Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૭-૧૨-૩૩ અવસ્થારૂપ કે તજજ્ઞાનાદિ અવસ્થારૂપ ભાવ નથી, તો પણ તે ઘટપટાદિના અને શહેનશાહ આદિના આકારને દેખીને કે દેખાડીને ઘટપટાદિ તરીકે ને શહેનશાહ આદિ તરીકે ઓળખાય છે અને ઓળખાવાય છે. વાસ્તવિક રીતિએ જેમ મૂળવતુ પણ તેના આકારથીજ ઓળખાય છે, તેવી રીતે તે સ્થાપનાવસ્તુ પણ આકારથીજ ઓળખાતી હોવાને લીધે, તેની ઓળખ, તેનું સ્મરણ વિગેરે જેમાં ભાવથી થાય છે તેવાંજ સ્થાપનાથી થાય છે. વિચાર કરતાં સ્પષ્ટ માલમ પડશે કે ખુદ ઋષભદેવજી ભગવાન વિગેરે શ્રીતીર્થકરો કે શ્રીપુંડરિકસ્વામીજી વિગેરે ગણધરો અગર શ્રીજંબુસ્વામી વિગેરે મુનિવરોને તે તે કાળના લોકો જે ઓળખતા હતા, તે પણ તેમના આકારધારાએજ તેમને ઓળખતા હતા. ઈદ્રિયદ્રારાએ જાણનારા છવાસ્થ પુરુષો કે અવધિ આદિ અતિશય જ્ઞાનવાળા પુરુષો પણ સાક્ષાત્ તેઓના આત્માને કે સાક્ષાત્ તેઓના ગુણોને દેખીને તેઓને ઓળખતા ન હતા, તેમજ ઔદારિક આદિ શરીરરૂપી પિંડદ્વારાએ પણ તેઓને ઓળખતા ન હતા, અર્થાત્ ઓળખનાર, સ્મરણ કરનાર કે ભક્તિ કરનારને તો ખુદ ભાવપદાર્થ માં રહેલા આકારમાં અને ભિનપદાર્થમાં રહેલા
નિર્દિષ્ટ નહિ કરેલા, અને નહિ કરાતા એવા અનભિલાપ્ય પદાર્થો અનંતગુણા છે, તો પણ પદાર્થ સત્ જોય, પ્રમેય આદિ શબ્દોથી તે અનભિલાપ્ય પણ વાચ્ય જ ગણાય. જેમ ઘટપટાદિ પદાર્થો ઘટપટાદિ જેવા આખા અવયવીને કહેનારા ઘટપટાદિ શબ્દો છે, પણ તેમાં રહેલા પરમાણુ રેણુકાદિ, કપાલિકા, અને કપાલ વગેરે ખુદ અવયવોને કહેનારા શબ્દો પણ તેમાં પ્રવર્તતા નથી, અને તેજ કારણથી ઘટપટાદિ પદાર્થો પણ કથંચિત વાચ્ય અને કથંચિત્ અવાચ્ય ગણાતાં છતાં ઘટાદિ શબ્દોથી તે વાચ્ય છે, તેવી જ રીતે અનભિલાપ્ય પદાર્થો પણ પોતાના વિશેષનામથી અવાચ્ય છતાં પદાર્થ આદિ સામાન્ય નામોથી વાચ્યજ છે. ખુદું અનભિલાપ્ય નામથી પણ અનભિલાપ્ય પદાર્થો વાચ્ય છે, માટે અનભિલાપ્યોને સર્વથા અવાચ્ય તો કહેવાયજ નહિ, એટલે અભિલાપ્ય અને અનભિલાપ્ય બંને પ્રકારના પદાર્થો વાચ્ય રૂપે છે, અને તેથી દરેક પદાર્થ નામમય છે, એટલે કે શબ્દરૂપ છે, એમ માનવાનું જૈનદર્શનકારે યોગ્ય માન્યું છે, જો કે પદાર્થનાં નામો, મનુષ્યો નવા નવા સંકેતોથી નવા નવા પણ બનાવે છે, તો પણ પરમાણું રેણુકાદિ પદાર્થો તેમજ આકાશ, કાળ, દિશા, જીવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, શક્તિ જેવા પદાર્થો સર્વકાળમાં સ્થિર હોવાથી તેનાં નામો સર્વકાળમાં સ્થિર માનવાં જ પડે, ને તેવા નામોથી તે પદાર્થો સમજી અને સમજાવી શકાતા હોવાથી, તે તે નામથી વાચ્ય સ્વભાવવાળા જ માનવા જોઇએ.
૨. જો કે રૂપ, રસ, ગંધ, વર્ણ અને સંસ્થાનવાળા હોવાથી રૂપી ગણાતા પદાર્થોની આકૃતિ સ્પષ્ટ હોવાથી રૂપી પદાર્થોને આકારમય માની સ્થાપનાત્મક માનવામાં કોઈને પણ અડચણ નહિ આવે, પણ ધર્માસ્તિકાય જેવા અરૂપી પદાર્થોને રૂપ, રસ, ગંધ, વર્ણ કે સંસ્થાન રહિતપણું હોવાથી તે અરૂપી પદાર્થોને તેમજ કોઈપણ ગુણ કે ક્રિયાને આકાર નહિ હોવાથી તે સર્વને સ્થાપનાત્મક માનવા મુશ્કેલ પડે, પણ ધર્માસ્તિકાય આદિક દ્રવ્યો આકાશમાં અવગાહેલા હોવાથી તે અવગાહણાનો આકાર જે હોય તેજ આકાર તે અરૂપી પદાર્થનો પણ ગણાય અને તેથી જ અલોકને છિદ્રવાળા ગોળા જેવો શાસ્ત્રકાર કહે છે, અને ધર્માસ્તિકાય આદિમય