Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૭-૧૧-૩૩
૯
શ્રી સિદ્ધચક્ર જીવે જેમ ચાર પુરૂષાર્થ મેળવવાના છે તેમ દરેક જીવે એ ચાર ગતિઓ પણ મેળવવાની છે ? અને શું નારકી ગતિ મેળવાને તમે પાપ કરીને પણ નર્કે જવાને તૈયાર થશો? નહિ!
શાસ્ત્રકારોએ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એમ ચાર પ્રકારો પાડયા છે અને એ ચાર પ્રકારોમાં એક રતિમાત્ર પણ અસત્ય કે અસત્યાભાષ નથી એ પણ તેટલું જ સિદ્ધ છે. પરંતુ એનો એવો અર્થ નથી કે એ ચારે માણસોએ મેળવવાની છે. એ તો માત્ર ગતિના આ ચાર વર્ગીકરણ છે તેજ પ્રમાણે ઇચ્છાના પણ વર્ગીકરણ કરેલાં છે અને એ વર્ગીકરણનેજ તેઓએ અર્થ, કામ, ધર્મ અને મોએ રૂપે ગોઠવેલા છે, એના ઉપરથી એવો અર્થ કોઈ પણ રીતે થઈ શકતો નથી કે એ ચારે ચાર પુરૂષાર્થ આરાધવા લાયકજ છે. જેમ ચાર ગતિ શાસ્ત્ર દર્શાવી છે તે છતાંએ ચારે ગતિ દરેક આત્મા એ મેળવવી જોઈએ એવું નથી તે પ્રમાણે ચાર પુરૂષાર્થ દરેક આત્માએ મેળવવા જોઇએ એવું નથી તેજ પ્રમાણે શાસ્ત્રમાં પણ કોઈપણ સ્થળે દરેક આત્માએ આ ચાર પુરૂષાર્થ મેળવવાજ જોઇએ એવો નિર્દેશ કરેલો દ્રષ્ટિએ પડતો નથી આથી એમ સ્પષ્ટ થાય છે કે જેઓ એમ કહે છે કે આ ચારે પુરૂષાર્થ મનુષ્ય માત્ર મેળવવા જોઇએ તેઓ શારાથી સર્વથા વિરૂદ્ધવાણી ઉચ્ચારે છે. એકનીજ મુખ્યતા.
જીવ માત્ર આ સંસારમાં એ ચાર પુરૂષાર્થ માન્યા છે કે અર્થ, કામ, ધર્મ અને મોક્ષ, હવે એ ચાર પુરૂષાર્થમાં અર્થ અને કામ તરફ જીવની પ્રવૃત્તિ વધારે રહે છે. તેના તરફ મન વધારે પ્રમાણમાં ઝુકી પડે છે અને અર્થ અને કામની ગુલામીમાંજ તે પોતાનું જીવન પુરૂં કરે છે ! હવે અર્થ અને કામ એટલે શું, તેના અર્થો તમારે સમજવાની જરૂર છે, અર્થનો અર્થ પૂછતાં આપણામાંના ઘણા ઝપાટાબંધ એમ કહી દેશે કે અર્થ એટલે પૈસો અને કામની તેઓ વ્યાખ્યા કરશે કે ભોગવિલાસ! આ અર્થો સહેજસાજ નહિ પણ તદન ખોટા છે એમ કહેવામાં કશો વાંધો નથી. કામનો અર્થ માત્ર વિષયોપ ભોગજ નથી પણ કામનો સાચો શાસ્ત્રિય અર્થ એ છે કે,
પૌગલિક સુખનો અનુભવ તે .
અને તેના જે સાધનો તે અર્થ. પૌલિક સુખ મેળવવાના-બાહ્ય સુખ મેળવવાના જે સાધનો છે, તેનું નામ જ અર્થ છે. અર્થ એટલે પૈસો અર્થ એટલે રૂપિયા આના પાઈ એમ જેઓ માનતા હશે તેણે પોતાની એ માન્યતા છોડી દેવી જોઇએ અને તેને સ્થાને આ તેના સાચા અર્થો તેણે સ્વિકારવાજ જોઇએ. હવે જે પ્રમાણે અર્થ અને કામના સાચા અર્થો સમજવાની જરૂર છે તેજ પ્રમાણે મોક્ષ અને ધર્મના પણ સાચા અર્થો સમજવાની જરૂર છે. મોક્ષ અને ધર્મના સાચા અર્થો એ છે કે,
આત્મિય સુખનો અનુભવ તે મોક્ષ. અને એ સુખના જે સાધનો તે થઈ.