Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૭-૧૨-૩૩
૧૨૩
શ્રી સિદ્ધચક્ર આકારમાં કોઇપણ જાતનો ફરક રહી શકતો નથી.જો કે કેટલાક સ્થાપનાને નહિ માનનારાઓ એમ જણાવે છે કે પત્થરની ગાય દૂધ ન દેતી હોવાથી, તેમજ પત્થરના વાઘ વિગેરે ફાડી ખાવું વિગેરે કાર્યો ન કરતા હોવાથી સ્થાપનાનો સ્વીકાર યોગ્ય નથી એમ જણાવે છે; પણ તેઓએ વિચારવું જોઈએ કે પત્થરની ગાય એવું વાક્ય જ તેઓ કેમ બોલી શકે છે, કારણ કે જો પત્થરની ગાયમાં પત્થરપણું અને ગાયપણું બંને વાનાં માનવામાં આવે તોજ પત્થરની ગાય એવું બોલી શકાય, માટે સ્થાપના નહિ માનવી, અને પત્થરની ગાય એમ બોલવું તે માન્યતાવિરૂદ્ધ અને જુદું હોવા સાથે “મારી જનેતા વાંઝણી” એવું કહેનારની માફક પરસ્પર વિરૂદ્ધજ છે. સ્થાપનાને નહિ માનનારાઓ પણ પોતાનાં બચ્ચાંઓને રમકડાં આપે છે, સિક્કાઓ સંઘરે છે, સ્ટાંપો ખરીદે છે, દસ્તાવેજોની કિંમતો માને છે, પૂજ્યની છબીઓ તરફ સન્માનબુદ્ધિ ધરાવે છે એટલું જ નહિ પણ તેમના ઉપદેશકો પણ ચિતરામણો રાખે છે, લોકોને દેખાડે છે યાવત્ પુસ્તકો કે જે સાંકેતિક અક્ષરોના આકારોજ છે તેને આશ્રીને ઉપદેશો કરે છે, એટલે કે તેઓ ડગલે ને પગલે સ્થાપના ઉપર આધાર રાખીને ચાલે છે, અને તેથી એટલું તો સાફ સિદ્ધ થાય છે કે સ્મરણ, ઓળખવું વિગેરેમાં તો સ્થાપના મૂળ પદાર્થ જેવોજ ભાગ ભજવે છે સ્થાપનાનો અપલાપ કરનારાઓ કદાચ એમ કહે કે ઓળખ વિગેરેને માટે ભલે સ્થાપના ઉપયોગી હોય, પણ પત્થરની ગાય વિગેરે.
લોકને વૈશાખ એટલે બે કેડે બે હાથ થાપેલા અને સમપાદે પહોળા પગે ઉભા રહેલા મનુષ્યને આકારે જણાવે છે, એટલે તત્ત્વથી રૂપી કે અરૂપી કોઇપણ પદાર્થ આકાર વગરનો છે જ નહિ. જો કે વિદ્વત્ પરિષદમાં તો અર્થામિધાનપ્રત્યવાસ્તુત્યનામથેયામવત્તિ । એટલે કે પદાર્થ, નામ અને પ્રતીતિ એ ત્રણે વસ્તુઓ સરખા નામે બોલાવાય છે, ઘટ પદાર્થને પણ ઘટ કહેવાય, તેમ ઘટના નામ અને જ્ઞાનને પણ ઘટનામ અને ઘટશાન કહેવું પડે છે, એટલે સર્વપદાર્થનું નામાત્મકપણું માનવામાં વિદ્વત્પરિષદ જેમ સાક્ષીરૂપ બને છે, તેમ સર્વ પદાર્થોનું સ્થાપનાત્મકપણું માનવામાં વિદ્વરિષદ સાક્ષીરૂપ બનતી નથી, છતાં પદાર્થ અને પદાર્થના આકારનું વિદ્વત્પરિષદ્ ભેદ માનતી નથી, તેથી સર્વ પદાર્થોને સ્થાપનાત્મક માનવા જરૂરી છે. ગુણ અને ક્રિયા વિગેરે જો કે સ્વતંત્ર હોતા નથી અને તેથી તેઓનો આકાર સ્વતંત્ર ન હોય તે સ્વાભાવિક જ છે, છતાં તે ગુણ અને ક્રિયા વિગેરે પદાર્થો દ્રવ્યથી ભિન્નપણે હોતાજ નથી એટલે રૂપી કે અરૂપી દ્રવ્યનો જે આકાર હોય તેજ આકાર તે ગુણ અને ક્રિયા વિગેરેનો પણ ગણી શકાય. અરૂપી દ્રવ્યનો આકાર જેમ અવગાહણાને આધારે લીધો, તેવીજ રીતે ગુણક્રિયા વિગેરેનો આકાર તેની વર્તનાને આધારે લઇને તે ગુણ ક્રિયાવાળાનો આકાર જ સમજવો, અને તેથીજ સ્થાપના અવધિની વ્યાખ્યામાં શાસ્ત્રકારો અવધિજ્ઞાનવાળા સાધુનો જ આકાર જણાવે છે. તત્ત્વ એટલું જ કે જેમ સર્વ પદાર્થો નામાત્મક છે તેવી જ રીતે સર્વ પદાર્થો આકારવાળા હોવાથી સ્થાપનાત્મક જ છે, અને તેથી જ નામનિક્ષેપાને જેમ વ્યાપક માન્યો, તેવી જ રીતે સ્થાપના નિક્ષેપાને પણ શાસ્ત્રકારોએ સર્વવ્યાપક માન્યો છે. ૧. સ્થાપના અને ૨. નામની નોંધ સંપૂર્ણ.