Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૦
તા. ૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર કરવા માટેજ બળવાખોરને ફાંસી, બળવાખોરના સ્થાનમાં અપાય છે. પોતાની આખીનગરીમાં પૂજ્યની તરફ કોઈ આંગળી સરખી કરનાર ન હોવો જોઇએ, ન રહેવો જોઈએ, એ કૃષ્ણજીની મહેચ્છા હતી, તેથી ચંડાળોને બોલાવી હૂકમ કર્યો કે-“આને મંજુની દોરડાથી બાંધી, શ્વાનના શબની જેમ બધે ઢસડો અને પૂજ્યને પડનારની આ દશા થાય તેવું બોલતા જાઓ, તથા જ્યાં આ પાપીનું શબ ફરે ત્યાં પાછળથી પાણી છાંટી તે રજ પવિત્ર કરો. યાદ રાખો ! નેમનાથજીએ તો સોમિલને મોક્ષમાર્ગમાં મદદ કરનારો કહ્યો છે, જ્યારે કૃષ્ણજીએ શું કર્યું? ગુણાનુરાગના ગૌરવમાં, ભકિતરાગની તન્મયતામાં, આત્મકલ્યાણની બુદ્ધિમાં-આ બધાને અંગે પ્રશસ્તરાગની તીવ્રતા હોય તો શ્રીતીર્થંકરદેવનું સમતામય વચન પણ હીસાબમાં રહી શકતું નથી. જો તેમ ન હોય તો સર્વાનુભૂતિ, સુનક્ષત્ર ભગવાન મહાવીર મહારાજનો સ્પષ્ટનિષેધ છતાં ગોશાળાની સામા ઉતરત નહિ, તેઓએ ભગવાનની અવજ્ઞા નથી કરી પણ ભક્તિ કરી છે, ગુણરાગ, ભક્તિરાગ આત્મામાં ઓતપ્રોત થઈ જાય એવો તીવ્ર હોવો જોઇએ. એવા તમામ વાતને દેવગુરૂ ધર્મની પછીજ માને. આર્થિક સામાજિક, શારીરિક, કૌટુંબિક કોઇપણ સંપત્તિ તે દેવગુરૂ ધર્મની પછીજ છે. આ દશા આવે ત્યારે તીવ્ર ગુણરાગ થયો કહેવાય. એ રાગ થાય ત્યારે દુનિયાનો રાગ ખસે. દુનિયાદારીમાં પણ તમે તમામ વાતને આબરૂની પાછળ લટકતી રાખો છો, તેમ સમકિતી જીવને યશકીર્તિ કે સંપત્તિ વિગેરેના સંયોગો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય પણ તે બધુંયે દેવગુરૂ અને ધર્મ પછીજ. લીટા અને એડો.
દેવગુરૂ ધર્મ પરત્વે આવો તીવ્ર રાગ જાગે ત્યારે જ મિથ્યાત્વ પ્રત્યે તીવ્રષ થાય, અને એજ સમકિત. પ્રશસ્ત રાગદ્વેષને કાઢવાના નથી, એ તો એની મેળે નીકળવાના, આગ ભડકો ત્યાં સુધી કરે કે એને જ્યાં સુધી બાળવાનું મળે. પ્રશસ્ત રાગદ્વેષ પણ અગ્નિ છે, તે અપ્રશસ્ત રાગદ્વેષરૂપી લાકડાં હોય ત્યાં સુધી બળવાનો, પછી નહી; પછી આપોઆપ હોલવાઈ જાય. જૈન શાસન મોહ, રાગ, દ્વેષ વિગેરેને બાળવાને માટે છે. સર્વજ્ઞપણું વિતરાગપણાના પુંછડે લાગેલું છે. મોહનીય કર્મનો નાશ કરવા માટે અનંતા જન્મો જોઈએ, જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરવા માટે માત્ર ૪૮ મીનીટ જોઇએ. અનંતા દ્રવ્ય ત્યાગો ન હોય ત્યાં સુધી ભાવત્યાગ આવે નહિ અને એ વિના મોક્ષ નથી. સેંકડો લીટા વગર એકડો થતો નથી, તો અનંતી વખત દ્રવ્ય ત્યાગના લીટા થાય ત્યારે ભાવત્યાગનો એકડો આવે. મરૂદેવા માતાને ત્રસ પણ નહોતાં થયાં છતાં ભાવચારિત્રરૂપ એકડો કેવી રીતે થયો છે ? કદાચ ઠેસ વાગવાથી ઈટ ઉખડી ગઈ, ને મહોર નીકળી પડી, પણ એથી ઠામઠામ એ રીતે નીકળે એવો નિયમ બંધાય ? નહિ. તેવી રીતે અનાદિ કાળથી ત્યાગ નહોતો પણ ત્યાં ભોગ પણ નહોતો, તેથી ચીકણાં કર્મ નહોતાં એ વિચાર્યું? શાસ્ત્રકાર સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિજી પણ એ મરૂદેવીના દષ્ટાંતને અચ્છેરું (આશ્ચર્ય) કહે છે. ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એવો ધર્મ અને તેનાં ફળ તેની વિસ્તારપૂર્વકની વિચારણા અગ્રે વર્તમાન.