Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧-૧૨-૩૩
CG
શ્રી સિદ્ધચક્ર રીતે સૂત્રોની વ્યાખ્યારૂપ અનુયોગ કરતી વખતે પાંચે જ્ઞાનનો સવિસ્તાર અધિકાર જણાવનાર આ નંદીનો સંપૂર્ણ અનુયોગ કરવાનો હોય છે, પણ આવશ્યકનિર્યુક્તિમાં પાંચ જ્ઞાનનો અધિકાર ભિન્નપણે કહેલો હોઈ ટીકાકારો આ નંદીના અનુયોગને સર્વઅનુયોગોની આદિમાં નિયમિતપણે જણાવવાનું ના કહે છે, તોપણ જ્ઞાનપંચકના અભિધાનરૂપ નંદીનું કથન, કે તેની સામાન્ય વ્યાખ્યા તો દરેક સૂત્રના અનુયોગની શરૂઆતમાં કરવાનું જણાવે છે. સામાન્ય દૃષ્ટિથી વિચારીશું તો પણ માલમ પડશે કે અનુયોગ કરવામાં આવતું કોઈપણ સૂત્ર, શ્રુતજ્ઞાનનો એક ભેદજ હોય, અને તે શ્રુતજ્ઞાન પણ જ્ઞાનપંચકનો એક અવયવ છે, તો મુખ્ય અવયવી તરીકે જ્ઞાનપંચક જણાવ્યા સિવાય અનુયોગનું યથાર્થ અવતરણ થઈ શકેજ નહિ, માટે દરેક ઉદ્દેશાદિ અને અનુયોગાદિમાં નંદીસૂત્રનું કથન નિયમિત કરવું જ પડે અને તેથી આ સૂત્ર દરેકનો અવયવ બને અને તેથી અધ્યયન તરીકે ઓળખાય તેમાં આશ્ચર્યજ નથી. ઉપરોક્ત હકીકતથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે નંદીનો વિષય પાંચ પ્રકારનું જ્ઞાન જ છે. નિક્ષેપાદ્વારા ભેદોની જરૂરીયાત.
જૈનશાસ્ત્ર સિવાય અન્ય સર્વશાસ્ત્રોમાં સંહિતા, પદ, પદાર્થ, વિગેરે છ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવે છે, પણ કોઈપણ ઇતરશાસ્ત્રમાં નિક્ષેપદ્વારા એ વ્યાખ્યા કરવામાં આવતી નથી. જો કે વ્યાખ્યાનના સંહિતાદિક પ્રકારો જૈનસૂત્રકારોએ છોડી દીધેલા નથી, કિંતુ તે સંહિતાદિક પ્રકારોને ઉપક્રમ અને નિક્ષેપ નામના બે અનુયોગદ્વારોની વ્યાખ્યા કર્યા પછી તે નય નામના અનુયોગદ્વારની વ્યાખ્યા કરવા પહેલાં, અનુગમ નામના અનુયોગદ્વારની વ્યાખ્યા કરતી વખત સૂત્ર અને નિર્યુક્તિની વ્યાખ્યા કરતાં સંહિતાદિક પ્રકારોને જરૂર સ્થાન આપ્યું છે, તો પણ ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ કે નય નામના અનુયોગમાં નામાદિ નિક્ષેપારૂપ ભેદોનો નિર્દેશ સર્વત્ર કર્યો છે, એટલું જ નહિ પણ દરેક વ્યાખ્યાનો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચાર ભેદો (નિક્ષેપા)થી કરવાનો નિયમ બાંધ્યો છે, એટલે કે ઇતરશાસ્ત્રોના વ્યાખ્યાનવિષયમાં નહિં આવતો નામાદિનિક્ષેપનો ક્રમ જૈનશાસ્ત્રકારોએ જરૂરી ગણ્યો છે. આ વિષયના કારણમાં ઉતરનારને સમજવાની જરૂર છે કે પદાર્થને પ્રતિપાદન કરનાર એવા સૂત્રની વ્યાખ્યામાં ઇતરશાસ્ત્રો નામાદિ ભેદોને જણાવે નહિ, તેમજ જૈનસૂત્રકારો પણ સૂત્રાદિના અનુગામની વખત વાચક એવા શબ્દમયનો અનુયોગ હોવાથી ભલે નામાદિક ભેદો ન જણાવે, પણ વાચ્યના અનુયોગની વખત નામાદિ ભેદો જણાવવા એ પુરેપુરા જરૂરી છે, અન્યશાસ્ત્રો સ્યાદ્વાદને ન માનતા હોવાથી તેઓને શબ્દાત્મક, આકારાત્મક પિંડાત્મક કે વર્તમાનદશાત્મક સ્થિતિમાંથી કોઈપણ એક સ્થિતિ માનવાની હોવાથી તેઓને શબ્દાત્મક વિગેરે અનેક સ્થિતિનું વિવેચન કરવાની જરૂર પડતી નથી, પણ જૈનશાસન તો દરેક પદાર્થને શબ્દ, આકાર, પિંડ, અને ચાલુ અવસ્થા એ ચાર સ્થિતિમય માનતુ હોવાથી દરેક પદાર્થની વ્યાખ્યા કરતી વખતે તેણે તે ચાર ભેદોને વિશકલિત અને સંકલિતરૂપે જણાવવા પડે છે, અને તેજ શબ્દાદિક સ્થિતિને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપે જણાવે છે. ઘટાદિક પદાર્થોના ઘટાદિક નામોથી વ્યવહારો, તેના પૃથુ, બુખાદ્રાદિ આકારો મૃત્તિકાદિરૂપ પિંડત્વ અને જલધારણાદિક અવસ્થાને દેખનારો કોઇપણ સુજ્ઞ મનુષ્ય, કોઇપણ પદાર્થને નામાદિ ચતુષ્ટયાદિરૂપે માન્યા સિવાય રહી શકે જ નહિં, અને તેથીજ વાસ્તવિક વસ્તુ સ્વરૂપના ભેદો જણાવવા