Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૨
તા.૧૭-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર કહેતો નથી, હું તો તમોને એમ કહું છું કે ડુબી મરવા કરતા તમે જરા બળ મેળવો અને એ કર્મ કે જે તમારું ખાઇને તમારા માથા ઉપર ચઢી બેઠો છે તેને પાણીમાં ડુબાડી દો ! ધોળે દહાડે ખૂન.
બધે એમ ચાલે છે કે વેપાર ધંધા વગેરેમાં પ્રત્યક્ષ લોહી ન નીકળે તે પ્રમાણે ગમે તેના ખૂનો કરવાની છુટ છે! તમારાથી પ્રત્યક્ષ કોઇનું ગળું કાપી નંખાય નહિ અને તેમ કરો તો તમારે માટે હવે તો “ઇલેકટ્રીકચેર” તૈયાર છે ! પણ એટલું વ્યાજ લેવાની છુટ છે કે વ્યાજ આપનારને ભાગે બિચારાને રોટલો અને મીઠું ખાવાના પણ પૈસા ન રહે! ખરેખર મારી નાંખવાનો પ્રતિબંધ ! ઘણા જીવતા મારી નાંખો તો વાંધો નહિ! જૈન શાસન એથી ઉલટું કહે છે જૈન શાસન કહે છે કે તમોને ખૂન કરવાની છુટ છે ! બીજા ચોરી છુપીથી છુપાઈને ખૂન કરે છે. અહીં તમોને સરિયામ રસ્તા ઉપર ઉભા રહીને ખૂન કરવાની છુટ છે. અન્યત્ર કોઈને ખબર આપ્યા વિના ખૂન થાય છે, જૈન શાસન કહે છે કે જાહેર કરો ! ખુબ જાહેર કરો ! હસ્તપત્રો કાઢો, છાપાઓમાં જાહેરાત કરો અને પછી ખૂન કરો ! ખૂન કરનારાને ટેકો આપનારું આ શાસન ! પણ સંભાળજો ! આ ખૂન તે કોનું ખૂન ! “કર્મનું” ! કર્મનું ખૂન કરવાની આ શાસન તમોને છૂટ આપે છે. કર્મનું ખૂન કરો ! પણ તે ખૂન કરવાની એ વિધિ છે, કર્મથી નિવૃત્તિ, કર્મથી બચવું તેનું જ નામ કર્મનું ખૂન ઈચ્છા મહેશ્વરી અને મોહ મદિરા દાસી.
તમોને કામથી કોઈ ન બચવા દેતું હોય તો તે કોણ છે એનો વિચાર કરો ! “મહારાણી ઈચ્છા” આ મહારાણી એવી બદમાસ છે કે મિસરની કલીયોપેટ્રા તો તેના હિસાબમાંજ નહિ! રોમની જાલીમ રાજપુત્રી ટ્રેલિયા અને મીસરની મહારાણી કલીયોપેટ્રા બેને ઇતિહાસકારો જગતની જાલીમ રમણીઓ કહે છે ! પણ આ મહારાણી ઇચ્છા તો બધાના મોંમા ઘૂંકે એવી છે ! ટુલિયા અને કલિયોપેટ્રા તો નવયુવાન પુરૂષોની પાછળ પડતી હતી પણ પુરૂષોની નવયુવાની ગયા પછી તેને છોડી દેતી હતી ! તે પછી તેઓ છોડેલા પુરૂષનું નામ પણ લેતી ન હતી પરંતુ ઇચ્છાદેવી તો એવી બળવાન છે એવી બદમાસ છે કે તે તમોને ભવોભવ છોડવા માંગતી નથી! જો તમે ભુલેચુકે એના સકંજામાં આવી ગયા! એના હાથમાં સપડાયા તો એક ભવ તો એ ખલાસ કરશે પણ ભવભવાંતરોમાં એ ડાકણ તમારી પાછળ ભમતી અને ભમતી રહેશે અને સ્થિતિ એ થશે કે એ તમારી પાછળ દોડવાને બદલે તમે એની પાછળ દોડવા માંડશો. ઇચ્છાએ મહારાણી છે અને એ મહારાણી પોતાની દાસીઓ દ્વારા સંસાર પર સત્તા ચલાવે છે એ મહારાણીની દાસી કઈ ? “નોદ વિરા”
કોઈ સત્તા જ્યારે બીજી પ્રજાને જીતે છે ત્યારે તે તેને જીતીને થોભી જતી નથી, પરંતુ વિજેતા જોતા પ્રજાને પાયમાલ કરવાને પણ પુરેપુરા પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નો પણ એવા મીઠા મદુરા હોય છે કે જે પ્રયત્નો બહુજ સફાઈથી થાય છે. વિજેતા સ્થળે સ્થળે કેફી પીણાની દુકાનો ખોલે છે,