Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩
પહેલાં નામાદિક ભેદો જણાવવા જોઈએ, અને તેથી આ નંદીના અધિકારમાં પણ વાંચકોને નામાદિ ચાર ભેદો જણાવવાની તો જરૂર જ રહેશે; માટે અમો નંદીના નામાદિક ભેદો જણાવીએ છીએ. ઓછામાં ઓછા દરેક પદાર્થના ચાર નિક્ષેપો કરવાના હોવાથી આ નંદીના વિવેચનમાં પણ નામનંદી, સ્થાપનાનંદી, દ્રવ્યનંદી અને ભાવનંદી એવા ચાર ભેદોને સમજવાની જરૂર છે. પ્રથમ નામનંદીમાં આ સૂત્રનું નંદી એવું નામ સૂત્રકારોએ કહેલું અને રૂઢ હોવાથી આ સૂત્ર નામનંદીરૂપ છે. આ સૂત્ર નામે કરીને નંદી કહેવાતું હોવાથી નામનંદી કહી શકાય. સંકલિતની અપેક્ષા એ તૃતીયાતપુરુષથી જેમ આ સૂત્રનેજ નામનંદી કહ્યું, તેવીજ રીતે વિશકલિતની અપેક્ષાએ કોઈપણ જીવ, અજીવ, કે જીવો અજીવોનું નંદી એવું નામ કોઇપણ ગુણને અનુસાર કે સ્વેચ્છાએ સ્થાપે તો તે જીવાદિ પદાર્થને પણ નામનંદી કહી શકાય, કારણ કે તે જીવાદિ પણ તે નન્દી નામ સ્થાપવાની અપેક્ષાએ નંદી એવા નામને ધારણ કરે છે, એટલે તે જીવાદિ પદાર્થોને નામનંદી કહેવામાં પણ તેની અપેક્ષાએ કોઈ જાતની અડચણ નથી, તથા નંદી એવી અક્ષરોની શ્રેણિ પણ નંદી નામે બોલાતી હોવાથી તેને પણ નામનંદી કહી શકાય છે, પણ ચાલુ અધિકારમાં આપણે સંકલિતની અપેક્ષાએ જ્ઞાનપંચકના સ્વરૂપને નિરૂપણ કરનાર આ સૂત્રનેજ નામનંદી તરીકે ઓળખીશું. કેટલાક મતવાળાઓ શબ્દની સર્વત્ર વ્યાપકતા ગણીને તેમજ શબ્દથી જગતની ઉત્પત્તિ ગણીને સમગ્ર પદાર્થને કેવળ નામરૂપ જ માને છે, તેવી રીતે જેનશાસ્ત્રકારો સર્વપદાર્થને શબ્દરૂપ માનવા છતાં પણ સ્વસ્વ આકારવાળા સર્વ પદાર્થો હોવાથી આકારમય એટલે કે સર્વ પદાર્થોને સ્થાપનાત્મક પણ માને છે એટલે સ્થાપનાનંદીને પણ સમજવાની આપણને જરૂર છે.
અપૂર્ણ.
નવિન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦, શ્રી ત્રિષષ્ટીયદેશનાદિસંગ્રહ ૦-૮-૦ શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો, શાસ્ત્રીયપાઠ સહિત રૂા. ૦-૮-૦
તા. ક. આગમોદયસમિતિ અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો પણ અહીં મળશે.
શ્રી જૈનાનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.