Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૦ શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩ વિશેષમાં આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આજના જમાનામાં પ્રતિક્રમણ પ્રતિલેખનાદિ ક્રિયાઓને બાજુ પર મુકી અધ્યાત્મનો ડોળ કરવાવાળા વેશધારી સાધુઓને વીતરાગ પ્રણિત શાસનમાં સાધુ તરીકે જીવવાનો હક્ક નથી, બલ્ક સર્વસાવધના ત્યાગ સાથે રત્નત્રયાદિની વિશુદ્ધિ માટે યોજાયેલ દશવિધચક્રવાલ સમાચારીનું યથાશક્તિ સેવન કરનારા સાધુપદને શોભાવી શકે છે.
પ્રશ્ન ૧૧- સામાયિક શા માટે કરવું, કરવાથી ફાયદો શું અને તે ફાયદો સહેલાઇથી સમજાવી શકાય તે માટે વર્તમાન કાળનું ચાલુ દૃષ્ટાંત આપવા કૃપા કરશો ?
સમાધાન- નાશવંત શરીરના અમુક ચોક્કસ ભાગમાં રસોળી અગર ગાંઠ થયેલ છે; તે (ગાંઠ અગર, રસોળી) રાખવાની સહજ પણ મુરાદ નથી, તે વધે તેવી અંશભર ઇચ્છા નથી, તેને વધારવા હરકોઈ સાધત લાપરવા લેશભર ઉદ્યમ નથી, પુષ્ટ થાય તો શરીર સુંદર દેખાય તેવા હેતુથી તે તરફ પ્રીતી પણ નથી, છતાં શરીરની સપ્તધાતુની વૃદ્ધિ શારીરિક તંદુરસ્તી માટે લેવાતા ખોરાકમાંથી તે (રસોળી અગર ગાંઠ) પોતાને ભાગ લઈ દીનપ્રતિદીન વૃદ્ધિ પામે છે. વખતસર ચેતવામાં નહિ આવે તો ભયંકર રૂપ લેશે, શરીર નાશ પામશે, એવા ભય હોવા છતાં તુરત તેનું ઓપરેશન કરેલી જગ્યાએ તુરત રૂઝ આવે તે માટે બરોબર જોઈતો બંદોબસ્ત ન થાય તો રોગ પોતાની જમાવટને લેશ પણ મચક આપતો નથી,-તેજ પ્રમાણે આત્માને અવિરતિ એટલે ત્યાગ તરફ અણગમો નામની અદશ્ય ગાંઠ છે અને તે અદશ્યગાંઠ દીનપ્રતિદીન સમયે સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અવિરતિના પાપથી પોષાયા કરે છે !
પાપ કરવાની ઇચ્છા ન હોય, પાપ વધે તે માટે પ્રવૃત્તિ પણ ન હોય, પાપ કરવા સંબંધી લેશભર વિચાર ન હોય પાપ પ્રત્યે પ્રીતી પણ ન હોય તો પણ પાપ દરેકે દરેક આત્માને અવિરતિનું પાપ લાગ્યા કરે છે અને તેથી બચવા માટે સામાયિક દ્વારાએ ઓપરેશન કરવાનું કીધું; અને જે સામાયકમાં પ્રથમ પ્રતિજ્ઞાથી પાપ બંધ થયું અને રૂઝને માટે બીજી પ્રતિજ્ઞા દર્શન જ્ઞાનચારિત્રની આરાધનાથી આત્માને અપૂર્વ આરોગ્યતાનો લાભ થશે.
પ્રશ્ન ૧૨ - ભગવાન શ્રીબાહુબળીજીએ ગુરુ વગર રણસંગ્રામમાં સ્વયમેવ દીક્ષા લીધી છે તે દીક્ષા શાસ્ત્ર અપેક્ષાએ વંદનીય કે કેમ?
સમાધાન- સ્વયંબુદ્ધો અને પ્રત્યેક બુદ્ધોને ગુરૂમહારાજાઓની અપેક્ષા રહેતી નથી, અને ભગવાન શ્રી બાહુબાળીજી શાસ્ત્ર અપેક્ષા એ સ્વયંબુદ્ધ છે; માટે તે વંદનીય છે. તે સિવાયના બીજા પણ ગુરુવગર દીક્ષા લઈ શકે પણ શ્રી પુંડરીક રાજર્ષિ વિગેરેની માફક ફરીથી ગુરુ પાસે દીક્ષા લે તોજ તેઓ ગુરુપદ અને પરમેષ્ઠિ પદને શોભાવી શકે છે.
સ્વયંબુદ્ધ માટે શ્રી નંદીસૂત્ર ચૂર્ણ ટીકા-જાઓ. શ્રીપુંડરિકરાજર્ષિ માટે શ્રી. જ્ઞાતાસૂત્ર-જાઓ.
પ્રશ્ન ૧૩-મજુ દેશવિરતિ શ્રાવક પોતાના લેણદાર પર તાકીદ કરી અંતે કેદખાનામાં મોકલવા સુધીના વિચાર અને વર્તન કરે તેનું દેશવિરતિપણું ટકે?
સમાધાન- દેશવિરતિપણું એટલે અમુક હદની વિરતિ અને તેની વિરતિ ટકાવવામાં શાસ્ત્રકારોને વાંધો આવતો નથી, કારણ અવ્યુત્પન એવો શ્રાવક ઇરાદાપૂર્વક ધર્મ, સમાજ આદિ લાભ સમજીને ચોથા અણુવ્રતને પીડાકારી એવી લગ્નાદિ ક્રિયાઓ કરાવે છતાં દેશવિરતિપણું ટકે છે તો પછી સમજા શ્રાવકની સમજણ પૂર્વકની દેશવિરતિને બાધ આવી શકતો નથી, પરંતુ હૃદયને આઘાત પહોંચાડનારી, કલેશમય કાળજાને કોરનારી કિલષ્ટ પ્રવૃત્તિઓ હૃદયમાં વિચારે તેથી દેશવિરતિપણું જતું નથી બલકે વર્તન અને વિચાર એ જુદા છે અને દેશવિરતિ તે વર્તનનો એક વિભાગ છે.