૧૭-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર તો માને જ છે, અને તેથી પરમેશ્વરની સ્થાપનાકારાએ થતી પરમેશ્વરની આરાધનાને પરમેશ્વર પોતાની આરાધના થયેલી છે એમ માની ખુશી થાય, અથવા તો મૂર્તિને નહિ માનવા દ્વારાએ પોતાની આરાધના નહિ કરનાર, અગર મૂર્તિદ્વારાએ પોતાની આરાધના કરનારા લોકોને રોકનારા સ્થાપનાલોપકોની ઉપર નાખુશ થાય તેમાં આશ્ચર્ય નથી. દેશાંતરે ગયેલો રાજા જેમ પોતાના અધિકારવાળા પ્રતિનિધિને કે પોતાની પાદુકાને માનનાર ઉપર ખુશી રહે છે, અને તેનું અપમાન કરનાર કે તેને નહિ માનનાર ઉપર, અગર તેને માનતાં રોકનારા ઉપર નાખુશ રહે છે, તેવી રીતે રાગદ્વેષવાળા પણ સર્વજ્ઞ માનેલા પરમેશ્વરની પ્રતિમા દ્વારા એ થતી આરાધના અને વિરાધનાધારા એ પરમેશ્વરને ખુશી અને નાખુશી બનવાનું થાય તે સ્વાભાવિક છે. રાગદ્વેષ સહિત એવા પરમેશ્વરના નામમાત્રને જપવાથી જો ઈષ્ટ સિદ્ધિ માનવામાં આવે છે તો પ્રતિમાની પૂજ્યતામાં તો નામસ્મરણ અવશ્ય હોવા સાથે તેની આકૃતિ વિગેરેની પૂજ્યતા થવાથી કેવી રીતે નુકશાન માનવું કે જેથી તેની પ્રતિમાની અપૂજ્યતા માની શકાય? આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે રાગદ્વેષવાળા છતાં પણ સર્વજ્ઞ છે એવું પરમેશ્વરનું સ્વરૂપ માનનારાઓને પણ પ્રતિમાની પૂજ્યતા માનવી પડે. જો કે રાગદ્વેષ સહિત છતાં સર્વજ્ઞપણે પરમેશ્વરને માનવાવાળાઓ પરમેશ્વરને સર્વ જગત વ્યાપક માને છે, અને તેથી તેનું પ્રતિબિંબ કરી શકાય નહિ, એમ માને પણ અતિશય મોટો પર્વત તેમજ હાથી વિગેરેનું પ્રતિબિંબ એક આંગળ જેટલા કાચમાં પણ પડે છે, અને તેમાં ફક્ત પ્રમાણનોજ અન્યથાભાવ રહે છે, પણ કોઈ પણ અંગાદિકનો અન્યથાભાવ નહિ રહેતાં સર્વથા તરૂપતા રહે છે, તેવી રીતે જગત વ્યાપક એવા પરમેશ્વરની પણ નાના આકારની સર્વ અવયવવાળી મૂર્તિ થવામાં, અને તેની આરાધ્યતામાં કોઇપણ જાતની હરકત વાસ્તવિક રીતે જણાશે નહિ. જેઓ પરમેશ્વરને સર્વવ્યાપક માને છે તેઓને તો પ્રતિમામાંથી પરમેશ્વર નીકળી ગયેલા નથી, માટે પરમેશ્વરના અંશસહિતપણા તરીકે પણ મૂર્તિને માનવાની જરૂર રહેશે. વાસ્તવિક રીતે તો જેઓ પરમેશ્વરને સંદેશો આપનારા કે લીલા કરનારા અગર જગતને પેદા કરનારા એવા પરમેશ્વર માનવા છે, તેઓને પરમાર્થરૂપે પરમેશ્વર જગત વ્યાપક હોવા છતાં પણ પરમેશ્વરને અલ્પભાગમાં રહેવાવાળા શરીરને ધારણ કરવાવાળો માનવો જ પડશે, અને જો તેમ માનવામાં આવે તો તેની તે અવસ્થાની પૂજ્યતાની ખાતર, તે અવસ્થાની મૂર્તિ માનવીજ પડે. પોતાના મુખ કે દૃષ્ટિ આગળ પરમેશ્વરનું તેવું પ્રતિબિંબ રાખ્યા વગર કોની સન્મુખ વંદન, નમન આદિ કરે છે તે વિચારવાની ખાસ જરૂર છે. ગોખલા વિગેરેની સ્થાપના કરીને પરમેશ્વરની સ્થાપના માનવામાં આવે તેમાં તો સ્થાપના મનાય પણ છે, અને કોઈ જાતનું પરમેશ્વરની આકૃતિ આદિનું સાદેશ્ય પણ હોતું નથી, એટલે ખરી રીતે લસણ પણ ખાધું અને તાવ પણ ગયો નહિ એ ન્યાય જેવી સ્થિતિ થાય છે. એવી રીતે રાગદ્વેષવાળા સર્વજ્ઞ પરમેશ્વરને માનનારા લોકોની અપેક્ષાએ મૂર્તિની વંદનીયતા વિગેરેનો વિચાર કરી, હવે વીતરાગ સર્વજ્ઞ ભગવાનને પરમેશ્વર તરીકે માનવાવાળાની અપેક્ષાએ મૂર્તિની વંદનીયતા વિગેરેનો વિચાર કરીએ.
જેઓ પોતાના પરમેશ્વરને મોક્ષ જવા પહેલાં પણ થોડો કે લાંબો કાળ સર્વજ્ઞ વિતરાગપણે વર્તવાનું માની સશરીર અવસ્થા માન્ય કરે છે, તેઓને તેજ સર્વજ્ઞ વિતરાગની સશરીરવસ્થાનો