Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૯-૧૧-૩૩
શ્રી સિદ્ધચક
૮૨૮-સર્વ વિરતિ લેનારે સંખ્યાતા સાગરોપમ સુધી દેશવિરતિ પાળવી જ જોઈએ એવો નિયમ નથી. ૮૨૯-સમ્યકત્વ એ ચારિત્રયની પહેલાં પણ સંભવે છે અને પછી પણ સંભવે છે. ૮૩૦-દર્શન, જ્ઞાન, ચારિત્રય અને તપ એ ચાર ધ્યેય તરીકે છે અને એને માટે જ પંચ પરમેષ્ઠિનું
આરાધન પણ છે. ૮૩૧-ગુણીને છોડીને ગુણ કોઇ દિવસ છુટો પડી શકતો નથી. ૮૩૨-દર્શન, જ્ઞાન, ચારિત્રય અને તપ એમાંથી સ્વતંત્ર રીતે એક પણ વસ્તુ આરાધના કરવા યોગ્ય
નથી, પણ સઘળાનું જુથ એજ એક આરાધના કરવા લાયક છે. ૮૩૩-સ્વામી એ ઇત્વરકાલનો માલીક છે, જ્યારે જીવ એ યાવત્ જીવનનો માલીક છે માટે એ બેને
જુદા પાડવા પડે છે. ૮૩૪-રજા અધિપતિની હોય છે તાબેદારની નહિ. ૮૩૫-શ્રમણો પાસાક અને પાસિકોને ભક્તિ કરવા સિવાય બીજી સત્તા નથી. ૮૩૬-જેમ ઘરનાં છોકરાંને પોતે ભૂખ્યા રહીને પણ પાળવાં પડે તેમ સંઘની સત્તાની વાતો કરનારાએ
સંઘનો એક મનુષ્ય ભૂખ્યો હોય ત્યાં સુધી ખાવું નહિંજ જોઇએ. ૮૩૭-ગયા ભવોમાં અજ્ઞાનતાથી કરેલી ક્રિયાને ત્રિવિધ ત્રિવિધ ન વોસરાવીએ ને તેનાથી ત્રિકરણયોગે
ન ખસીએ ત્યાં સુધી પાપ ખસતું નથી. ૮૩૮-જ્યાં સુધી જાહેરમાં સહી ખેંચી લેવામાં આવે નહિ ત્યાં સુધી સહીયારી જોખમદારીથી બચાતું
નથી, તેમ સ્પષ્ટ રીતિએ દેવાદિ સમક્ષ પાપ વોસિરાવે નહિ ત્યાં સુધી તે કર્મથી બચતો નથી. ૮૩૯-ત્રિવિધ ત્રિવિધ વોસિરાવ્યા વિના કોઈપણ આત્મા કર્મના કારણોથી બચી શકતોજ નથી. ૮૪૦-સર્વ પાપ વોસરાવવા રૂપ દીક્ષાની સર્વને જરૂર છે.