Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ઉ સિદ્ધાંતનું પારમાર્થિક અવલોકન છે આજે કેટલાક શુષ્ક જ્ઞાનવાદીઓ વાકયના વિશિષ્ટ સંબંધ સમજ્યા વગર અને પરમાર્થ પિછાણ્યા વગર મને ગમતું હાંકવામાં ઇતિ કર્તવ્યતા માને છે, એટલું જ નહિ પણ ક્રિયાની અવગણના કરવામાં કટીબધ્ધ થઈ, વાણીનો અંકુશ ગુમાવીને બોલી નાંખે છે કે
ક્રિયાએ કર્મ છે, અને પરિણામે બંધ છે, તો ક્રિયા કરે શું વળે ! પરિણામ સુધારો ! પરિણામ સુધારો ! આવું મનોહર દેખાતું કથન કરનારાને ખુલ્લે ખુલ્લું કહે જો કે પરિણામની પરાકાષ્ઠાએ પહોંચીને પરિણામનું ઉત્કૃષ્ટ ફળ મેળવનારા કેવળી ભગવંતો કે જેના પરિણામમાં યત્કિંચિત્ પણ ફેરફાર થવાનો નથી, છતાં તેઓને ક્રિયાની શી જરૂર ?
પરિણામે બંધ માનીએ તો કેવળી અને તેને દશમાં પરિણામે ક્રિયાએ કર્મ છે બંધ પુરસ્સરના કર્મ બંધનો અભાવે છે અને હોય તો કેવળી ભગવંતોને સિદ્ધિએ પહોંચવાનો વખત પણ આવે નહિ.
પરિણામની સાથે બંધ થઈ જાય છે એવું કથન કરનારાને કહે જો કે વષ્ણવો કૃષ્ણને સુદેવ માની સુદેવપણે આરાધે છે, શૈવો શિવને સુદેવ માની સુદેવપણે આરાધે છે, અર્થાત્ જગતના ભિન્ન ભિન્ન મતવાળાઓ દેવ-ગુરુ-ધર્મને કુદેવ કુગુરુ અને કુધર્મની બુદ્ધિએ આરાધતા નથી પણ દેવત્વાદિ બુદ્ધિએ આરાધવાની સુંદર પરિણામ ધારાએ આરાધે છે તો જરૂર તમારા હિસાબે તેઓને મિથ્યાત્વાદિ પાપનો લેશભર બંધ થવોજ ન જોઈએ. કેવળ ક્રિયાએ કર્મ માનવામાં અને કેવળ પરિણામે બંધ માનવામાં સર્વજ્ઞ સિદ્ધાંતો ઉથલાવવાનું ઘોર પાતક વેઠવું પડે તે માટે પરમ હિતકારી મહર્ષિઓ જણાવે છે કે “ક્રિયા એ કર્મ છે, અને પરિણામે બંધ છે” એ બે વિભાગમાં વહેંચાયેલું વાકય નથી પણ તે વાકય તેજ સ્થાનમાં વપરાય છે કે જે સ્થાને શુભાશુભ પરિણામથી ક્રિયા શરૂ કરે અને આકસ્મિક સંયોગના સભાવે પરિણામ અગર કિયામાં પલટો થઈ જાય તો તે સ્થાને કિયા એ કર્મ અને પરિણામ બંધ એ સિદ્ધાંત સ્વીકારવો પડે છે.
જીવ બચાવવાના શુભ પરિણામથી પગ ઉપાડ્યો, જીવ અકસ્માત પગ તળે આવીને ચગદાઈ ગયો. દયાની બુદ્ધિ પરિણામની સુંદરતા છતાં બચાવવાની ક્રિયામાં અકસ્માત પલટો થયો અને તે ક્રિયા મારવાના સ્વરૂપમાં ગોઠવાઈ તો તે સ્થાને “ક્રિયા એ કર્મ અને પરિણામે બંધ” એ સિદ્ધાંત સ્વીકારવો પડશે. દશ ભવની વેર પરંપરાવાળો કમઠ વેર લેવાને આવ્યો, મુનિ અવસ્થામાં પ્રભુ પાર્શ્વદેવને દેખ્યા, મુશળધાર વરસાદ વર્ષોવ્યો, નાક સુધી પાણી આવી ગયાં અશુભ પરિણામ પુરસ્સર અશુભ ક્રિયા ચાલુ છે. ધરણેન્દ્રનું આગમન પ્રભુ પાર્શ્વદેવનું ધ્યાનાવસ્થામાં નિપ્રકેપ દેખીને પરિણામ અને ક્રિયામાં આકસ્મિક પલટો થવો તે સ્થાને “ક્રિયા એ કર્મ અને પરિણામે બંધ” એ સિદ્ધાંત સ્વીકારવો પડશે તેવી રીતે ભગવાન મહાવીરદેવ અને ચંડકૌશિકના પ્રસંગ ઇત્યાદિ અનેક સ્થાને જ્યાં આકસ્મિક ક્રિયા અગર પરિણામનો પલટો થાય તે પ્રસંગે “ક્રિયા એ કર્મ અને પરિણામે બંધ એ સિદ્ધાંત સ્વીકારવો પડશે.
ઘેલીના પહેરણાની જેમ જે તે સ્થાને જે તે વસ્ત્રો પહેરી લેવું તેમ જે તે સ્થાને જે તે વાકય વચ અગર સિદ્ધાંત બોલી લેવો તે અસ્થાને છે.